Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સેન્સેક્સમાં 550 પોઈન્ટનો કડાકો, 52,623ની સપાટીએ પહોંચ્યો

ગઇકાલની શેર બજારની અસર આજે પણ જોવા મળી રહી છે. આજના કારોબારમાં, BSE 30-શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 554.30 પોઈન્ટ્સ એટલેકે 1.04 ટકાના ઘટાડા સાથે 52,623.15ની સપાટી પર ખૂલ્યો હતો. NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 148.50 પોઈન્ટ એટલેકે  0.94 ટકાના ઘટાડા સાથે 15,701ની સપાટી પર ખૂલ્યો હતો.નિફ્ટીના 50માંથી 50 શેર આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને બજાર ઓલ રાઉન્ડ રેડ માર્કમાં કવર થઈ ગયું છે. આજે શરૂઆતના કારોબારમા
સેન્સેક્સમાં 550 પોઈન્ટનો કડાકો  52 623ની સપાટીએ પહોંચ્યો
Advertisement

ગઇકાલની શેર બજારની અસર આજે પણ જોવા મળી રહી છે. આજના કારોબારમાં, BSE 30-શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 554.30 પોઈન્ટ્સ એટલેકે 1.04 ટકાના ઘટાડા સાથે 52,623.15ની સપાટી પર ખૂલ્યો હતો. NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 148.50 પોઈન્ટ એટલેકે  0.94 ટકાના ઘટાડા સાથે 15,701ની સપાટી પર ખૂલ્યો હતો.

નિફ્ટીના 50માંથી 50 શેર આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને બજાર ઓલ રાઉન્ડ રેડ માર્કમાં કવર થઈ ગયું છે. આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી 15687 સુધી નીચી સપાટીએ ગયો હતો. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 403.20 પોઈન્ટ એટલેકે 1.20 ટકાના ઘટાડા સાથે 33,239 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
આજે, નિફ્ટીના તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ ઘટાડાનાં લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યાં છે અને PSU બેંક શેરોમાં 1.28 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક 1.28 ટકા નીચે છે. આઈટી, મેટલ્સ, ફાઈનાન્સિયલ તમામ સેક્ટરમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
IndusInd Bank 2.5 ટકા ડાઉન છે અને HUL 2.46 ટકાના ઘટાડા પર છે. હિન્દાલ્કોમાં 2.05 ટકાનો ઘટાડો થયો છે. બજાજ ફિનસર્વ 1.94 ટકા અને વિપ્રો 1.93 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. બજાર ખુલ્યાની 15 મિનિટ બાદ SBI લાઇફ 0.36 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×