ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

માજીનું ડૂસકું અને તેમના “વિસામાની વેદના” આંખમાં કાંકરીની જેમ મને ખૂંચ્યા કરે છે

​તાજેતરમાં વડીલોને આશરો આપતા એક 'વૃદ્ધાશ્રમ'ની મુલાકાતે જવાનું થયું. બહુ જ જાણીતા એ વૃદ્ધાશ્રમમાં પ્રવેશતા જ વૃક્ષો આચ્છાદિત બાગ બગીચાથી શોભતા અને અધતન સાધન સુવિધાથી સજ્જ આશ્રમઘર અને એના સંચાલકશ્રીઓનો બધા સાથેનો માયાળુ વર્તાવ વગેરે બધું હાજર હોવા છતાં વાતાવરણમાં એક ન સમજાય તેવી બેચેની અને અજંપો અનુભવી શકાતા હતા.​કેટલાક વૃદ્ધજનો છાપું વાંચવામાં મશગૂલ હતા. બે-ત્રણ વૃદ્ધ મહિલà
06:30 AM Jun 17, 2022 IST | Vipul Pandya
​તાજેતરમાં વડીલોને આશરો આપતા એક 'વૃદ્ધાશ્રમ'ની મુલાકાતે જવાનું થયું. બહુ જ જાણીતા એ વૃદ્ધાશ્રમમાં પ્રવેશતા જ વૃક્ષો આચ્છાદિત બાગ બગીચાથી શોભતા અને અધતન સાધન સુવિધાથી સજ્જ આશ્રમઘર અને એના સંચાલકશ્રીઓનો બધા સાથેનો માયાળુ વર્તાવ વગેરે બધું હાજર હોવા છતાં વાતાવરણમાં એક ન સમજાય તેવી બેચેની અને અજંપો અનુભવી શકાતા હતા.​કેટલાક વૃદ્ધજનો છાપું વાંચવામાં મશગૂલ હતા. બે-ત્રણ વૃદ્ધ મહિલà

​તાજેતરમાં વડીલોને આશરો આપતા એક 'વૃદ્ધાશ્રમ'ની મુલાકાતે જવાનું થયું. બહુ જ જાણીતા એ વૃદ્ધાશ્રમમાં પ્રવેશતા જ વૃક્ષો આચ્છાદિત બાગ બગીચાથી શોભતા અને અધતન સાધન સુવિધાથી સજ્જ આશ્રમઘર અને એના સંચાલકશ્રીઓનો બધા સાથેનો માયાળુ વર્તાવ વગેરે બધું હાજર હોવા છતાં વાતાવરણમાં એક ન સમજાય તેવી બેચેની અને અજંપો અનુભવી શકાતા હતા.


કેટલાક વૃદ્ધજનો છાપું વાંચવામાં મશગૂલ હતા. બે-ત્રણ વૃદ્ધ મહિલાઓ હિંચકા ઉપર ઝૂલતી હતી તો કેટલાક વડીલો સવારના કુમળા તડકામાં બગીચાની લોન ઉપર ધીમે ડગલે “વોકિંગ” કરતા હતા. ઉપર ઉપરથી તો બધા સામાન્ય અને સંતુષ્ટ હોવાનો ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરતા હતા તેમ છતાં તેમની આંખોમાં ન સમજી શકાય તેવો એક ખાલીપો ભીનાશ બનીને તરવરતો હતો. ​કંઈક જાણવાના ઈરાદાથી જવાયું હતું એટલે આશ્રમના સંચાલકશ્રીની અનુમતિ લઇને થોડાક વયસ્ક નાગરિકો સાથે જે વાતો થઇ તેમાંથી વૃદ્ધાશ્રમની સાથે દીકરા-દીકરી અને પોત્ર-પોત્રીઓથી હર્યું ભર્યું ઘર ન છૂટકે છોડવું પડ્યું, એ વિષમ સંજોગોનો વસવસો પણ તેમના શબ્દોમાં  વ્યક્ત થતો હતો.


એક માજી જોડે ખુબ લાંબી વાતો થઈ. અમારા બંને વચ્ચે સંવેદનાનો સેતુ પણ રચાયો. ધીમે ધીમે તેઓ ખૂલતા ગયા. અને પછી તેમણે મારો હાથ પકડીને મને તેમના રૂમમાં આવવા આગ્રહ કર્યો. ચોખ્ખા ચણાક એ રૂમમાં ઇષ્ટદેવની મૂર્તિ આગળ દીપ અને ધૂપસળીની હાજરીથી વાતાવરણ પવિત્ર લાગતું હતું. થોડીક આડી અવળી વાતો કરીને પેલા માજી મને હાથ પકડીને રૂમની બારી પાસે દોરી ગયા. આંખમાં ઝળઝળિયાં સાથે વૃદ્ધાશ્રમથી લગભગ 700-800 ફૂટના અંતરે ઉભેલો એક ત્રણ માળનો રંગરોગાનથી શોભતો બંગલો તેમણે મને બતાવ્યો અને પછી રડતા અવાજે બોલ્યા, “પેલો બંગલો દેખાય છે ને બેટા, એ મારો છે, મારા પતિએ જીવનભર મહેનત કરીને બનાવેલા એ બંગલામાં મારા એકના એક પુત્ર સાથે અમે વર્ષો સુધી સુખ ભર્યું જીવન જીવતા રહ્યા. દીકરો મોટો થયો ભણી ગણીને પરણીને ઠરીઠામ થયો, ત્યાં જ અચાનક હાર્ટએટેકમાં મારા પતિનું અવસાન થયું અને એ પછી મારા ખરાબ દિવસો શરૂ થયા, પહેલા પુત્રવધૂ અને પછી પુત્ર માટે ધીમે ધીમે હું એક અસહ્ય બોજ બનતી ગઈ, મને અનેક રીતે હેરાન કરાઈ અને એક દિવસ તેઓ બંને સમજાવી પટાવીને મને આ વૃધાશ્રમમાં મૂકી ગયા.” એટલું બોલતામાં જ પેલા માજીથી એક દર્દનાક ડુસકુ મુકાઇ ગયું.


મારાથી પણ મારી ઈચ્છા વિરુદ્ધ રડી પડાયું. એ પછી માજીના જીવનની ઘણી કડવી મીઠી વાતો થઇ અને સમય પૂરો થતા અમે છુટાં પડ્યા. ખુબ પ્રયત્ન કરું છુ છતાં પેલા માજીનું ડુસકુ અને તેમના “વિસામાની વેદના” આંખમાં કાંકરીની જેમ મને ખૂચ્યાં કરે  છે.

Tags :
familyissueGujaratFirstoldagehomeseniorcitizensociety
Next Article