ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોરંભો

કાળી ગોરંભાયેલ મેઘલી રાતે જામી હતી.સુપ્રિયા બેચેની દૂર કરવા બારી પાસે જઈ ઉભી, વરસાદના ફરફર ફોરાં શરૂ થતાં ઉઠેલ માટીની મીઠી મહેક અને આહલાદક ઠંડી હવાએ એની મન અને શરીરની આગને વધુ ભડકાવી. એ વધુ વાર ત્યાં ઉભી ન રહી શકી.દોડતી આવી પલંગ પર પડતું મૂક્યું. બાજુની ખાલી જગ્યા પર હાથ ફેરવતા એનાથી ન જ રહેવાયું.  એણે હાથમાં મોબાઈલ લીધો ને, અનાયાસ જ આંગળીઓ મેસેજ ટાઈપ કરવા લાગી..'તારા વગર હવે નથી રહેવ
12:30 AM Jun 08, 2022 IST | Vipul Pandya
કાળી ગોરંભાયેલ મેઘલી રાતે જામી હતી.સુપ્રિયા બેચેની દૂર કરવા બારી પાસે જઈ ઉભી, વરસાદના ફરફર ફોરાં શરૂ થતાં ઉઠેલ માટીની મીઠી મહેક અને આહલાદક ઠંડી હવાએ એની મન અને શરીરની આગને વધુ ભડકાવી. એ વધુ વાર ત્યાં ઉભી ન રહી શકી.દોડતી આવી પલંગ પર પડતું મૂક્યું. બાજુની ખાલી જગ્યા પર હાથ ફેરવતા એનાથી ન જ રહેવાયું.  એણે હાથમાં મોબાઈલ લીધો ને, અનાયાસ જ આંગળીઓ મેસેજ ટાઈપ કરવા લાગી..'તારા વગર હવે નથી રહેવ
કાળી ગોરંભાયેલ મેઘલી રાતે જામી હતી.
સુપ્રિયા બેચેની દૂર કરવા બારી પાસે જઈ ઉભી, વરસાદના ફરફર ફોરાં શરૂ થતાં ઉઠેલ માટીની મીઠી મહેક અને આહલાદક ઠંડી હવાએ એની મન અને શરીરની આગને વધુ ભડકાવી. એ વધુ વાર ત્યાં ઉભી ન રહી શકી.
દોડતી આવી પલંગ પર પડતું મૂક્યું. 
બાજુની ખાલી જગ્યા પર હાથ ફેરવતા એનાથી ન જ રહેવાયું. 
 એણે હાથમાં મોબાઈલ લીધો ને, અનાયાસ જ આંગળીઓ મેસેજ ટાઈપ કરવા લાગી..
'તારા વગર હવે નથી રહેવાતું જલ્દી આવી જાને..' મેસેજ યંત્રવત ફોરવર્ડ થયો.
"કાશ મેસેજ જોઈ જલ્દી
આવી જાય" એક ટીસ ઉઠી ને, એના મનનો ગોરંભો પણ ઉના ઉના આંસુ રૂપે વરસી ગયો. 
ત્યારે સામેની દીવાલે હસું હસું થતી મૃત પતિની તસ્વીર એકટક જાણે એને જ જોઈ રહી હતી.
-આરતી રાજપોપટ
Tags :
AartiRajpopatGorambhoGujaratFirstGujaratiMicrofictionMicrofictionShortStorysmokingstory
Next Article