રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ફરી આવ્યો વિવાદમાં
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ફરી એકવાર વિવાદના વમળમાં આવી ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર, 15થી 20 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા છતાં ગેરહાજર બતાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. હોલ ટિકિટ પર સુપરવાઈઝરની સહી અને યુનિવર્સિટીના રજિસ્ટરમાં વિદ્યાર્થીઓની હાજરીની નોંધ હોવા છતાં, તેમને ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે યુનિવર્સિટીની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
Advertisement
Rajkot : રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ફરી એકવાર વિવાદના વમળમાં આવી ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર, 15થી 20 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા છતાં ગેરહાજર બતાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. હોલ ટિકિટ પર સુપરવાઈઝરની સહી અને યુનિવર્સિટીના રજિસ્ટરમાં વિદ્યાર્થીઓની હાજરીની નોંધ હોવા છતાં, તેમને ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે યુનિવર્સિટીની કામગીરી પર સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થીઓએ આ મુદ્દે યુનિવર્સિટીને રજૂઆત કરી હોવા છતાં, હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી, જેના પરિણામે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેમના પરીક્ષાના પરિણામો અટવાયેલા છે.
Advertisement