રાજ્યમાં હવે દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ, બેવડી ઋતુમાં વધ્યા શરદી-ઉધરસના કેસ
બેવડી ઋતુથી અમદાવાદમા શરદી ઉધરસના કેસમાં વધારોઅમદાવાદ શહેરમાં ધીમે ધીમે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.પરંતુ મચ્છરજન્ય કેસ પણ જોવા મળી રહ્યાં છે. ફેબ્રુઆરી માસ પ્રથમ સપ્તાહમાં પાણીજન્ય કેસ જોવા મળી રહ્યા છે. જયારે ગરમીનો માહોલ જોવા મળતા મચ્છજન્ય કેસ જોવા મળી રહ્યા નથી.દિવસ દરમ્યાન ગરમીનો માહોલ રાજ્યમા હવે ઠંડી વિદાય લહી રહી છે.અને દિવસ દરિયાન ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે ત
11:23 AM Feb 07, 2023 IST
|
Vipul Pandya
બેવડી ઋતુથી અમદાવાદમા શરદી ઉધરસના કેસમાં વધારો
અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.પરંતુ મચ્છરજન્ય કેસ પણ જોવા મળી રહ્યાં છે. ફેબ્રુઆરી માસ પ્રથમ સપ્તાહમાં પાણીજન્ય કેસ જોવા મળી રહ્યા છે. જયારે ગરમીનો માહોલ જોવા મળતા મચ્છજન્ય કેસ જોવા મળી રહ્યા નથી.
દિવસ દરમ્યાન ગરમીનો માહોલ
રાજ્યમા હવે ઠંડી વિદાય લહી રહી છે.અને દિવસ દરિયાન ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં વર્તમાન ફેબ્રુઆરી માસમાં મચ્છરજન્ય કેસમાં મોટી રાહત જોવા મળી રહી છે. જો કે ગરમી માહોલ જોવા મળતા ઝાડા ઉલ્ટીના કેસ વધારો જોવા મળી રહ્યો છે.
ફેબ્રુઆરી માસમાં મચ્છરજન્ય રોગોમાં માત્ર ડેંગ્યૂના કેસ
શહેરમાં મચ્છરજન્ય કેસોમાં નહિવત કેસ જોતા અધિકારીઓ રાહત અનુભવી રહ્યા છે.આ ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યૂના માત્ર 2 જ કેસ નોંધાયા છે જયારે જાન્યુઆરી માસના અત્યાર સુધી સાદા મેલેરિયા 11 કેસ, ઝેરી મેલેરિયાના 3 કેસ, ડેન્ગ્યૂના 43 કેસ અને ચિકનગુનિયાના 1 જ કેસ સામે આવ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 17,115 જેટલા લોહીના સેમ્પલ તેમજ 226 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
શરદી ઉધરસના કેસ વધારે
આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં સૌથી વધુ કેસ વાતાવરણ બદલાવાને કારણે શરદી ઉધરસના જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં અંદાજિત 25 થી 30 કેસ શરદી ઉધરસના જ જોવા મળ્યા છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં અર્બન હેલ્થ સેન્ટરમાં કુલ 8000 જેટલા લોકો સારવાર લીધી છે.જેમાંથી 1800 જેટલા કેસ માત્ર શરદી ઉધરસ જોવા મળી આવ્યા છે.
પાણીજન્ય કેસ યથાવત
અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધી ઝાડા ઉલટીના 47,કમળાના 22,ટાઈફોડના 32 અને કોલેરાનો 1 કેસ સામે આવ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 2645 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે ૬૫૦ જેટલા પાણીના નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી એક પણ સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article