ઈટલીમાં ઘટી મોટી દુર્ઘટના; ગ્લેશિયર તૂટતા 6 લોકોના મોત, 8 લોકો ઘાયલ અને 2ની હાલત ગંભીર
ઈટલીમાં રવિવારે બપોરે મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં આલ્પાઇન ગ્લેશિયરનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. જેમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. અલ્પાઈન ગ્લેશિયરનો મોટો ભાગ તૂટ્યોદુર્ઘટનામાં અનેક લોકોના મોત ઘટનામાં 8 લોકો ઇજાગ્રસ્તબરફના ખડકોના કાટમાળમાં ફસાયા છે 18 લોકોઈટાલિયન રાજ્ય ટેલિવિઝન ચેનલના જણાવ્યા અનુસાર, 6 લોકો બરફ અને ખડકોના કાટમાળથી દબાયા હતàª
02:24 PM Jul 04, 2022 IST
|
Vipul Pandya
ઈટલીમાં રવિવારે બપોરે મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં આલ્પાઇન ગ્લેશિયરનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. જેમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા.
- અલ્પાઈન ગ્લેશિયરનો મોટો ભાગ તૂટ્યો
- દુર્ઘટનામાં અનેક લોકોના મોત
- ઘટનામાં 8 લોકો ઇજાગ્રસ્ત
- બરફના ખડકોના કાટમાળમાં ફસાયા છે 18 લોકો
ઈટાલિયન રાજ્ય ટેલિવિઝન ચેનલના જણાવ્યા અનુસાર, 6 લોકો બરફ અને ખડકોના કાટમાળથી દબાયા હતા, પરંતુ મૃત્યુઆંકની પુષ્ટિ થઈ શકી નથી. કેટલા લોકો ગુમ છે તે પણ જાણી શકાયું નથી. નેશનલ આલ્પાઈન અને કેવ રેસ્ક્યુ કોર્પ્સે ટ્વીટ કર્યું છે કે મારમોલાડા પીક વિસ્તારમાં ચાલી રહેલા બચાવમાં 5 હેલિકોપ્ટર અને સ્નિફર ડોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈમરજન્સી સર્વિસે ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ગ્લેશિયર તૂટી પડવાથી 6 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે.” વેનેટો પ્રદેશમાં સ્થિત SUEM ડિસ્પેચ સર્વિસે જણાવ્યું હતું કે 18 લોકો બરફ અને ખડકોના કાટમાળ વચ્ચે ફસાયા હતા, જેને આલ્પાઇન રેસ્ક્યુ કોર્પ્સના કર્મચારીઓ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
- ગ્લેશિયર તૂટવાનું કારણ હજી અકબંધ
- ગ્લેશિયર તૂટવાનું કારણ ગરમી પણ હોઈ શકે
- મર્મોલાડા પર્વત છે સૌથી ઉંચો શિખર
- મર્મોલાડા પર્વતની ઉંચાઈ 11,000 ફૂટ
મર્મોલાડા એ પૂર્વીય ડોલોમાઈટ્સમાં સૌથી ઉંચુ શિખર છે, જેની ઉંચાઈ લગભગ 11,000 ફૂટ છે. આલ્પાઈન રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તા વોલ્ટર મિલાને જણાવ્યું હતું કે ગ્લેશિયરનો મોટો હિસ્સો શાના કારણે તૂટી ગયો તે હજી સ્પષ્ટ થયો નથી. તેમણે કહ્યું કે ઈટાલી જૂન મહિનાથી આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. ગ્લેશિયર તૂટવાનું કારણ ગરમી પણ હોઈ શકે છે.
Next Article