ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આરોગ્ય કર્મચારીનું સ્વાસ્થ્ય જોખમમાં! એક દાયકાથી પ્રાથમિક સુવિધાઓનો છે અભાવ

પોરબંદર શહેરના કમલાબાગ નજીકના રહેણાંક વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ વસવાટ કરે છે. સરકારી ક્વાર્ટરના આ રહેણાંક વિસ્તારમાં વર્ષોથી રોડ, પાણી, સાફસફાઇ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આમ છતાં તંત્રની ઉદાશીનતાના લીધે આરોગ્ય કર્મચારીઓના આરોગ્ય ઉપર જોખમ મંડરાઇ રહ્યું છે તેમ આ વિસ્તારમાં ગટરોના ગંદા પાણ
04:07 PM Dec 21, 2022 IST | Vipul Pandya
પોરબંદર શહેરના કમલાબાગ નજીકના રહેણાંક વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ વસવાટ કરે છે. સરકારી ક્વાર્ટરના આ રહેણાંક વિસ્તારમાં વર્ષોથી રોડ, પાણી, સાફસફાઇ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આમ છતાં તંત્રની ઉદાશીનતાના લીધે આરોગ્ય કર્મચારીઓના આરોગ્ય ઉપર જોખમ મંડરાઇ રહ્યું છે તેમ આ વિસ્તારમાં ગટરોના ગંદા પાણ
પોરબંદર શહેરના કમલાબાગ નજીકના રહેણાંક વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ વસવાટ કરે છે. સરકારી ક્વાર્ટરના આ રહેણાંક વિસ્તારમાં વર્ષોથી રોડ, પાણી, સાફસફાઇ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આમ છતાં તંત્રની ઉદાશીનતાના લીધે આરોગ્ય કર્મચારીઓના આરોગ્ય ઉપર જોખમ મંડરાઇ રહ્યું છે તેમ આ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી બહાર આવી રહ્યાં છે. 
આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોના આરોગ્ય માટે સતત ફિલ્ડવર્ક, ઓફિસ વર્ક તેમજ જરૂરી કામગીરી કરતા હોય છે.પરંતુ આ આરોગ્ય કર્મચારીઓના જ વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કમલાબાગ પાછળના ભાગે આવેલ પશુ દવાખાના પટાગણમાં સરકારી ક્વાર્ટરો આવેલા છે. જેમાં જિલ્લા પંચાયત તેમજ અન્ય સરકારી કર્મચારીઓ રહે છે અને નિયત ભાડુ પણ ચૂકવે છે તેવું જાણવા મળ્યું છે. પરંતુ વર્ષોથી પશુ દવાખાનાના સરકારી ક્વાર્ટરના રહેણાક વિસ્તારમાં રોડ, પાણી, સાફસફાઇ, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આમ છતાં તંત્ર આરોગ્ય કર્મચારીઓના આરોગ્ય માટે તેમજ પ્રાથમિક સુવિધા આપવામાં ઉદાશીનતા દાખવી રહ્યું છે.
આ વિસ્તાર જિલ્લા પંચાયત તેમજ અન્ય વિભાગ હેઠળ આવે છે. પરંતુ આ વિસ્તાર જે પણ લાગતા વળગતા તંત્ર હેઠળ આવે છે તેઓએ આ વિસ્તારની મુલાકાત લેવી જોઇએ. આ વિસ્તારના સ્થાનીકોનું કહેવું છે કે ૧રથી ૧૪ ક્વાર્ટરો આવેલા છે. આમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારના લોકો માટે પ્રાથમિક સુવિધા આજદીન સુધી આપી નથી. જેથી રહેણાંક વિસ્તારની મહિલાઓની માગ છે કે આ વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન પાયાની સુવિધા મળી નથી. પરંતુ હવે સરકાર પાસે આશા છે કે આરોગ્ય કર્મચારીઓના રહેણાંક ક્વાર્ટર વિસ્તારમાં પાણી, રસ્તો, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ આપવામાં આવે. જેથી આરોગ્ય કર્મચારીઓના પરિવારો આ વિસ્તારમાં રહી શકે.
આપણ  વાંચો-દિલ્હીમાં CM ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સાથે કરી શુભેચ્છા મુલાકાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DepartmentOfHealthGujaratFirsthealthLackofconveniencePorbandarroads
Next Article