રેતીના ધંધાની અદાવતમાં હત્યા કેસમાં પોલીસે આરોપી પિતા-પુત્રની કરી ધરપકડ
બે કોન્ટ્રાક્ટરોને રેતી નાખવા બાબતની અદાવતની હત્યા કેસમાં પોલીસે પિતા-પુત્રની કરી ધરપકડ.રેતીનો કોન્ટ્રાક્ટ મેળવા માટે આરોપીઓએ ધડયો હતો હત્યાનો પ્લાન..એસ.ટી.એસ.સી.સેલએ આરોપીના એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટરની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને નિદોષને મોતને ધાટ ઉતાર્યું.પોલીસ કસ્ટડીમાં જોવા મળતાં દશરથ ઓડ અને ધ્રુવીન ઓડ બન્ને પિતા-પુત્àª
Advertisement
બે કોન્ટ્રાક્ટરોને રેતી નાખવા બાબતની અદાવતની હત્યા કેસમાં પોલીસે પિતા-પુત્રની કરી ધરપકડ.રેતીનો કોન્ટ્રાક્ટ મેળવા માટે આરોપીઓએ ધડયો હતો હત્યાનો પ્લાન..એસ.ટી.એસ.સી.સેલએ આરોપીના એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કોન્ટ્રાક્ટરની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને નિદોષને મોતને ધાટ ઉતાર્યું.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતાં દશરથ ઓડ અને ધ્રુવીન ઓડ બન્ને પિતા-પુત્ર છે.પરતું રેતીના કોન્ટ્રાક્ટ મેળવામાં બની ગયા હત્યાના ગુનેગાર.આરોપી દશરથ ઓડ અને તેના દીકરા ધ્રુવીન ઓડ અને જમાઈ વિનોદ ઓડએ સાથે મળીને ખૂની ખેલ ખેલ્યો.જેમાં એક કોન્ટ્રાક્ટરની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને નિદોષને મોતને ધાટ ઉતાર્યું.ઘટનાની એવી છે કે પાલડી વિસ્તારમાં આવેલા સુવિધા સર્કલ પાસે આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પર સવારે રાજુ વણઝારા અને દશરથ ઓડ નામના કોન્ટ્રાક્ટરને રેતી ભરવા મામલે માથાકુટ થઇ હતી.બન્ને વચ્ચે ઝઘડામાં આમને સામને મારમારી થઈ હતી..જેમાં પાલડી પોલીસે ક્રોસ ફરિયાદ દાખલ કરી.ઇજાગ્રસ્ત રાજુ ગંગાજી વણઝારા પૂછપરછ કરતા કહેવું છે કે ઝઘડો થતાં તેના પિતરાઈ ભાઈને ફોન કરી ત્યાં બોલાવ્યા હતા..
રેતી ભરવા બાબતે થયેલી અદાવતમાં ઘડ્યુ હત્યાનું કાવતરુ
જેમાં રાજુ ભીખાજી વણઝારા અને રમેશ વણઝારા પહોંચ્યા હતા..ત્યારે દશરથ ઓડના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો..જેમાં રાજુ ભીખાજી વણઝારાને પથ્થર વાગતા ગંભીર ઇજા પહોંચી હતી..જેથી ઇજાગ્રસ્ત રાજુ ભીખાજી વણઝારાને સારવાર માટે જીવરાજ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યાં હોસ્પિટલની બહાર દશરથ ઓડ ના સાગરીતો કાર વડે અકસ્માત કરી હત્યા કરવાનો પ્લાન કર્યો..જેમાં નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવો પડ્યો..જેમાં રાજુ વણઝારા સાથે 3 લોકો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બલેનો ગાડી ચઢાવી દીધી હતી..જેમાં ત્રણેય લોકો રોડ પર પડી જતાં રાહદારી અરવિંદ ચૌહાણએ મદદ કરવા આવ્યો હતો..જે 108 ને કોલ કરી રહ્યા હતા ત્યારે બલેનો કાર ચાલકે ફરી ગાડી ચઢાવાનો પ્રયાસ કર્યો હતો જેમાં રાહદારી અરવિંદ ચૌહાણ અડફેડે લેતા મોત નીપજ્યું હતું
હત્યા કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો
પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે હત્યા કરનાર કાર ચાલક ધ્રુવીન ઓડ ,તેની બાજુમાં દશરથ ઓડ અને વિનોદ ગાડીમાં બેઠા હતા.આરોપીઓ રાજુ વણઝારાને મારવાના ઇરાદે કન્સ્ટ્રકશન સાઇટ પર પહોંચ્યા હતા.. અને તેઓ વચ્ચે તકરાર બાદ તેઓ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તેમની પર કાર ચલાવીને હત્યાનો પ્રયાસ કર્યો.. જેમાં અરવિદ ચૌહાણ નામના વ્યક્તિનું મોત નીપજ્યું. આ હત્યા કેસમાં એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી ને સમગ્ર કેસની તપાસ એસટી એસસી સેલને સોંપવામાં આવી છે.. એસટીએસસી સેલએ પિતા અને પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
બન્ને કોન્ટ્રાક્ટરોની બબાલનો ભોગ આજે નિર્દોષ વ્યકિત બન્યો છે.. જેથી હત્યા કેસમાં વિનોદ ઓડ નામનો આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત રાજુ વણઝારા અને આરોપી દશરથ ઓડ વચ્ચે કેટલા સમયથી કોન્ટ્રાક્ટની અદાવત હતી.. તેમજ અગાઉ આરોપીઓ વિરુદ્ધ કોઈ ગુના નોંધાયા છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરાઇ..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


