ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડાપ્રધાનશ્રીએ કોને કહ્યું, મારા સગાસંબંધીઓ પણ મારું નામ દઇને આવે તો તેમને પણ ઘુસવા ના દેતાં

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના અવસર પર મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન દેશ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મુક્ત કર્યા હતા. તેમણે શનિવારે 2 ચિત્તાને છોડ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાને ત્યાં હાજર ચિત્તા મિત્રો સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તેમને કોઈ પણ વ્યક્તિના દબાણમાં ના આવવા સલાહ આપી હતી અને કહ્યું કે મારા સગાવહાલા પણ મારુ નામ આપીને આà
04:17 AM Sep 18, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના અવસર પર મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન દેશ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મુક્ત કર્યા હતા. તેમણે શનિવારે 2 ચિત્તાને છોડ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાને ત્યાં હાજર ચિત્તા મિત્રો સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તેમને કોઈ પણ વ્યક્તિના દબાણમાં ના આવવા સલાહ આપી હતી અને કહ્યું કે મારા સગાવહાલા પણ મારુ નામ આપીને આà
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના અવસર પર મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન દેશ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મુક્ત કર્યા હતા. તેમણે શનિવારે 2 ચિત્તાને છોડ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાને ત્યાં હાજર ચિત્તા મિત્રો સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તેમને કોઈ પણ વ્યક્તિના દબાણમાં ના આવવા સલાહ આપી હતી અને કહ્યું કે મારા સગાવહાલા પણ મારુ નામ આપીને આવે તો તેમને પણ ઘુસના ના દેતાં . વડાપ્રધાને કહ્યું કે હવે ઘણા લોકો તમારા પર ચિત્તા બતાવવા માટે દબાણ કરશે, પરંતુ તમારે કોઇના પણ દબાણને વશ થવાની જરુર નથી.  
વડાપ્રધાને ચિત્તા મિત્રોને કહ્યું, તમે જેવું આ કામ શરૂ કરશો તો પહેલી  સમસ્યા શું આવવાની છે? સૌથી મોટી સમસ્યા મારા જેવા નેતાઓ ઉભી કરશે. તમને થોડા દિવસો સુધી ચિત્તાને  જોવા ન આવવાનું કહેવામાં આવ્યું હશે. તેમને માત્ર અહીંના હવામાનમાં એડજસ્ટ થવા દેવાનું છે. આ પછી તેઓ એક મોટી જગ્યાએ જશે, જ્યાં પણ તેમને એડજસ્ટ થવું પડશે. પરંતુ અમે નેતાઓ આવીશું. નેતાઓના સંબંધીઓ આવશે. ટીવીના લોકો આવશે. તમારા પર દબાણ લાવશે અને અધિકારીઓ પર પણ  દબાણ બનાવશે.
પીએમ મોદીએ ચિત્તા મિત્રોને આગળ કહ્યું, 'કોઈને અંદર ન આવવા દેવાનું તમારું કામ છે. જો હું પણ આવું તો મને પણ ના દેતાં..મારા કોઈ સંબંધી મારા નામે આવે તો પણ તેમને પ્રવેશવા દેતા નહીં. જ્યાં સુધી અહીંના હવામાનમાં ચિત્તાઓને સ્થાયી થવાનો સમય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને અંદર પ્રવેશવા ન દેતા.'
ચિત્તા મિત્ર એ લગભગ 400 યુવાનોનું એક જૂથ છે જેમને ચિત્તાના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે તાલીમ આપવામાં આવી છે. ચિત્તા મિત્રો સાથે વાત કરતાં વડા પ્રધાને કહ્યું કે જ્યાં સુધી ચિત્તા તેમના નવા નિવાસસ્થાનમાં ટેવાઈ જશે ત્યાં સુધી તેઓ તેમના (મોદી) સહિત કોઈને પણ અંદર જવા દેશે નહીં. વડાપ્રધાને યાદ કર્યું કે કેવી રીતે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગીરમાં એશિયાટિક સિંહોના રક્ષણ માટે ગ્રામજનોને સામેલ કર્યા હતા.
Tags :
CheetahGujaratFirstNarendraModi
Next Article