ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

The Crime Story: સુરત ગ્રામ્ય પોલીસનો પાવર ડોગ બન્યો હીરો, સામૂહિક દુષ્કર્મ કેમમાં મળી મોટી સફળતા

The Crime Story: સુરત ગ્રામ્ય પોલીસનો પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો છે. મોટા બોરસરા ખાતે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પાવર નામના ડોગે આરોપીઓને જેલની હવા ખાતા કરી નાખ્યાં છે. પાવર ડોગની ચતુરાઈને કારણે સુરત ગ્રામ્ય પોલીસને સામૂહિક દુષ્કર્મ...
09:26 AM Dec 16, 2024 IST | VIMAL PRAJAPATI
The Crime Story: સુરત ગ્રામ્ય પોલીસનો પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો છે. મોટા બોરસરા ખાતે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પાવર નામના ડોગે આરોપીઓને જેલની હવા ખાતા કરી નાખ્યાં છે. પાવર ડોગની ચતુરાઈને કારણે સુરત ગ્રામ્ય પોલીસને સામૂહિક દુષ્કર્મ...

The Crime Story: સુરત ગ્રામ્ય પોલીસનો પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો છે. મોટા બોરસરા ખાતે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પાવર નામના ડોગે આરોપીઓને જેલની હવા ખાતા કરી નાખ્યાં છે. પાવર ડોગની ચતુરાઈને કારણે સુરત ગ્રામ્ય પોલીસને સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટી સફળતા મળી હતી. સુરત ગ્રામ્ય પોલીસનો પાવર નામનો ડોગ હીરો બન્યો છે.

આરોપીઓને પકડવા માટે પોલીસે ડોગ સ્કવોર્ડની મદદ લેવાઈ હતી

પોલીસ વિભાગના અલગ અલગ દળો પૈકીનું મહત્વનું દળ એટલે ગુનાહ શોધક શ્વાન દળ,આ દળ મોટા મોટા નેતાઓની સુરક્ષા, વિસ્ફોટ ઘટનાની તપાસ અને ક્રાઇમની ઘટનાઓની તપાસ કરે છે. અનેક પ્રકારની તાલીમો આપી તૈયાર કરેલા શ્વાનોની ગુનાહ શોધક શ્વાન દળમાં ભરતી કરવામાં આવે છે, ત્યારે સુરત ગ્રામ્ય ગુનાહ શોધક શ્વાન દળને એક ગંભીર ગુનામાં તપાસ માટે બોલાવવામાં આવ્યું હતું. ગત 8 ઓકટોબરની રાત્રિએ મોટા બોરસરા નજીક 17 વર્ષની તરુણી ઉપર સામૂહિક દુષ્કર્મ ની ઘટના બની હતી. દુષ્કર્મની ઘટનાને અંજામ આપી નરાધમો ફરાર થઈ ગયા હતા. પોલીસ પાસે આરોપીઓને પકડવા માટે કોઈ કડી ન હતી ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ડોગ સ્કવોર્ડની મદદ લીધી હતી. ડોગ સ્કવોર્ડની ટીમ પાવર નામના ડોબરમેન ડોગને લઈ ને ઘટના સ્થળે આવી હતી. દરમિયાન પાવર ડોગ ગુના ના સ્થળેથી 800 ફૂટ દૂર એક મોટર સાયકલ પાસે અટકી ગયો હતો ત્યારે પોલીસ મોટર સાઇકલ કોની છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

પાવર ડોગ ઘટનાની મૂળ કડી શોધવામાં મદદરૂપ સાબિત થયો

પોલીસ પહેલેથી જ મૂળ કડી શોધી રહી હતી,ત્યારે પાવર ડોગ પોલીસને ઘટનાની મૂળ કડી શોધવામાં ખૂબ મદદરૂપ સાબિત થયો હતો. ટના સ્થળના 800 ફૂટ દૂરથી મળી આવેલી મોટર સાઇકલથી જ આખી સામૂહિક દુષ્કર્મની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ મોટર સાઈકલના મૂળ માલિક સુધી પહોંચી હતી અને તપાસ દરમિયાન મોટરસાઇકલ ના ચાર વખત માલિક બદલાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. મોટરસાઇકલ કામરેજના તનવીર નામના માલિકની હોવાનું સામે આવતા પોલીસ તનવીર પાસે ગઈ હતી અને ત્યાં પર્દાફાશ થયો હતો કે આરોપી રામસજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા તનવીર પાસે મોટરસાઇકલ ફેરવવા માટે લઈ ગયો હતો. પોલીસને આરોપીના નામ અને મોબાઈલ નંબર મળી આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ ત્રણેય નરાધમોની ધરપકડ કરી હતી. આમ પાવર ડોગની ચતુરાઈને કારણે સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં જ એક મોટી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને આરોપીઓને જેલની હવા ખાતા કરી નાખ્યાં હતાં.

પાવર ડોગની હોશિયારીને કારણે જ ઘટનાનો ભેદ ઉકેલાયો

સુરત ગ્રામ્ય પોલીસના પાવર ડોગે માત્ર સામૂહિક દુષ્કર્મ ઘટના જ નહી પરંતુ સુરત ના કીમ નજીક ટ્રેન ઉથલાવવા ના પ્રયાસના બનાવમાં પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રમોશન મેળવવા માટે રેલવે ના જ કર્મચારીઓ દ્વારા રેલવે પાટા ના પેડ લોક ખોલી નાખ્યાં હતાં. ત્યારે આ ઘટનામાં પાવર ડોગ દ્વારા જ પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી મળી હતી. ઘટનામાં રેલવે ના જ કર્મચારીઓ આરોપી નીકળ્યા હતા. ત્યારે પાવર ડોગની હોશિયારી ને કારણે જ પોલીસે આખી ઘટનાનો ભેદ ઉકેલ્યો અને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.આમ સુરત ગ્રામ્ય પોલીસના પાવર ડોગની મદદથી પોલીસને ઘણા ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

પાવર ડોગને કારણે જ પીડિત તરુણી અને તેના પરિવારને ન્યાય મળ્યો

કામરેજના ઘાલુડી પોલીસ હેડ ક્વાટર ખાતે આવેલ સુરત ગ્રામ્ય ગુનાહ શોધક શ્વાન દળમાં પાવર ડોગ સહિત કુલ 3 ડોગ છે,તમામ ડોગ ને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવે છે,ગ્રામ્ય પોલીસ દ્વારા ડોગની કાળજી પણ એટલી જ કરવામાં આવે છે. સુરત ગ્રામ્ય પોલીસના ડોગ આરોપીઓ સુધી પહોંચવા માટે સક્ષમ છે. જેનું ઉદાહરણ સુરત ગ્રામ્ય ગુનાહ શોધક શ્વાન દળનો 2 વર્ષનો પાવર ડોગ છે. પાવર ડોગ તેની કામગીરી ને લઈ સુરત જ નહી પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ વિભાગમાં હીરો સાબિત થયો છે. પાવર ડોગને કારણે જ પીડિત તરુણી અને તેના પરિવાર ને ન્યાય મળ્યો છે. ત્યારે રેન્જ આઇજી તેમજ સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઇસરે પણ પાવર ડોગને રોકડ રકમ તેમજ પ્રમાણપત્ર આપી ને સન્માનિત કર્યો છે.

Tags :
Crime NewsGujarat PoliceGujarati Crime NewsPowe Dogsurat crime newsSurat PoliceSurat Police Powe DogThe Crime Story
Next Article