Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ લીધી બ્રહ્માંડની પ્રથમ હાઈ-રીઝોલ્યુશન કલર ઈમેજ

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દુનિયાથી કઇંક અલગ જ કરવામાં હંમેશા જાણીતી છે. નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડની એક એવી તસવીર લીધી છે જે ખરેખરમાં જ અદ્ભુત છે. આ ઈમેજ બ્રહ્માંડની પ્રથમ હાઈ-રિઝોલ્યુશન કલર ઈમેજ છે. આ ફોટામાં અવકાશની ઊંડી સુંદરતા દેખાય છે.ઘણી વખત, આપણે અવકાશમાંથી કેટલીક એવી વસ્તુઓ વિશે જાણીએ છીએ, જેના વિશે જોઈને અને સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. આ કડીમાં, અ
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ લીધી બ્રહ્માંડની પ્રથમ હાઈ રીઝોલ્યુશન કલર ઈમેજ
Advertisement
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દુનિયાથી કઇંક અલગ જ કરવામાં હંમેશા જાણીતી છે. નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડની એક એવી તસવીર લીધી છે જે ખરેખરમાં જ અદ્ભુત છે. આ ઈમેજ બ્રહ્માંડની પ્રથમ હાઈ-રિઝોલ્યુશન કલર ઈમેજ છે. આ ફોટામાં અવકાશની ઊંડી સુંદરતા દેખાય છે.
ઘણી વખત, આપણે અવકાશમાંથી કેટલીક એવી વસ્તુઓ વિશે જાણીએ છીએ, જેના વિશે જોઈને અને સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. આ કડીમાં, અમેરિકાના સ્પેસ એજન્સી નાસાએ વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા ગેલેક્સીની એક એવી પ્રકારની પ્રથમ તસવીર બતાવી છે, જે પહેલા ક્યારેય જોવા મળી નથી. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને વ્હાઇટ હાઉસની બ્રીફિંગમાં આ પ્રથમ રંગીન ફોટો જાહેર કર્યો છે. આ તસવીરને રિલીઝ કરતી વખતે તેમણે તેને ઐતિહાસિક ગણાવી હતી. આ બ્રહ્માંડની અત્યાર સુધીની સૌથી ઊંડી ઇન્ફ્રારેડ તસવીર છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે આ તસ્વીરો પહેલીવાર જોઇ હતી. હાલમાં આ તસવીર નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ફોટામાં, જગ્યાને ખૂબ વિગતવાર ક્લિક કરવામાં આવી છે અને તેમા નાના કણો પણ જોઈ શકાય છે. તસવીર જાહેર કરતાં જો બાઇડેને કહ્યું કે આખા અમેરિકા અને માનવતા માટે આ સૌથી ઐતિહાસિક ક્ષણ છે.
Advertisement

એવું માનવામાં આવે છે કે વેબ ટેલિસ્કોપમાંથી લેવામાં આવેલો આ ફોટો માત્ર વિજ્ઞાન, ટેક્નોલોજી, ખગોળશાસ્ત્ર અને અવકાશ સંશોધન માટે જ નહીં પરંતુ અમેરિકા અને સમગ્ર માનવતા માટે એક ઐતિહાસિક તક છે. NASA, ESA (યુરોપિયન સ્પેસ એજન્સી) અને CSA (કેનેડિયન સ્પેસ એજન્સી) સાથે ભાગીદારીમાં, ત્યારબાદ મંગળવારે (12 જુલાઈ, 2022) સવારે 10:30 વાગ્યે ટીવી પ્રસારણ દ્વારા રંગીન ફોટાઓ અને સંબંધિત ડેટાનો સંપૂર્ણ સેટ રિલીઝ કરશે.
10 બિલિયન ડોલરની રકમથી તૈયાર ટેલિસ્કોપને ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને હાલમાં તે પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે સૂર્યની પરિક્રમા કરી રહ્યું છે. આ ટેલિસ્કોપ, તેના વિશાળ પ્રાથમિક અરીસા અને સાધનોની મદદથી, અવકાશમાં અન્ય કોઈપણ ટેલિસ્કોપ કરતાં વધુ અંતર જોઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.

×