ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'છેલ્લો દિવસ' ફિલ્મની આ ઓન સ્ક્રીન હિટ જોડી હવે રીયલ લાઇફમાં પણ એક સાથે

ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસનાં અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાની રિલેશનશિપ અંગે જાણકારી આપી છે.  'છેલ્લો દિવસ'નાં એક્ટર્સ યશ સોની અને જાનકી બોડીવાલા રિલેશનશિપમાં હોવા અંગે એકરાર કર્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ પર આ કપલે પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે.  ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ફેન્સને રિલેશનશીપ અંગે માહિતગાર કર્યા.  એક્àª
11:55 AM May 01, 2022 IST | Vipul Pandya
ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસનાં અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાની રિલેશનશિપ અંગે જાણકારી આપી છે.  'છેલ્લો દિવસ'નાં એક્ટર્સ યશ સોની અને જાનકી બોડીવાલા રિલેશનશિપમાં હોવા અંગે એકરાર કર્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ પર આ કપલે પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે.  ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ફેન્સને રિલેશનશીપ અંગે માહિતગાર કર્યા.  એક્àª
ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસનાં અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાની રિલેશનશિપ અંગે જાણકારી આપી છે. 
'છેલ્લો દિવસ'નાં એક્ટર્સ યશ સોની અને જાનકી બોડીવાલા રિલેશનશિપમાં હોવા અંગે એકરાર કર્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ પર આ કપલે પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે.  ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ફેન્સને રિલેશનશીપ અંગે માહિતગાર કર્યા.
 એક્ટર યશ સોની છેલ્લે 'ચાલ જીવી લઈએ' નામની બ્લોક બસ્ટર ગુજરાતી ફિલ્મમાં આરોહી પટેલ અને સિદ્ધાર્થ રાંદેરિયા સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ પણ દર્શકોને ખૂબ ગમી હતી તેમજ તેણે બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી હતી.  
 
હજુ સુધી કપલ લગ્ન ક્યારે કરશે તે અંગે કોઈ જાણકારી હજુ સામે આવી નથી
છેલ્લો દિવસ ફિલ્મના એક્ટર્સ યશ સોની અને જાનકી બોડીવાલાએ પોતે રિલેશનશિપમાં છે. આ અંગે જાણકારી આપી છે. આ સ્ટાર કપલ લગ્ન ક્યારે કરશે તે અંગે કોઈ જાણકારી નથી આપી પરંતુ  યશ અને જાનકી લગ્નનાં બંધનમાં ક્યારે બંધાશે, તે વિષે કોઈ જાણકારી મળી નથી, પરંતુ એવું લાગે છે કે કદાચ આ જ વર્ષે તેઓ લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. 'છેલ્લો દિવસ'થી દર્શકોના દિલમાં છવાયેલા અને પછી ચાલ જીવી લઈએ ફિલ્મથી દર્શકોનાં દિલમાં રાજ કરનાર અભિનેતા યશ સોનીએ પોતાના લાઈફ પાર્ટનરને લઈને સોશિયલ મીડિયા પર ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે પોતાની લાગણી જાહેરમાં વ્યક્ત કરી છે. 

ગુજરાતી ફિલ્મની ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન જોડી
અભિનેતા યશ સોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અને જાનકીની એક સુંદર તસવીર શેર કરી છે. તસ્વીરમાં તેમની કેમેસ્ટ્રી ખૂબ સુંદર લાગી રહી છે. તસ્વીરમાં જાનકી ક્યૂટ લાગી રહી છે યશે કેપ્શનમાં લખ્યું છે કે મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને આ જાહેરાત કરતા આનંદ થયો. અમારા પરિવારનાં આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર. બીજી તરફ એક્ટ્રેસ જાનકીએ પણ આ તસવીર શેર કરી છે અને તેનું કેપ્શન પણ સરખું છે. આ પહેલાં ગુજરાતી ફિલ્મની ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન જોડીમાં એક્ટર હિતુ કનોડિયા અને મોના થીબા, અભિનેત્રી આરતી વ્યાસ અને  દિગ્દર્શક સંદીપ પટેલ, તો પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા, માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ, હેપી ભાવસાર અને મૌલિક નાયકની જોડી ગુજરાતી મનોરંજન જગતના સફળ પાવર કપલ છે. 
Tags :
chellodivasGujaratFirstgujarationscreenoffscreenjodijankibodiwalarelatioshipYeshSoni
Next Article