ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કંગનાની ફિલ્મ ફ્લોપ જવાનો શાપ આપવા વાળીએ હવે કહ્યું ફિલ્મ જોવા જજો !

પાયલ રોહતગી ધાકડ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ પહેલાં સોશિયલ મીડિયા પર કંગના રનૌત સામે ઉગ્રતાથી વિરોધ કર્યા પછી, પાયલ રોહતગી કંગનાની ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચી અને લોકોને ફિલ્મ જોવાની અપીલ કરી. પાયલ રોહતગીએ તાજેતરમાં કંગના રનૌતને સોશિયલ મીડિયમાં અનફોલો કરી હતી અને તેની ફિલ્મો ફ્લોપ થાય તે માટે પ્રાર્થના કરી હતી. હવે ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચ્યા બાદ લોકોને ફિલ્મ જોવા મ
08:07 AM May 20, 2022 IST | Vipul Pandya
પાયલ રોહતગી ધાકડ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ પહેલાં સોશિયલ મીડિયા પર કંગના રનૌત સામે ઉગ્રતાથી વિરોધ કર્યા પછી, પાયલ રોહતગી કંગનાની ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચી અને લોકોને ફિલ્મ જોવાની અપીલ કરી. પાયલ રોહતગીએ તાજેતરમાં કંગના રનૌતને સોશિયલ મીડિયમાં અનફોલો કરી હતી અને તેની ફિલ્મો ફ્લોપ થાય તે માટે પ્રાર્થના કરી હતી. હવે ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચ્યા બાદ લોકોને ફિલ્મ જોવા મ
પાયલ રોહતગી ધાકડ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ પહેલાં સોશિયલ મીડિયા પર કંગના રનૌત સામે ઉગ્રતાથી વિરોધ કર્યા પછી, પાયલ રોહતગી કંગનાની ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચી અને લોકોને ફિલ્મ જોવાની અપીલ કરી. 
પાયલ રોહતગીએ તાજેતરમાં કંગના રનૌતને સોશિયલ મીડિયમાં અનફોલો કરી હતી અને તેની ફિલ્મો ફ્લોપ થાય તે માટે પ્રાર્થના કરી હતી. હવે ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચ્યા બાદ લોકોને ફિલ્મ જોવા માટે વિનંતી કરી રહી છે. કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલા શો લોકઅપમાં પાયલ રોહતગી જોવા મળી હતી. મુનવ્વર ફારૂકી આ શોનો વિજેતા બન્યો હતો. પાયલ પ્રથમ રનર અપ રહી હતી. શો છોડ્યા પછી, પાયલે ઘણી વખત કંગના પર ભાદભાવ મુદ્દે પોતાનો ગુસ્સો ઢાલવ્યો હતો. એટલું જ નહીં પાયલે છે પક્ષપાતી ગણાવી છે. તાજેતરમાં, સલમાન ખાનની ઈદ પાર્ટીમાં કંગના ગયા પછી, તેણે આડકતરી રીતે મુનવ્વર વિજેતા જાહેર કરવા મુદ્દે વિશે સોશિયલ મીડિયા પર કમેન્ટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
પાયલે સોશિયલ મીડિયા પર ગુસ્સો ઢાલવ્યો
કંગના રનૌતની ફિલ્મ ધાકડના સ્ક્રિનિંગમાં ઘણા લોકોએ હાજરી આપી હતી. તેમાં પાયલ રોહતગી પણ હતી. રસપ્રદ વાત એ છે કે હાલમાં જ પાયલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેમાં ઘણો બળોપો ઠાલવ્યો હતો. લોકઅપના સ્પર્ધક , નિર્માતાઓએ દરેકને પોતાની પોસ્ટમાં જોડી લીધા હતા. એટલું જ નહીં, તેણે લખ્યું કે તે કંગનાને અનફોલો કરી રહી છે. ઈશારામાં એવું પણ લખવામાં આવ્યું હતું કે આશા છે કે તેની ફિલ્મો ફ્લોપ થાય.
ચાહકોને હવે કહ્યું કે આ ફિલ્મ અવશ્ય જોવી
હવે સ્ક્રિનિંગમાં પહોંચ્યા બાદ પાયલે મીડિયાની સામે લોકોને કહ્યું, મારો ચાહકોને સંદેશ છે કે તેઓ જઈને ધાકડ ફિલ્મ જોવે. જ્યારે પાયલને પૂછવામાં આવ્યું કે શું તે કંગના સાથે ફિલ્મ કરવા ઈચ્છશે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે કંગનાએ નેશનલ એવોર્ડ જીત્યો છે અને તે એક સારી કલાકાર છે, હું ચોક્કસપણે તેની સાથે કામ કરવાનું પસંદ કરીશ.
સંગ્રામે પણ ટ્વીટ કર્યું
પાયલના બોયફ્રેન્ડ સંગ્રામ સિંહે પણ ટ્વીટ કર્યું હતું, હું દરેકને વિનંતી કરું છું કે કૃપા કરીને 20મી મેના રોજ તમારા નજીકના સિનેમા હોલમાં જાઓ અને ધાકડ જુઓ. બોલિવૂડમાં મહિલા કેન્દ્રિત ફિલ્મો ભાગ્યે જ જોવા મળે છે. કંગનાને સપોર્ટ કરવાનો આ યોગ્ય સમય છે. તે આપણા દેશ અને સમાજને ખૂબ જ સારા સંદેશ સાથેની ફિલ્મ આપી રહી છે.
Tags :
DhaakadEntertainmentNewsGujaratFirstKNGANARANUTLOCKUPPAYALROHTAGI
Next Article