ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હિમાલયથી પુરાણા એવા ગિરનાર પર્વત પર કમંડલ કુંડ ખાતે આદિ-અનાદિ કાળથી કાર્યરત છે અન્નક્ષેત્ર

અત્રિ ઋષિ અને માતા અનસૂયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય, ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો જેમાં અંશ છે એવા ભગવાન દત્તાત્રેય ગિરનાર શિખર પર એક યુગ એટલે કે સાડા બાર હજાર વર્ષ સુધી સાધના કરી, તપ કર્યું તે આ સ્થાન એટલે ગિરનાર પર્વત પર આવેલું ગુરૂ દત્તાત્રેય શિખર કે જે ખુબ જ દુર્ગમ છે અને આ શિખરની ભૌગોલિક રચના પણ એવી છે કે ત્યાં પ્રાણીમાત્રની કોસ્મિક એનર્જી સેન્ટ્રલાà
06:40 AM Feb 18, 2023 IST | Vipul Pandya
અત્રિ ઋષિ અને માતા અનસૂયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય, ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો જેમાં અંશ છે એવા ભગવાન દત્તાત્રેય ગિરનાર શિખર પર એક યુગ એટલે કે સાડા બાર હજાર વર્ષ સુધી સાધના કરી, તપ કર્યું તે આ સ્થાન એટલે ગિરનાર પર્વત પર આવેલું ગુરૂ દત્તાત્રેય શિખર કે જે ખુબ જ દુર્ગમ છે અને આ શિખરની ભૌગોલિક રચના પણ એવી છે કે ત્યાં પ્રાણીમાત્રની કોસ્મિક એનર્જી સેન્ટ્રલાà
અત્રિ ઋષિ અને માતા અનસૂયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય, ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો જેમાં અંશ છે એવા ભગવાન દત્તાત્રેય ગિરનાર શિખર પર એક યુગ એટલે કે સાડા બાર હજાર વર્ષ સુધી સાધના કરી, તપ કર્યું તે આ સ્થાન એટલે ગિરનાર પર્વત પર આવેલું ગુરૂ દત્તાત્રેય શિખર કે જે ખુબ જ દુર્ગમ છે અને આ શિખરની ભૌગોલિક રચના પણ એવી છે કે ત્યાં પ્રાણીમાત્રની કોસ્મિક એનર્જી સેન્ટ્રલાઇઝ થાય છે.
ભગવાન ગુરૂ દત્તાત્રેય દ્વારા પોતે પ્રગટાવેલો ધુણો આજે પણ પ્રજ્વલિત છે અને તેમના કમંડલ થી ગંગાજી પ્રગટ થયા અને પાણી ની સરવાણી આજે પણ થાય છે તે સ્થાન કમંડલ કુંડ તરીકે પ્રસિધ્ધ છે. આમ આ સ્થાન પર બ્રહ્માંડનો સૌથી પુરાતન અગ્નિ આજે પણ પ્રજ્જવલિત છે. 
ભગવાન દત્તાત્રેયનું વચન હતું કે હું દિવસમાં ગમે ત્યારે ભિક્ષા માટે આવીશ... તેથી જ કમંડલ કુંડ સંસ્થાન દ્વારા ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચલાવાય છે કે ક્યારે અને ક્યાં સ્વરૂપે ભગવાન ભિક્ષા માટે આવે અને તે ખાલી હાથે ન જાય તે માટે કમંડલ કુંડ સંસ્થાન કાર્યરત છે.
અમૃતગિરિજી બાપુ એક સિધ્ધ સંત હતા, પોતાની યુવાવસ્થામાં મારવાડી સંઘ સાથે ગિરનાર યાત્રાએ આવ્યા હતા ત્યારે ગુરૂ શિખર પર બ્રહ્મગીરીજી બાપુ પૂજારી તરીકે બેઠા હતા અને તેમણે અમૃતગિરિજી બાપુને કહ્યું કે બધાં યાત્રીકોએ કાંઈ ને કાંઈ ભેંટ ધરી છે તમે શું ભેંટ ધરો છો ત્યારે અમૃતગિરિજી બાપુએ કહ્યું કે આજથી હું મારૂં સમગ્ર જીવન ભગવાન ગુરૂ દત્તાત્રેયના ચરણમાં સમર્પિત કરૂં છું એમ કહી તેઓ ગુરૂ શિખર થી નીચે આવેલ કમંડલ કુંડની જગ્યાએ પહોંચ્યા જ્યાં તેમના ગુરૂ શાંતિગિરિજી સાથે પ્રથમ મુલાકાત થઈ અને તેમણે ત્યાંથી સંન્યાસ દિક્ષા લીધી, કમંડલ કુંડ ખાતે આદિ અનાદિ કાળથી અન્નક્ષેત્ર કાર્યરત છે આમ અહીં અન્નક્ષેત્ર પરંપરા રૂપે મળે છે જે અહીંના મહંત નિભાવે છે.
