ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોમ્પ્યુટર સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે.. આ વિસ્તારમાંથી પસાર થતા અંતરીક્ષ યાત્રીઓને થાય છે અજબ-ગજબના અનુભવ

આપે બરમુડા ટ્રાયએંગલનું નામ તો સાંભળ્યું હશે. એટલાન્ટિક મહાસાગરનો એ વિસ્તાર જ્યાંથી પસાર થતા અનેક વિમાન અને જહાજ રહસ્યમયી રીતે ગાયબ થઇ જાય છે. સદીઓથી આ રહસ્યને સુલજાવવાની કોશીશ થઇ રહી છે.. પરંતુ આ રહસ્ય જેમનું તેમ છે.પરંતુ શું આપને ખબર છે કે અંતરીક્ષમાં પણ એક એવો વિસ્તાર છે, જે બરમૂડા કહેવામાં આવે છે. એ વિસ્તારમાંથી પસાર થતા અંતરીક્ષ યાત્રીઓને અજબ-ગજબના અનુભવ થાય છે. આ વિસ્તારમાંàª
02:49 PM May 23, 2022 IST | Vipul Pandya
આપે બરમુડા ટ્રાયએંગલનું નામ તો સાંભળ્યું હશે. એટલાન્ટિક મહાસાગરનો એ વિસ્તાર જ્યાંથી પસાર થતા અનેક વિમાન અને જહાજ રહસ્યમયી રીતે ગાયબ થઇ જાય છે. સદીઓથી આ રહસ્યને સુલજાવવાની કોશીશ થઇ રહી છે.. પરંતુ આ રહસ્ય જેમનું તેમ છે.પરંતુ શું આપને ખબર છે કે અંતરીક્ષમાં પણ એક એવો વિસ્તાર છે, જે બરમૂડા કહેવામાં આવે છે. એ વિસ્તારમાંથી પસાર થતા અંતરીક્ષ યાત્રીઓને અજબ-ગજબના અનુભવ થાય છે. આ વિસ્તારમાંàª
આપે બરમુડા ટ્રાયએંગલનું નામ તો સાંભળ્યું હશે. એટલાન્ટિક મહાસાગરનો એ વિસ્તાર જ્યાંથી પસાર થતા અનેક વિમાન અને જહાજ રહસ્યમયી રીતે ગાયબ થઇ જાય છે. સદીઓથી આ રહસ્યને સુલજાવવાની કોશીશ થઇ રહી છે.. પરંતુ આ રહસ્ય જેમનું તેમ છે.

પરંતુ શું આપને ખબર છે કે અંતરીક્ષમાં પણ એક એવો વિસ્તાર છે, જે બરમૂડા કહેવામાં આવે છે. એ વિસ્તારમાંથી પસાર થતા અંતરીક્ષ યાત્રીઓને અજબ-ગજબના અનુભવ થાય છે. આ વિસ્તારમાંથી પસાર થતા અંતરિક્ષ યાનની સિસ્ટમ અને કોમ્પ્યુટરમાં ખરાબી આવી જાય છે. અંતરીક્ષ યાત્રીઓને અહીં ભયંકર ચમક જોવા મળે છે.
  • પૃથ્વીની જેમ અંતરીક્ષમાં પણ છે બરમૂડા ટ્રાયએંગલ 
  • એટલાન્ટિક મહાસાગર અને બ્રાઝિલની ઉપરના આકાશનો વિસ્તાર 
  • ત્યાંથી પસાર થતા અંતરીક્ષ યાન કે સ્પેસ શટલને રેડિએશનની અસર 
  • અંતરીક્ષ યાત્રીઓની આંખો સફેદ કિરણોથી અંજાઇ જાય છે 
અંતરીક્ષમાં બરમૂડા ટ્રાયએંગલ દક્ષિણ એટલાન્ટિક મહાસાગર અને બ્રાઝિલની બરાબર ઉપરના આકાશમાં છે.. આ વિસ્તારમાંથી જ્યારે અંતરીક્ષ યાન કે પછી સ્પેશ શટલ પસાર થાય છે. તો તે રેડિયેશનનો શિકાર થઇ જાય છે. અંતરીક્ષ યાત્રીઓની આંખો સફેદ કિરણોથી અંજાઇ જાય છે. 
  • ધરતી પર સ્થિત વૈન એલેન બેલ્ટ રોકે છે વિકિરણોને 
  • વૈન એલેન બેલ્ટ સાથે ટકરાય છે સૂરજના વિકિરણો 
  • ટકરાયા બાદ વિકિરણો અંતરીક્ષમાં ફેલાઇ જાય છે 
આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂરજમાંથી સતત ભયંકર અને જ્વલનશીલ કિરણો નીકળે છે.. તેમાં ઇલેક્ટ્રોન હોય છે. અને વિકિરણ એટલે કે રેડિયેશન પણ હોય છે.. જ્યારે આ વિકિરણ સૂરજના પ્રકાશ સાથે ધરતીની નજીક પહોંચે છે ત્યારે ધરતીની ઉપર સ્થિત એક  સ્તર જેને વૈન એલેન બેલ્ટ કહે છે. તે વિકિરણોને ધરતી પર આવતા રોકે છે. જ્યારે સુરજથી આવનારા રેડિયેશન ધરતીની વૈન એલેન બેલ્ટ સાથે ટકરાય છે તો તે અંતરીક્ષમાં ફેલાઇ જાય છે.
  • એક હિસ્સામાં વૈન એલેન બેલ્ટ ધરતીની વધુ નજીક 
  • દક્ષિણ ધ્રુવના નજીકના વિસ્તારોમાં તે વધુ નજીક 
  • એટલા હિસ્સામાં સૂરજના વિકિરણોની વધુ અસર
અને મહત્વની વાત એ છે કે આપણી રક્ષા કરનાર આ વૈન એલેન બેલ્ટ અંતરીક્ષમાં બિલકુલ પણ નથી. જેનું કારણ એ છે કે ધરતી સંપૂર્ણ ગોળ નથી પરંતુ થોડી ચપટી છે. અને વચ્ચે જરા વધારે ઘેરાવાવાળી છે. આ જ કારણથી દક્ષિણ ધ્રુવના નજીકના વિસ્તારોમાં આ વૈન એલેન બેલ્ટ ધરતીની વધુ નજીક આવી જાય છે. જેના કારણે અંતરિક્ષમાં એ જ હિસ્સામાં સુરજથી આવનારા રેડિએશનની સૌથી વધુ અસર જોવા મળે છે. 

