ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાંગ્લાદેશના આ સ્ટાર ખેલાડીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમ (Mushfiqur Rahim)એ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિવારે એક ટ્વીટ કરીને તેમણે આ માહિતી આપી હતી. જોકે, મુશફિકુરે કહ્યું કે, જ્યારે તક મળશે ત્યારે તે ફ્રેન્ચાઈઝી લીગમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. ટેસ્ટ અને ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર à
07:47 AM Sep 04, 2022 IST | Vipul Pandya
બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમ (Mushfiqur Rahim)એ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિવારે એક ટ્વીટ કરીને તેમણે આ માહિતી આપી હતી. જોકે, મુશફિકુરે કહ્યું કે, જ્યારે તક મળશે ત્યારે તે ફ્રેન્ચાઈઝી લીગમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. ટેસ્ટ અને ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર à
બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમ (Mushfiqur Rahim)એ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિવારે એક ટ્વીટ કરીને તેમણે આ માહિતી આપી હતી. જોકે, મુશફિકુરે કહ્યું કે, જ્યારે તક મળશે ત્યારે તે ફ્રેન્ચાઈઝી લીગમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. ટેસ્ટ અને ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર અને વિકેટ કીપર બેટ્સમેન મુશફિકુર રહીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય અનુભવીએ એક ચોંકાવનારા નિર્ણયમાં તેની ભાવિ યોજનાઓ પણ જાહેર કરી છે. એશિયા કપ 2022માં બાંગ્લાદેશની ટીમનો હિસ્સો રહેલા મુશફિકુરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વીટ કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી કે તે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. મુશફિકુરે પોતાની પોસ્ટમાં લખ્યું, “હું T20 ઇન્ટરનેશનલમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું અને રમતના ટેસ્ટ અને ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. જો તક મળશે તો હું ફ્રેન્ચાઇઝી લીગમાં રમવા માટે ઉપલબ્ધ રહીશ. બે ફોર્મેટમાં મારા દેશનું ગર્વથી પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સુક છું."

જમણા હાથના બેટ્સમેન અને બાંગ્લાદેશના સફળ વિકેટકીપરે એશિયા કપ 2022માં સારું પ્રદર્શન કર્યું ન હતું. તેણે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી બે મેચમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા. જેમાં તે અફઘાનિસ્તાન સામે અને શ્રીલંકા સામે માત્ર ચાર રન બનાવી શક્યો હતો. જોકે, તેની T20I કારકિર્દી લાંબી અને મિશ્ર હતી. તેણે કુલ 102 મેચ રમી અને 19.48ની એવરેજ અને 115ની સ્ટ્રાઈક રેટથી 1500 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી છ અડધી સદી નીકળી હતી.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022 બાંગ્લાદેશ માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. ગ્રુપ બીમાં સામેલ ટીમને ગ્રુપ સ્ટેજમાં એક પણ જીત મળી નથી. 2016ની રનર્સ-અપ ટીમને પહેલા અફઘાનિસ્તાન સામે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને પછી નિર્ણાયક મેચમાં શ્રીલંકાના હાથે બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2016માં એશિયા કપ T20ની પ્રથમ સિઝનમાં બાંગ્લાદેશની ટીમ રનર્સ-અપ રહી હતી. તેને ટાઇટલ મેચમાં ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે T20 ફોર્મેટની બીજી સિઝન રમાઈ રહી છે, પરંતુ બાંગ્લાદેશનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું.
આ પણ વાંચો - ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપ બાદ હવે T20 વર્લ્ડ કપમાંથી પણ જાડેજા બહાર
Tags :
AsiaCupBangladeshCricketGujaratFirstMushfiqurRahimSports
Next Article