પોસ્ટ વિભાગ 'મુંબઇ સમાચાર'ની દ્વીશતાબ્દી નિમિત્તે સ્ટેમ્પ બહાર પાડશે
પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 'મુંબઇ સમાચાર'ને 200 વર્ષ પૂરા થયા નિમિત્તે પાંચ રુપિયાની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવાનું નક્કી કરાયું છે. પોસ્ટ વિભાગ દ્વારા 'મુંબઈ સમાચાર' અખબારને જણાવાયું છે કે 'મુંબઈ સમાચાર' અખબારને 200 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે રૂપિયા પાંચની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે. 200 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરાશે 'મુંબઈ સમાચાર'ના તંત્રી નિલેશભà
Advertisement
પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 'મુંબઇ સમાચાર'ને 200 વર્ષ પૂરા થયા નિમિત્તે પાંચ રુપિયાની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવાનું નક્કી કરાયું છે. પોસ્ટ વિભાગ દ્વારા 'મુંબઈ સમાચાર' અખબારને જણાવાયું છે કે 'મુંબઈ સમાચાર' અખબારને 200 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે રૂપિયા પાંચની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે.
200 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરાશે
'મુંબઈ સમાચાર'ના તંત્રી નિલેશભાઈ દવેએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, 1લી જુલાઇ 2022ની આસપાસ 'મુંબઈ સમાચાર' અખબાર મુંબઈમાં 200 વર્ષ પૂર્ણ થયાની એક ભવ્ય ઉજવણી કરવાનું છે. અમે ઇચ્છીએ છીએ કે આ ભવ્ય ઉજવણીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અતિથિવિશેષ તરીકે હાજરી આપે.
1લી જુલાઇ, 1822માં પહેલો અંક બહાર પડયો
ઉલ્લેખનીય છે કે 'મુંબઇ સમાચાર' જુલાઇ 1822માં સૌ પ્રથમ નાની પ્રિન્ટમાં 14 પાનાઓમાં પ્રકાશિત થયું હતું. આ સમાચાર પત્ર વિવિધ માલિકો હેઠળ પસાર થઇને હાલના માલિક પાસે આવ્યું હતું. ફર્દુનજી મર્ઝબાને 1822માં 'મુંબઇ સમાચાર'ની શરુઆત કરી હતી. એક તરફ પ્રિન્ટ મીડિયાનું ચલણ દિવસે દિવસે ઘટી રહ્યું છે ત્યારે 'મુંબઇ સમાચાર' આજે પણ ચાલુ છે. 'મુંબઇ સમાચાર' એશિયાનું સૌથી જૂનું અખબાર છે. ફર્દુનજી મૂળ સુરતના હતા પણ મુંબઇમાં સ્થાયી થયા હતા. તેમણે પહેલાં તો ખૂબ જ મુશ્કેલીથી ગુજરાતી અક્ષરોના બીબાં તૈયાર કરીને છાપખાનું શરુ કર્યું હતું. પ્રિન્ટીંગ પ્રેસ શરુ કર્યા બાદ તેમને અખબાર શરુ કરવાની ઇચ્છા થઇ હતી. અખબાર શરુ કરવા માટે તેમના વિચારોને સહકાર મળ્યો અને 1822ની પહેલી જુલાઇએ ' શ્રી મુમબઇ શમાચાર'નો પહેલો અંક બહાર પડયો હતો અને ત્યારબાદ તેનું નામ બદલીને 'મુંબઇ સમાચાર' કરાયું હતું. શરુઆતમાં તે દર સપ્તાહે પ્રગટ થતું હતું. તેમાં પાંચ થી છ પાનાનું વાંચન પીરસાતું હતું. ત્યારબાદ 3જી જાન્યુઆરી, 1832થી તે દૈનિક બન્યું હતું.