  • આ વિસ્તાર જલદીથી પાર કરવા કોશીશ થાય છે 
અંતરીક્ષ યાત્રી સ્પેસના આ બરમૂડાને સાઉથ એટલાન્ટિક એનોમલી કહે છે. સામાન્ય રીતે અંતરીક્ષમાં આ વિસ્તારમાંથી પસાર થનારા અંતરીક્ષ યાન અને સ્પેશ શટલ જેમ બને તેમ જલદી તેની પાર નીકળી જવાની કોશિશ કરે છે. પરંતુ હાલના સમયમાં ઘણી બધી ખાનગી કંપનીઓ પણ સ્પેશ મિશનમાં જોડાઇ છે. તેમાં સવાર થઇને ઘણા લોકો અંતરીક્ષની સફરે જશે. એવામાં આપણે એસએએ એટલે કે અંતરીક્ષના બરમૂડા ટ્રાયંગલ સામે વધુ સાવધાન રહેવું પડશે.

 
  • સેટેલાઇટ પણ રેડિયેશનની ઝપટમાં આવે છે 
નાસાનું અંતરીક્ષ દૂરબીન હબલ આ વિસ્તારમાં કામ કરવાનું બંધ કરી દે છે 
નાસાના અંતરીક્ષ યાત્રી ટેરી વર્ટસ કહે છે કે આ વિસ્તારમાંથી પસાર થનારા સેટેલાઇને પણ રેડિયેશન હુમલાનો શિકાર થવું પડે છે. કોમ્પ્યુટર સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે. આ જ કારણથી નાસાનું અંતરીક્ષ દૂરબીન હબલ આ વિસ્તારમાંથી પસાર થતી વખતે કામ કરવાનું બંધ કરી દે છે. 
  • રેડિયેશનથી બચવાનો ઉપાય પાણી
  • પાણીની બેગની દીવાલ ઉભી કરાય છે 
ટેરી વર્ટસનું કહેવું છે કે અંતરીક્ષમાં આ રેડિયેશનથી બચવાનો સૌથી યોગ્ય ઉપાય પાણી છે. પાણીની 23 કિલો વજનવાળી બેગની મદદથી એક દીવાલ જેવું સ્તર ઉભુ કરી અંતરીક્ષયાત્રી રેડિયેશનના હુમલાથી ખુદને બચાવી શકે છે. જો કે સૂરજથી નિકળતા આ વિકિરણોની આંધીને કારણે આપણને ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્ય જોવા મળે છે. સૂરજ અને ધરતીની ચુંબકીય કિરણો ટકરાવવાથી ધ્રુવો પર આપણને લીલા રંગનો પ્રકાશ જોવા મળે છે. ઉત્તરી ધ્રુવ પર આ ખૂબસુરત દ્રશ્ય જોવા માટે લોકો હજ્જારો કિલોમીટરની સફર ખેડીને પહોંચે છે. 
Tags :
BarmudaGujaratFirstKnowledgeScience
Next Article