શેરબજારમાં સામાન્ય તેજી, સેન્સેક્સે વટાવી 55,700ની સપાટી
વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોને કારણે સ્થાનિક શેરબજારને સારી શરૂઆત સામાન્ય રહી છે. અમેરિકી બજારોમાં ગઈકાલની મંદીની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. આજે શેરબજારની શરૂઆત સામાન્ય તેજી સાથે થઈ છે. BSE સેન્સેક્સ 21.86 પોઈન્ટ એટલેકે 0.039 ટકાના વધારા સાથે 55,588.27ની સપાટી પર ખુલ્યો છે. NSEનો નિફ્ટી 9.85 પોઈન્ટ એટલેકે 0.059 ટકાના વધારા સાથે 16,594ની સપાટી પર ખુલ્યો હતો. આજે બજાર ખુલ્યાની 5 મિનિટ બાદ
Advertisement
વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોને કારણે સ્થાનિક શેરબજારને સારી શરૂઆત સામાન્ય રહી છે. અમેરિકી બજારોમાં ગઈકાલની મંદીની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. આજે શેરબજારની શરૂઆત સામાન્ય તેજી સાથે થઈ છે.
BSE સેન્સેક્સ 21.86 પોઈન્ટ એટલેકે 0.039 ટકાના વધારા સાથે 55,588.27ની સપાટી પર ખુલ્યો છે. NSEનો નિફ્ટી 9.85 પોઈન્ટ એટલેકે 0.059 ટકાના વધારા સાથે 16,594ની સપાટી પર ખુલ્યો હતો. આજે બજાર ખુલ્યાની 5 મિનિટ બાદ જ શેરબજારે મહત્વની સપાટી પાર કરી લીધી છે. નિફ્ટીએ 16600 અને સેન્સેક્સ 55700ની સપાટી વટાવી છે. સવારે 9.21 કલાકે BSE સેન્સેક્સ 166.38 પોઈન્ટ એટલેકે 0.30 ટકાના વધારા સાથે 55,732.79ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ NSEનો નિફ્ટી 53.25 પોઈન્ટ એટલેકે 0.32 ટકાના ઉછાળા બાદ 16,637.80ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
બજાર ખુલ્યાની 15 મિનિટની અંદર જ શેરબજારમાં સારી તેજી જોવા મળી રહી છે અને નિફ્ટીના 50માંથી 34 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બાકીના 16 શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
Advertisement


