Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં આજે દેશ મનાવી રહ્યો છે રાષ્ટ્રીય રમત દિવસ

દર વર્ષની જેમ, હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની યાદમાં, આ વખતે પણ 29 ઓગસ્ટના રોજ દેશભરમાં રાષ્ટ્રીય રમત દિવસ (National Sports Day)ની ઉજવણી કરવામાં આવે છે. ધ્યાનચંદે 1928, 1932 અને 1936માં ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 570 ગોલ કર્યા છે.હોકીના જાદુગર ગણાતા ધ્યાનચંદ અસાધારણ પ્રતિભાથી સમૃદ્ધ હતા. તેમની રમત દરમિયાન ભારતે ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ગોલ્ડ àª
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં આજે દેશ મનાવી રહ્યો છે રાષ્ટ્રીય રમત દિવસ
Advertisement
દર વર્ષની જેમ, હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની યાદમાં, આ વખતે પણ 29 ઓગસ્ટના રોજ દેશભરમાં રાષ્ટ્રીય રમત દિવસ (National Sports Day)ની ઉજવણી કરવામાં આવે છે. ધ્યાનચંદે 1928, 1932 અને 1936માં ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 570 ગોલ કર્યા છે.
હોકીના જાદુગર ગણાતા ધ્યાનચંદ અસાધારણ પ્રતિભાથી સમૃદ્ધ હતા. તેમની રમત દરમિયાન ભારતે ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ગોલ્ડ મેડલ 1928, 1932 અને 1936માં જીત્યા હતા. ધ્યાનચંદનો પ્રથમ વિદેશ પ્રવાસ 1926માં હતો જ્યારે હોકી ટીમ મેચ રમવા ન્યૂઝીલેન્ડ જઈ રહી હતી. હોકીના જાદુગરે પોતાની પ્રતિભાના દમ પર આખી દુનિયામાં નામ કમાવ્યું. મેજર ધ્યાનચંદનો જન્મદિવસ 29મી ઓગસ્ટે આવે છે. ઉપરાંત, આ દિવસ તે તમામ હીરો અને ચેમ્પિયનને સમર્પિત છે જેમણે રમત દ્વારા દેશને ગૌરવ અપાવ્યું છે. આ દિવસનો હેતુ નાગરિકોમાં રમતગમતના મૂલ્યો વિશે જાગૃતિ, શિસ્ત, દ્રઢતા અને ખેલદિલી વધારવાની સાથે મોટા પ્રમાણમાં જનતાને રમત માટે પ્રોત્સાહિત કરવાનો અને ફિટ અને સ્વસ્થ થવાના મહત્વ પર ભાર મૂકીને તેને પોતાના જીવનનો એક અભિન્ન ભાગ બનાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ (National Sports Day) પર લોકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તાજેતરના વર્ષો રમતગમત માટે ખૂબ સારા રહ્યા છે. તેમણે હોકીના જાદુગર ધ્યાનચંદનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેમણે આ ટ્વીટ કર્યું, “રાષ્ટ્રીય રમત દિવસની શુભેચ્છા અને મેજર ધ્યાનચંદ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તાજેતરના વર્ષો રમતગમત માટે ખૂબ સારા રહ્યા છે. આ ચક્ર ચાલુ રહે. આ રમત સમગ્ર ભારતમાં લોકપ્રિયતા મેળવી રહી છે."

મહત્વનું છે કે, ધ્યાનચંદનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ સોમેશ્વર સિંહ હતું જેઓ આર્મીમાં હતા. ધ્યાનચંદના નાના ભાઈ પણ હોકી રમતા હતા. ધ્યાનચંદનો પરિવાર ઝાંસીમાં સ્થાયી થયો હતો. ધ્યાનચંદને બાળપણમાં કુસ્તીનો શોખ હતો. તેઓ 16 વર્ષની ઉંમરે સેનામાં જોડાયા હતા. ધ્યાનચંદ માત્ર આર્મી હોકી અને રેજીમેન્ટલ ગેમ્સ જ રમતા હતા. ધ્યાનચંદ બહુ ભણેલા નહોતા, તેઓ માત્ર છઠ્ઠા ધોરણ સુધી જ ભણ્યા હતા. તેમની પાછળનું કારણ એ હતું કે તેમના પિતાની હંમેશા બદલી થતી હતી જેના કારણે તેમને કાયમી ધોરણે ભણવાની તક ન મળી.
કેવું રહ્યું કેરિયર?
ધ્યાનચંદ અસાધારણ પ્રતિભાથી સમૃદ્ધ હતા. તેમની રમત દરમિયાન ભારતે ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ગોલ્ડ મેડલ 1928, 1932 અને 1936માં જીત્યા હતા. ધ્યાનચંદનો પ્રથમ વિદેશ પ્રવાસ 1926માં હતો જ્યારે હોકી ટીમ મેચ રમવા ન્યૂઝીલેન્ડ જઈ રહી હતી. ધ્યાનચંદે 1928માં એમ્સ્ટર્ડમમાં રમત દરમિયાન 14 ગોલ કર્યા હતા. તે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતા. 1932ની ઓલિમ્પિક ફાઈનલની એક મેચ હતી જેમાં ધ્યાનચંદ તેમના ભાઈ સાથે રમી રહ્યા હતા. જેમાં તેમના ભાઈ રૂપ સિંહે 10 ગોલ કર્યા હતા. સ્પોર્ટ્સ ક્લબ ઓફ વિયેનામાં ધ્યાનચંદની ચાર હાથની પ્રતિમા છે, જેમાં બે હાથ સિવાય બે હોકી સ્ટિક પણ બનાવવામાં આવી છે.
ભારતના સર્વશ્રેષ્ઠ એવોર્ડ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા
ધ્યાનચંદને 1956માં ભારતના સર્વશ્રેષ્ઠ એવોર્ડ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કાર તેમના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવે છે. ભારતીય ઓલિમ્પિક સંઘે ધ્યાનચંદને સદીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો છે. ધ્યાનચંદની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. દિલ્હીમાં તેમના સન્માનમાં ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.

×