Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધ કાશ્મીર ફાઈલ : ફિલ્મને લઈને હરિયાણા સરકારે જાહેર કર્યો આદેશ

અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. કાશ્મીરી પંડિતોની દુર્ઘટના પર આધારિત આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોને 1990ના દાયકામાં ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જો કે હવે હરિયાણા સરકારે આ ફિલ્મને લઈને એક નવી જાહેરાત કરી છે. હરિયાણા સરકારે ફિલ્મને લઈને આદેશ જારી કર્યો છે
ધ કાશ્મીર ફાઈલ   ફિલ્મને
લઈને હરિયાણા સરકારે જાહેર કર્યો આદેશ
Advertisement

અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. કાશ્મીરી
પંડિતોની દુર્ઘટના પર આધારિત આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મમાં
દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોને 1990ના દાયકામાં ઘર છોડવા
માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જો કે હવે હરિયાણા સરકારે આ ફિલ્મને લઈને એક નવી
જાહેરાત કરી છે.
હરિયાણા સરકારે ફિલ્મને લઈને આદેશ જારી
કર્યો છે. આબકારી અને કરવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું
છે કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.


Advertisement

તમને જણાવી દઈએ કે આર્ટિકલ 370 થી લઈને કાશ્મીરના ઈતિહાસની પણ
ફિલ્મમાં વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે
વર્ષોથી કાશ્મીરી પંડિતોના નરસંહારને દબાવવામાં આવ્યો હતો.
આ ફિલ્મ ભારતમાં બહુ ઓછી 700 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે, ત્યાર બાદ પણ આ ફિલ્મે પહેલા દિવસે લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી
લીધી છે.
જમ્મુની એક કોર્ટે ફિલ્મમાંથી કેટલાક
દ્રશ્યો હટાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે નિર્માતાઓને ફિલ્મમાંથી એવા દ્રશ્યો
હટાવવાનો આદેશ આપ્યો છે જેમાં ભારતીય વાયુસેનાના સ્વર્ગસ્થ સ્ક્વોડ્રન લીડર રવિ
ખન્નાના શૂટિંગને દર્શાવવામાં આવ્યું છે. આ અંગે તેમની પત્ની નિર્મલ ખન્નાએ અરજી
દાખલ કરી હતી.

Advertisement

 

 

Tags :
Advertisement

.

×