ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ ધન્યવાદ, શ્રીલંકાના નવા વડાપ્રધાને મદદ માટે ભારતનો આભાર માન્યો

છેલ્લા ઘણા સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહલા શ્રીલંકાની સ્થિતિ કફોડી બની છે. આવી સ્થિતિ વચ્ચે પડોશી ધર્મના નાતે ભારત શ્રીલંકાની ઘણી મદદ કરી રહ્યું છે. તેવામાં શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ આ મુશ્કેલ સમયમાં ભારત દ્વારા શ્રીલંકાને કરાયેલા મદદ માટે આભાર માન્યો છે. વિક્રમસિંઘેએ સળંગ બે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સà
06:18 AM May 28, 2022 IST | Vipul Pandya
છેલ્લા ઘણા સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહલા શ્રીલંકાની સ્થિતિ કફોડી બની છે. આવી સ્થિતિ વચ્ચે પડોશી ધર્મના નાતે ભારત શ્રીલંકાની ઘણી મદદ કરી રહ્યું છે. તેવામાં શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ આ મુશ્કેલ સમયમાં ભારત દ્વારા શ્રીલંકાને કરાયેલા મદદ માટે આભાર માન્યો છે. વિક્રમસિંઘેએ સળંગ બે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સà
છેલ્લા ઘણા સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહલા શ્રીલંકાની સ્થિતિ કફોડી બની છે. આવી સ્થિતિ વચ્ચે પડોશી ધર્મના નાતે ભારત શ્રીલંકાની ઘણી મદદ કરી રહ્યું છે. તેવામાં શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ આ મુશ્કેલ સમયમાં ભારત દ્વારા શ્રીલંકાને કરાયેલા મદદ માટે આભાર માન્યો છે. વિક્રમસિંઘેએ સળંગ બે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો છે. 
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે વાત કરી
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે ઘણા દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દેશોમાં સૌથી વધુ યોગદાન આપનાર દેશ ભારત છે. ભારત શ્રીલંકાને દવાઓ માટે અનાજ પુરું પાડી રહ્યું છે. જેથી હવે શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ આ મુશ્કેલ સમયમાં આપવામાં આવેલી મદદ માટે ભારતનો આભાર માન્યો છે. વિક્રમસિંઘેએ પ્રથમ ટ્વીટમાં લખ્યું કે મેં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં ભારત દ્વારા આપવામાં આવેલા સાથ માટે મેં તેમનો આભાર માન્યો હતો. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું.

ભારત અને જાપાનનો આભાર
વિક્રમસિંઘેએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે હું ક્વાડ સભ્યો (યુએસએ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા) માટે વિદેશી સહાયતા સંઘની સ્થાપનામાં નેતૃત્વ કરવાના પ્રસ્તાવ પર ભારત અને જાપાનના સકારાત્મક પ્રતિસાદ માટે આભારી છું.
ભારતે શ્રીલંકાને 25 ટન દવા આપી
આર્થિક સંકટને કારણે આવશ્યક દવાઓની અછતનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે 25 ટન દવાઓ આપી છે. તેમની કિંમત 26 કરોડ શ્રીલંકન રૂપિયા છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. કાર્યકારી હાઈ કમિશનર વિનોદ કે જેકબે કોલંબોમાં શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રી કેહેલિયા રામબુકાવાલાને આ માલસામાન સોંપ્યો છે.
શ્રીલંકાના માછીમારોને કેરોસીનની મદદ
INS ઘરિયાલ પર માનવતાવાદી સહાય તરીકે શ્રીલંકાના માછીમારો માટે ભારતમાંથી કેરોસીન પણ લાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં લાભાર્થીઓને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. ગયા મહિને ભારતે શ્રીલંકા માટે ઋણ મર્યાદામાં $500 મિલિયનનો વધારો કર્યો હતો કારણ કે શ્રીલંકા પાસે તેલની આયાત કરવા માટે વિદેશી હૂંડિયામણ નથી.
દેશની એકમાત્ર રિફાઈનરીમાં બે મહિના બાદ કામ શરૂ થયું
શ્રીલંકાની એકમાત્ર રિફાઇનરી કે જે બે મહિનાથી વધુ સમયથી બંધ છે, તેણે શુક્રવારે ફરીથી કામ શરૂ કર્યું અને તેને રશિયન ક્રૂડ પણ મળવાનું શરૂ થયું. સપુગાસ્કંદા ઓઈલ રિફાઈનરી પાંચ દાયકા કરતાં પણ વધારે જૂની છે. તેની ક્ષમતા 50 હજાર બેરલ પ્રતિ દિવસ છે. આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલો આ ટાપુ દેશ આ પડકારનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
Tags :
GujaratFirstNirmalaSitharamanRanilWickremesingheSriLankaSriLankaCrisisSrilankaEconomiccrisisSriLankaeconomySriLankaIndia
Next Article