બે વર્ષ બાદ યોજાયેલા કાંકરિયા કાર્નિવલને અપેક્ષા કરતા ખુબજ ઓછો પ્રતિસાદ મળ્યો
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ બે વર્ષના અંતરાલે યોજાયો .. પરંતુ આ કાર્નિવલને અપેક્ષિત પ્રતિસાદ ન મળ્યો તેમ કહેવું ખોટુ નહીં ગણાય. કોર્પોરેશન દ્વારા સાડા ચાર કરોડના ખર્ચે લોકોના મનોરંજન માટે કાર્નિવલ નું આયોજન કરાયું છે, પરંતુ અગાઉના કાર્નિવલની સરખામણીએ ઘણા ઓછા લોકોએ કાર્નિવલની મુલાકાત લેવામાં રસ દાખવ્યો. આંકડાકીય માહિતીની વાત કરીએ તો 2 વર્ષ પેહલા 2019માં 24 લાખ લોકોએ કાર્નિવલનà
01:12 PM Jan 02, 2023 IST
|
Vipul Pandya
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ બે વર્ષના અંતરાલે યોજાયો .. પરંતુ આ કાર્નિવલને અપેક્ષિત પ્રતિસાદ ન મળ્યો તેમ કહેવું ખોટુ નહીં ગણાય. કોર્પોરેશન દ્વારા સાડા ચાર કરોડના ખર્ચે લોકોના મનોરંજન માટે કાર્નિવલ નું આયોજન કરાયું છે, પરંતુ અગાઉના કાર્નિવલની સરખામણીએ ઘણા ઓછા લોકોએ કાર્નિવલની મુલાકાત લેવામાં રસ દાખવ્યો.
આંકડાકીય માહિતીની વાત કરીએ તો 2 વર્ષ પેહલા 2019માં 24 લાખ લોકોએ કાર્નિવલની મજા માણી હતી, જ્યારે આ વર્ષ એટલે કે 2022માં 15 થી 17 લાખ લોકોએ જ મુલાકાત લીધી. એક તરફ કોર્પોરેશન દ્વારા લોકોના મનોરંજન માટે સાડા ચાર કરોડ ખર્ચ કરવામાં આવ્યા પરંતુ આ વર્ષે જાણે લોકોને આવા મનોરંજનમાં રસ જ ન હોય તેવું લાગ્યું
ઓછા મુલાકાતીઓ આવવાના જે કારણો પ્રથમ નજરે જણાઇ આવે છે તેમાં
- કાર્નિવલના સમયમાં ફેરફાર
- કોરોનાની વધતી દહેશત
- 8 વાગ્યા બાદ એન્ટ્રી બંધ
- એકના એક નોર્મલ કાર્યક્રમો
- લોકોને એટ્રેકટ કરતા કાર્યક્રમોનો અભાવ
- ડોગ શો અને હોર્સ શોની કોઈને જાણ જ નહિ
- અસામાજિક તત્વોનો ભય જેવા કારણોનો સમાવેશ થાય છે.
ટૂંકમાં વાત કરીયે તો લોકોનાઆકર્ષણ માટે કોર્પોરેશને પૂરતી મહેનત ન કરી અથવા vvip ગેસ્ટને આવકારવામાં કોર્પોરેશને પબ્લિકને મનોરંજન પૂરું પાડવા સામે ધ્યાન ન આપ્યું તેવું સંભવત કહી શકાય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article