AAP-Congress ના ગઠબંધનનો પેચ જોરદાર ફસાયો
લોકસભા ચૂંટણીમા બેઠકોની વહેંચણીના મુદ્દે ગુજરાતમાં AAP-કોંગ્રેસના ગઠબંધનનો પેચ જોરદાર ફસાયો છે. આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થવાની હતી. અગાઉ જ AAP એ ભરૂચ અને ભાવનગરના ઉમેદવાર જાહેર કરી દીધા છે પણ ભરૂચ બેઠક પર સ્વ. અહમદ પટેલના પુત્રએ વાંધો...
08:09 PM Feb 22, 2024 IST
|
Hiren Dave
લોકસભા ચૂંટણીમા બેઠકોની વહેંચણીના મુદ્દે ગુજરાતમાં AAP-કોંગ્રેસના ગઠબંધનનો પેચ જોરદાર ફસાયો છે. આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થવાની હતી. અગાઉ જ AAP એ ભરૂચ અને ભાવનગરના ઉમેદવાર જાહેર કરી દીધા છે પણ ભરૂચ બેઠક પર સ્વ. અહમદ પટેલના પુત્રએ વાંધો ઉઠાવ્યો છે જેથી પેચ ફસાયો છે. બીજી તરફ સુત્રોએ કહ્યું હતું કે પ્રદેશના અગ્રણી નેતા પણ ભાવનગર બેઠક AAP ને આપવાના મૂડમાં નહિ હોવાનું જાણવા મળે છે. ભાવનગરના બદલે ગોધરા અથવા સુરત બેઠક AAP ને મળી શકે તેમ પણ મનાઇ રહ્યું છે. હાલ AAP એ જાહેર કરેલ ભરુચ અને ભાવનગર બેઠક પર કકળાટ થઇ રહ્યો છે.
Next Article