ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાણંદની લૂંટ વિથ હત્યાની ઘટનામાં ભેદ ઉકેલાયો, વ્યાજે લીધેલા પૈસા પરત ન કરવા કરી નાંખી હત્યા

ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પરંતુ પોલીસની નજરથી ક્યારેય છટકી શકતો નથી  અને આવું જ કંઈક થયું અમદાવાદના સાણંદ તાલુકામાં આવેલો ચેખલા ગામમાં કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી.. આ હત્યા કેસમાં આરોપીઓ દ્વારા કેટલાક મહિનાઓથી મૃતક ની રોજિંદી કામગીરી અંગેની રેકી કરવામાં આવતી હતી અને મુખ્ય આરોપીએ હત્યાનું તમામ પ્લાનિંગ ટેલàª
11:46 AM Nov 06, 2022 IST | Vipul Pandya
ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પરંતુ પોલીસની નજરથી ક્યારેય છટકી શકતો નથી  અને આવું જ કંઈક થયું અમદાવાદના સાણંદ તાલુકામાં આવેલો ચેખલા ગામમાં કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી.. આ હત્યા કેસમાં આરોપીઓ દ્વારા કેટલાક મહિનાઓથી મૃતક ની રોજિંદી કામગીરી અંગેની રેકી કરવામાં આવતી હતી અને મુખ્ય આરોપીએ હત્યાનું તમામ પ્લાનિંગ ટેલàª
ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પરંતુ પોલીસની નજરથી ક્યારેય છટકી શકતો નથી  અને આવું જ કંઈક થયું અમદાવાદના સાણંદ તાલુકામાં આવેલો ચેખલા ગામમાં કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી.. આ હત્યા કેસમાં આરોપીઓ દ્વારા કેટલાક મહિનાઓથી મૃતક ની રોજિંદી કામગીરી અંગેની રેકી કરવામાં આવતી હતી અને મુખ્ય આરોપીએ હત્યાનું તમામ પ્લાનિંગ ટેલિવિઝન પર ક્રાઇમ પેટ્રોલ શો જોયા બાદ ઘડી હતી. 
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી વિષ્ણુભાઈ ઉર્ફે વિહાભાઈ ચુનારાએ  મૃતક સિક્યુરિટી ગાર્ડ પાસેથી ₹1,30,000 વ્યાજે લીધા હતા અને તે વ્યાજના રૂપિયા પરત ન આપવા પડે તે માટે તેણે સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો.. આ કામમાં તેણે પોતાના મિત્ર અરવિંદજી ઉર્ફે પકા ઠાકોરને સાથે લીધો હતો. પહેલા તો મુખ્ય આરોપી પોતાના મિત્ર લઇને સિક્યુરીટી ગાર્ડ પાસે પહોંચ્યો હતો..અને  બીજા અઢી લાખ રૂપિયા તેના મિત્ર એટલે કે અરવિંદજીને વ્યાજે જોઈએ છે તેમ કરીને વાતચીત કરી હતી પરંતુ  ચોકીદારે રૂપિયા આપવાની ના પાડી હતી અને બાદમાં આરોપી વિષ્ણુએ ચોકીદારને પીઠના ભાગે ધારીયુ મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો તદુપરાંત ચોકીદાર એ પહેરેલી સોનાની બુટ્ટીઓ તથા હાથમાં પહેરેલી સોનાની વીંટી બંને આરોપીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા..હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.
બન્ને આરોપીઓ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની Exclusive માહિતી માત્ર ગુજરાત ફર્સ્ટ પર
મુખ્ય આરોપી-1 હેલ્લો એક કામ આવ્યું છે
આરોપી-2 શું કામ છે અને કેવું કામ છે?
મુખ્ય આરોપી-1   50 હજારથી 60 હજાર રૂપિયા મળશે
આરોપી-2     કરવાનું શું છે ?
મુખ્ય આરોપી-1     એક સિક્યોરિટી વાળા પાસે બહુ પૈસા છે તેને મારીને તેની પાસેથી રૂપિયા મળશે
આરોપી-2           એમાં મારવાની શું જરૂર છે? ધમકાવીને કઢાઈ લઈશું
મુખ્ય આરોપી-1    ના એવું નથી કરાય એમ કારણકે કાકો બહુ મજબૂત છે સામે લડશે
આરોપી-2           તો શું કરવું છે અને કેમનું કરવું છે?
મુખ્ય આરોપી-1    મારી જ નાખવો પડશે
આરોપી-2           સારું તો પછી એવું કરીએ
મુખ્ય આરોપી-1      મેં બધું પ્લાનિંગ કરી નાખ્યું છે બસ તું સાથે આવ, હું પાછળથી તેને ધારિયાનો ઘા મારી પાડી દઈશ
આરોપી-2            સારુ તો ક્યારે જવું છે તે બોલ
મુખ્ય આરોપી-1   આ બધી વાત ફોન ઉપર નથી કરવી અને હા તો સાથે તારો મોબાઈલ ફોન રાખતો નહીં
આરોપી-2             કેમ ?
મુખ્ય આરોપી-1 ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોવે તો છે ને.. ફોન જોડે રાખીશું તો પોલીસ પકડી લેશે
આ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસની 3 ટીમો કામે લાગી હતી. દરેક ટીમમાં 2 પોલીસ કર્મીઓ હતા. દર- બે કલાકે આરોપીઓની પૂછપરછ કરવામાં આવતી હતી...અને એ રીતે અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસ અને સાણંદ પોલીસે ત્રણ રાત સુધી જાગીને આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. 
Tags :
GujaratFirstIncidentMurderRobberySanand
Next Article