આજે ગિરનાર પર્વત પર રોપ વે ની સુવિધા ઉપલબ્ધ છે જે અંબાજી મંદિર સુધી છે, અંબાજી મંદિર થી કમંડલ કુંડ સુધી ચઢાણ સાથે ૨૨૦૦ પગથિયાં છે જ્યાં પહોંચવું કઠીન છે ત્યાં અન્નક્ષેત્ર ચલાવવું લોઢાના ચણા ચાવવા સમાન છે ત્યાં આદિ અનાદિ કાળથી કે જ્યારે કોઈ સર સાધનોની સુવિધા ન હતી ત્યારથી અન્નક્ષેત્ર કાર્યરત છે, આજે તળેટીમાં કોઈ એક વસ્તુના ભાવ તે જ વસ્તુને ગિરનાર પર્વત પર પહોંચાડતા તેનો ભાવ પાંચ ગણો વધી જાય છે કારણ કે જે તે ચીજ વસ્તુઓ ઉપર પહોંચાડવા મંજૂરી ચૂકવવી પડે છે, એમ કહી શકાય કે અહીંયા સોના કરતાં ઘડામણ મોંઘી છે આમ અહીં અન્નક્ષેત્ર ચલાવવું કઠીન કામ છે.
આ પરંપરામાં એક નામ ઉમેરાયું સ્વામી મહેશગિરિજીનું... યુવા વયે સન્યાસી બની સેવાકાર્ય માટે તત્પર એવા સ્વામી મહેશગિરિજી પણ પોતાની પરંપરા મુજબ કમંડલ કુંડ ખાતે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે ત્યારે જે ભાવિકો કમંડલ કુંડ સુધી પહોંચી ન શકે તેવા ભાવિકોનું શું..? આ વિચાર થી સેવાકાર્યમાં વધારો થયો અને સ્વામી મહેશગિરિજીના માર્ગદર્શન થી તેમના શિષ્ય સ્વામી મુક્તાનંદગિરિજીએ ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર શરૂ કર્યું, એટલું જ નહીં જે રીતે કમંડલ કુંડ ખાતે ભગવાન દત્તાત્રેયનો અખંડ ધુણો આવેલો છે તેની પ્રતિકૃતિ સમાન અખંડ ધૂણો તળેટીમાં પ્રજ્જવલિત છે આમ જે રીતે કમંડલ કુંડ માં અખંડ ધૂણો અને અન્નક્ષેત્ર છે તે જ રીતે તળેટીમાં પણ ભગવાન દત્તાત્રેયનો અખંડ ધૂણો અને અન્નક્ષેત્ર કાર્યરત છે.
દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ગિરનાર દત્તાત્રેય શિખરના દર્શન માટે આવે છે, કમંડલ કુંડ ખાતે દર્શન કરીને અન્નક્ષેત્રમાં પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ગુજરાત કરતાં પણ મહારાષ્ટ્રમાં ભગવાન દત્તાત્રેયને માનનારા લોકો વધારે છે, મરાઠી લોકો મોટી સંખ્યામાં ભગવાન ગુરૂ દત્તાત્રેય ના દર્શનાર્થે ગુરૂ દત્તાત્રેય શિખર અને કંમંડલ કુંડ ખાતે આવે છે. દુર્ગમ શિખર પર પહોંચવું મુશ્કેલ હોવા છતાં લોકોની આસ્થા છે અને લોકો કપરા ચઢાણ પાર કરે છે તો અશક્ત અને વૃધ્ધ લોકો ડોલીમાં બેસીને ગુરૂ દત્તાત્રેયને શિશ નમાવે છે.
માગશર માસની પૂનમનો દિવસ ભગવાન ગુરૂ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ... ભગવાન ગુરૂ દત્તાત્રેય જયંતિ નીમીત્તે શ્રી ગુરૂ દત્તાત્રેય ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટ કમંડલ કુંડ સંસ્થાન દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી દિવ્ય ઔષધિના કાષ્ઠથી દત્ત યાગ યજ્ઞ કરવામાં આવે છે. શ્રી ગુરૂ દત્તાત્રેય ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટ કમંડલ કુંડ સંસ્થાન દ્વારા દત્ત જયંતિ નિમિત્તે વિશ્વ કલ્યાણની ભાવના સાથે દત્ત યાગ યજ્ઞનું આયોજન કરાય છે, આ સંસ્થા દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન જરૂરીયાતમંદ લોકોને, દર્દીઓને રાહત સામગ્રી વિતરણ કરીને સેવાયજ્ઞ પણ કરવામાં આવે છે.
ગિરનાર ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં બ્રહ્માંડના પ્રથમ સન્યાસી ભગવાન શ્રી ગુરૂ દત્તાત્રેય એખ સુધી યોગ સાધનામાં લીન રહ્યા અને એટલે જ વિશ્વના કોઈપણ સન્યાસી માટે ગિરનાર ક્ષેત્ર મોટું તિર્થધામ છે અને એટલે જ તો કહેવાય છે કે ગિરનાર ગુરૂ દત્તની ભૂમિ છે...
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી પર રૂદ્રાભિષેક કરવાથી થશે દરેક મનોકામના પૂર્ણ, જાણો તેના પ્રકાર અને મહત્વ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DigambaraechoesGirnarGujaratFirstGurudevDuttmusictheancientmountainTheHimalayas
Next Article