ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દક્ષિણ એશિયામાં સૌથી વધુ ફુગાવો પાકિસ્તાનમાં, લોકોની થઇ છે આ હાલત

પાકિસ્તાનની લગભગ 34 ટકા વસ્તી માત્ર 3.2 ડોલર આવક એટલે કે  588 રૂપિયાની દૈનિક આવક પર જીવવા માટે મજબૂર છે. આ માહિતી આપતા વિશ્વ બેંકે કહ્યું કે રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નવા નાણામંત્રી મિફ્તા ઈસ્માઈલ સામે સૌથી મોટો પડકાર મોંઘવારી પર અંકુશ લાવવાનો છે. પાકિસ્તાનના ડેવલપમેન્ટ અપડેટ પર વિશ્વ બેંકના દ્વિવાર્ષિક અહેવાલમાં કહ્યુ કે વધતી જતી મોંઘવારીથી ગરીબ અને નબળા પરિવારોàª
02:48 PM Apr 20, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનની લગભગ 34 ટકા વસ્તી માત્ર 3.2 ડોલર આવક એટલે કે  588 રૂપિયાની દૈનિક આવક પર જીવવા માટે મજબૂર છે. આ માહિતી આપતા વિશ્વ બેંકે કહ્યું કે રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નવા નાણામંત્રી મિફ્તા ઈસ્માઈલ સામે સૌથી મોટો પડકાર મોંઘવારી પર અંકુશ લાવવાનો છે. પાકિસ્તાનના ડેવલપમેન્ટ અપડેટ પર વિશ્વ બેંકના દ્વિવાર્ષિક અહેવાલમાં કહ્યુ કે વધતી જતી મોંઘવારીથી ગરીબ અને નબળા પરિવારોàª
પાકિસ્તાનની લગભગ 34 ટકા વસ્તી માત્ર 3.2 ડોલર આવક એટલે કે  588 રૂપિયાની દૈનિક આવક પર જીવવા માટે મજબૂર છે. આ માહિતી આપતા વિશ્વ બેંકે કહ્યું કે રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નવા નાણામંત્રી મિફ્તા ઈસ્માઈલ સામે સૌથી મોટો પડકાર મોંઘવારી પર અંકુશ લાવવાનો છે. પાકિસ્તાનના ડેવલપમેન્ટ અપડેટ પર વિશ્વ બેંકના દ્વિવાર્ષિક અહેવાલમાં કહ્યુ કે વધતી જતી મોંઘવારીથી ગરીબ અને નબળા પરિવારોને ગંભીર અસર થઈ છે. આ પરિવારો તેમના બજેટનો મોટો ભાગ ખાદ્યપદાર્થો અને ઉર્જા પાછળ ખર્ચે છે.
ગરીબો તેમના બજેટ અથવા કમાણીનો અડધો ભાગ ખાદ્યપદાર્થો અથવા ખોરાક પર ખર્ચ કરે છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ફુગાવો નાણાકીય વર્ષ 2021-22માં આઠ ટકાના લક્ષ્યાંક સામે સરેરાશ 10.7 ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે શહેરી વિસ્તારોમાં એનર્જી ઈન્ફ્લેશન 25.1 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 22.6 ટકા પર પહોંચી ગયો છે. IMFએ નાણાકીય વર્ષ 2022 માટે પાકિસ્તાન માટે વૃદ્ધિનું અનુમાન 4 ટકા જાળવી રાખ્યું છે.
દક્ષિણ એશિયામાં સૌથી વધુ ફુગાવો પાકિસ્તાનમાં છે
વિશ્વ બેંકના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે વધતી જતી ખાદ્ય અને એનર્જી ઈન્ફ્લેશનથી લોકોની ખરીદીપર તેમની વધુ અસર થશે. તેનાથી ગરીબ અને વંચિતોને વધુ અસર થશે. દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં પાકિસ્તાનમાં મોંઘવારી સૌથી વધુ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ચાલુ નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે વૃદ્ધિનું અનુમાન 4 ટકા પર યથાવત રાખ્યુ છે.
પાકિસ્તાનના નવા નાણામંત્રી મિફ્તા ઈસ્માઈલ સામે સૌથી મોટો પડકાર મોંઘવારી પર અંકુશ લાવવાનો છે. પાકિસ્તાનમાં ગરીબો તેમની કમાણીનો અડધો ભાગ ખોરાક પર ખર્ચ કરે છે. ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે શહેરી વિસ્તારોમાં ઊર્જા ફુગાવો 25.1 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 22.6 ટકા પર પહોંચી ગયો છે.
Tags :
GujaratFirstInflationPakistanSouthAsia
Next Article