બહુચરાજી ટ્રસ્ટ સંચાલિત એક માત્ર ધર્મશાળા છેલ્લા દોઢ વર્ષ થી બંધ હાલતમાં
બહુચરાજી ના પૂર્વ સરપંચ દેવાંગ પંડ્યા એ CMO માં ટ્વીટ કરી બહુચરાજી મંદિર હસ્તકના યાત્રિક ભવન છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હોવાની અને ઝડપથી શરૂ કરવાની માંગ કરી છે. યાંત્રિક ભવન બંધ હોવાથી અહીં આવતા યાત્રિકોને અન્ય સમાજની ધર્મશાળા કે મોંઘી હોટલમાં રહેવા મજબૂર હોવાની CM0 માં ટ્વીટ કરી રજુઆત કરી છેઅઢી વર્ષ પહેલાં જ ભાડા પટ્ટા થી પ્રાઇવેટ એજન્સી ને ચલાવવા આપવામાં આવ્યું હતુંમહેસાણા à
Advertisement
બહુચરાજી ના પૂર્વ સરપંચ દેવાંગ પંડ્યા એ CMO માં ટ્વીટ કરી બહુચરાજી મંદિર હસ્તકના યાત્રિક ભવન છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હોવાની અને ઝડપથી શરૂ કરવાની માંગ કરી છે. યાંત્રિક ભવન બંધ હોવાથી અહીં આવતા યાત્રિકોને અન્ય સમાજની ધર્મશાળા કે મોંઘી હોટલમાં રહેવા મજબૂર હોવાની CM0 માં ટ્વીટ કરી રજુઆત કરી છે
અઢી વર્ષ પહેલાં જ ભાડા પટ્ટા થી પ્રાઇવેટ એજન્સી ને ચલાવવા આપવામાં આવ્યું હતું
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી માં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ગુજરાત સહિત દેશમાંથી યાત્રિકો દર્શન માટે આવે છે ત્યારે આ યાત્રિકો માટે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2015 માં પોપટ વસા યાત્રિક ભવનનું રહેવાની સુવિધા માટે નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ યાત્રિક ભવન બન્યું ત્યારથી આજ દિન સુધી બંધ વધુ જોવા મળી રહ્યું છે. હજુ અઢી વર્ષ પહેલાં જ ભાડા પટ્ટા થી પ્રાઇવેટ એજન્સી ને ચલાવવા આપવામાં આવ્યું હતું. ત્યારે ભાડા થી રાખનાર વ્યક્તિ પણ બહુચરાજી દર્શન માટે આવતા યાત્રિકોને રાત્રી રોકાણ આપવાના બદલે અહીં મારુતિ તેમજ અન્ય કંપનીના કર્મચારીઓને હોટલની રૂમો ની જેમ મહિનાઓ સુધી ભાડે આપી દેવામાં આવતા અહીં રૂમ માટે આવતા યાત્રિકો ને રૂમ ખાલી નથી તેવું સાંભળવા આવતું હતું. ત્યારે સવાલ એ પણ ઉભો થઇ રહ્યો છે કે આવી પ્રાઇવેટ એજન્સી ને ભાડા કરાર થી આપ્યા બાદ અહીં યાત્રિકો ને રૂમ કેમ સરળતાથી મળતી નથી તે તપાવાની તસ્દી પણ મંદિર ટ્રસ્ટે લીધી નહોતી. તેમજ આ એજન્સી દ્વારા પણ યાત્રિક ભવન નું યોગ્ય સાચવણી ની દરકાર લીધી નહોતી જેથી રૂમોના બારણાં સહિત નુકશાન પણ થયું છે.
આ એજન્સી નો એક વર્ષનો કરાર પૂરો થતાં રીનોવેશન કરવાની વાત સામે આવી હતી જેથી અન્ય કોઈ ને આ યાત્રિક ભવન ભાડા કરાર થી આપવામાં આવ્યું નહિ આ વાત ને દોઢ વર્ષ પૂર્ણ થયું પણના તો રીપેરીંગ થયું કે ના તો આ યાત્રિક ભવન શ્રધ્ધાળુ ઓ માટે ચાલુ રાખ્યું. કેટલાક રૂમોના બારણા તેમજ અમૂકજ ભાગ મેન્ટેનન્સ માંગતો હોવા છતાં આખી જગ્યા બંધ રાખવામાં આવી. સસ્તા દરે અપાતી બહુચરાજી મંદિરની આ સેવા બંધ રહેતા અહીં આવતા યાત્રિકો માટે મુશ્કેલી સભર જોવા મળ્યો. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો પ્રાઇવેટ ધર્મશાળામાં અથવા હોટલો માં મોંઘા ખર્ચે રહેવા મજબૂર જોવા મળ્યા.
આ સમગ્ર બાબતે બહુચરાજી ના પૂર્વ સરપંચ દેવાંગ પંડ્યા એ CMO માં ટ્વીટ કરી યાત્રિક ભવન અહીં આવતા યાત્રિકો માટે ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. અહીં આવતા યાત્રિકોને અન્ય સમાજ ની ધર્મશાળા કે મોંઘી હોટલમાં રહેવા મજબૂર યાત્રિકો માટે ઝડપી બહુચર માતાજી યાત્રિક ભવન શરૂ કરવા માંગ કરી છે.
આપણ વાંચો- વડોદરા ગ્રામ્ય SOG તેમજ ડભોઇ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


