Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાણા દંપતીની પુત્રી આવી મેદાને, માતા-પિતાની જેલમુક્તિ માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ

મહારાષ્ટ્રના હનુમાન ચાલીસા વિવાદમાં હવે ભાવનાત્મકતાનો દોર જોવા મળી રહ્યો છે. જેલમાં બંધ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાની આઠ વર્ષની પુત્રી આરોહી રાણાએ તેના ઘરે હનુમાન ચાલીસાનું પઠન કર્યું અને તેના માતા-પિતાને મુક્તિની શુભેચ્છા પાઠવી.અમરાવતીમાં રાણા દંપતીના ઘરે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવનીત રાણા એની રવિ રાણાની પુત્રી આરોહીએ કહ્યું કે à
રાણા દંપતીની પુત્રી આવી મેદાને  માતા પિતાની જેલમુક્તિ માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ
Advertisement
મહારાષ્ટ્રના હનુમાન ચાલીસા વિવાદમાં હવે ભાવનાત્મકતાનો દોર જોવા મળી રહ્યો છે. જેલમાં બંધ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાની આઠ વર્ષની પુત્રી આરોહી રાણાએ તેના ઘરે હનુમાન ચાલીસાનું પઠન કર્યું અને તેના માતા-પિતાને મુક્તિની શુભેચ્છા પાઠવી.
અમરાવતીમાં રાણા દંપતીના ઘરે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવનીત રાણા એની રવિ રાણાની પુત્રી આરોહીએ કહ્યું કે મારી માતા અને પિતાને જલ્દી જેલ મુક્ત કરવામાં આવે, તેથી હું પ્રાર્થના કરી રહી છું.
સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા હાલ મુંબઈની જેલમાં બંધ છે. તેની જામીન અરજી પર મુંબઈની સેશન્સ કોર્ટમાં 29 એપ્રિલે એટલે કે આવતી કાલે સુનાવણી થશે. રાણા દંપતીએ ગયા અઠવાડિયે મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. આ પછી શિવસેના સમર્થકો અને તેમના સમર્થકો વચ્ચે હંગામો થયો હતો. રાણા દંપતીએ માતોશ્રી ન જવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ આ દરમિયાન મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમના પર શાંતિ ભંગ કરવા, બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા અને દેશદ્રોહની કલમો લગાવવામાં આવી છે.
તેમની અટકાયત દરમિયાન નવનીત રાણાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પોલીસ સ્ટેશનમાં ગેરવર્તણૂક અને પીવાનું પાણી પણ ન આપવા અને શૌચાલયમાં ન જવા દેવા સહિતના આરોપો લગાવ્યા હતા . આ ઘટના બાદ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં નવનીત રાણા તેના પતિ રવિ રાણા સાથે પોલીસ સ્ટેશનની અંદર ચા પીતી જોવા મળી હતી.
ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસેથી સાંસદ નવનીત રાણાની ધરપકડ અને ખાર પોલીસ સ્ટેશનમાં અમાનવીય વર્તનના આરોપો અંગેનો અહેવાલ માંગ્યો છે. આ ઉપરાંત લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ રાણાની ફરિયાદ વિશેષાધિકાર અને નૈતિક સમિતિને તપાસ માટે મોકલી છે.
Tags :
Advertisement

.

×