Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આવતા અઠવાડિયે આવશે વર્ષનું પહેલું વાવાઝોડું, ઓડિશાના 18 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો બીજે ક્યાં અસર થશે?

દક્ષિણ આંદામાન સમુદ્ર પર સર્જાયેલું નીચું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની શક્યતા છે. જે અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. જે મુજબ આવતા અઠવાડીયાની શરુઆતમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે આ તોફાન અથડાશે. અંદમાન સાગરમાં સર્જાયલું આ દબાણ રવિવાર સાંજ સુધીમાં ચક્રવાાતી વાવાઝોડામાં રુપાંતરિત થઇ જશે. 18 જિલ્લાઓમાં એલર્ટચક્રવાતી તોફાનને લઇને àª
આવતા અઠવાડિયે આવશે વર્ષનું પહેલું વાવાઝોડું  ઓડિશાના 18 જિલ્લાઓમાં એલર્ટ જાહેર  જાણો બીજે ક્યાં અસર થશે
Advertisement
દક્ષિણ આંદામાન સમુદ્ર પર સર્જાયેલું નીચું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની શક્યતા છે. જે અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. જે મુજબ આવતા અઠવાડીયાની શરુઆતમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે આ તોફાન અથડાશે. અંદમાન સાગરમાં સર્જાયલું આ દબાણ રવિવાર સાંજ સુધીમાં ચક્રવાાતી વાવાઝોડામાં રુપાંતરિત થઇ જશે. 
18 જિલ્લાઓમાં એલર્ટ
ચક્રવાતી તોફાનને લઇને ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. જોખમને ધ્યાને રાખીને સરકારે NDRFની 17 ટીમો અને ODRAFની 20 ટીમો તૈનાત કરી છે. ફાયર બ્રિગેડની 175 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ચેતવણી જાહેર કરીને હવામાન વિભાગે કહ્યું છે કે પુરી, ઢેંકનાલ અને ઉત્તરમાં ઓડિશાના કાંઠા વિસ્તારના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. તો આ તરફ બંગાળમાં ચક્રવાતની અસર દેખાવા લાગી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ બાદ લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
'ફાની', 'અમ્ફાન' અને 'યાસ' પછી નવો ખતરો
IMDના જણાવ્યા અનુસાર આવતા અઠવાડીયે મંગળવારથી શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ઉનાળાથી આ દરિયાઈ વિસ્તારમાં સતત ચક્રવાતી તોફાન આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સમયસર ચેતવણી જાહેર કરવાને કારણે આ વખતે ઓછા નુકસાનની અપેક્ષા છે. આ પહેલા 2021માં 'યાસ', 2020માં 'અમ્ફાન' અને 2019માં 'ફાની' વાવાઝોડાએ ઓડિશાને ધમરોળ્યું હતું.
પૂર્વોત્તરના રાજ્યોમાં અસર તશે
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે 8 મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તેની સ્પીડ 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. ચક્રવાતી તોફાન આસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જોવા મળી શકે છે. ઓડિશા છેલ્લા કેટલાક વર્ષોથી ચક્રવાતનો સામનો કરી રહ્યું છે.
મંગળવારથી શુક્રવાર સુધી ચેતવણી
રવિવાર સાંજ સુધીમાં તે વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. હવામાન કચેરીએ ચક્રવાતી વાવાઝોડાની સંભવિત રચનાને ધ્યાનમાં રાખીને આવતા સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન દરમિયાન પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. તેથી 9 મેથી દરિયામાં ઉછળતા ઊંચા મોજાને કારણે માછીમારોને દરિયાઈ વિસ્તારમાં જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે.
Tags :
Advertisement

.

×