સેનામાં જોડાવાની પોતાની અધૂરી ઈચ્છા પર રક્ષામંત્રીએ કહી આ વાત..
દેશના સંરક્ષણ પ્રધાનશ્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે તેઓ ભારતીય સેનામાં જોડાવા માંગ હતા . પરંતુ પરિવારના જવાબદારી કારણે તેઓ કરી શક્યા નહીં.આસામ રાઈફલ્સ અને ભારતીય સેનાના 57મા માઉન્ટેન ડિવિઝનના જવાનોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે મેં પણ સેનામાં જોડાવા માટે પરીક્ષા આપી હતી.તેણે કહ્યું, 'હું મારા બાળપણની એક વાર્તા કહેવા માંગુ છું. કે હું પણ આર્મીમાં જોડાવા માંગતો હતો અàª
12:14 PM Aug 19, 2022 IST
|
Vipul Pandya
દેશના સંરક્ષણ પ્રધાનશ્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે તેઓ ભારતીય સેનામાં જોડાવા માંગ હતા . પરંતુ પરિવારના જવાબદારી કારણે તેઓ કરી શક્યા નહીં.આસામ રાઈફલ્સ અને ભારતીય સેનાના 57મા માઉન્ટેન ડિવિઝનના જવાનોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે મેં પણ સેનામાં જોડાવા માટે પરીક્ષા આપી હતી.તેણે કહ્યું, 'હું મારા બાળપણની એક વાર્તા કહેવા માંગુ છું. કે હું પણ આર્મીમાં જોડાવા માંગતો હતો અને મેં એકવાર શોર્ટ સર્વિસ કમિશની પરીક્ષા આપી હતી. અને લેખિત પરીક્ષા પણ આપી હતી, પરંતુ મારા પિતાના અવસાન અને અન્ય કેટલીક પરિવાની સમસ્યાઓના કારણે હું આર્મીમાં જોડાઈ ન શક્યો .
તેણે કહ્યું, 'જો તમે બાળકને આર્મી યુનિફોર્મ આપો છો, તો તમે જોશો કે તેનું વર્તન બદલાઈ જાય છે.આ યુનિફોર્મમાં કંઈક છે. ત્યારે આ અવસરે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ તેમની સાથે હતા.કાર્યક્રમ પહેલા તેઓ સેનાના જવાનો અને અધિકારીઓને પણ મળ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે ભારત અને ચીન વચ્ચેના વિવાદ દરમિયાન સુરક્ષા દળોએ બતાવેલી બહાદુરીને યાદ કરી.તેમણે કહ્યું, "જ્યારે ભારત-ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યા હતા , ત્યારે કદાચ તમારી પાસે વિગતો ન હતી, પરંતુ હું અને તે સમયના આર્મી ચીફ અમારા જવાનોની હિંમત અને બહાદુરીથી પરિચિત હતા,
રાજનાથ સિંહેએ કહ્યું હું જ્યાં પણ જાઉં છું ત્યાં એ વાતનું ધ્યાન રાખું છું કે હું સેનાના જવાનોને મળું.જ્યારે મારી મણિપુર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મેં સેના પ્રમુખ પાંડેજીને કહ્યું કે હું આસામ રાઈફલ્સ અને 57મી માઉન્ટેન ડિવિઝનના જવાનોને મળવા માંગુ છું.તેણે કહ્યું કે તે સેનાના જવાનોને મળીને ગર્વ અનુભવે છે. આસામ રાઇફલ્સ ઘણા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેને પૂર્વોત્તરનો ચોકીદાર કહેવો યોગ્ય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ મણિપુરની બે દિવસીય મુલાકાતે છે.
Next Article