Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેરબજારમાં જોવા મળી તેજી, નિફ્ટી 17 હજાર પાર ખુલ્યુ

બુધવારે શેરબજાર અગાઉનાં ટ્રેડિંગ દિવસની ગતિ જાળવી રાખીને લીલા નિશાન પર ખુલ્યું હતું.  બોમ્બે સ્ટોક એક્સચેન્જનાં 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સે 238 પોઈન્ટનાં વધારા સાથે 58,380 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 76 પોઈન્ટનાં ઉછાળા સાથે 17,428 પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 278 પોઈન્ટ વધીને 58,420 નાં સ્તરે જ્યારે નિફ્ટી 83 પોઈન્ટનાં વધારàª
શેરબજારમાં જોવા મળી તેજી  નિફ્ટી 17 હજાર પાર ખુલ્યુ
Advertisement

બુધવારે શેરબજાર અગાઉનાં ટ્રેડિંગ દિવસની ગતિ જાળવી રાખીને લીલા નિશાન પર
ખુલ્યું હતું.  બોમ્બે સ્ટોક એક્સચેન્જનાં
30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સે 238 પોઈન્ટનાં વધારા સાથે 58
,380 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જ્યારે નેશનલ
સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 76 પોઈન્ટનાં ઉછાળા સાથે 17
,428 પર ખુલ્યો હતો.

 

Advertisement

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 278 પોઈન્ટ વધીને 58,420 નાં સ્તરે જ્યારે નિફ્ટી
83 પોઈન્ટનાં વધારા સાથે 17,428 નાં સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટીનાં ટોપ
ગેઇનર્સમાં ગ્રાસિમ
, એચડીએફસી લાઇફ, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક અને પાવર ગ્રીડ જેવા શેરો હતા જ્યારે શ્રી સિમેન્ટ, આઇશર મોટર્સ, હીરો મોટર, અલ્ટ્રાટેક અને ICICI બેન્ક ટોચનાં ગુમાવનારા હતા.

Advertisement

 

ઉલ્લેખનીય છે કે મંગળવારે શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું હતું.  શેરબજારનાં બંને સૂચકાંકોએ મંગળવારે આગલા
દિવસની સુસ્તીમાંથી રિકવરી કરીને લાંબી છલાંગ લગાવી હતી. સેન્સેક્સ 1736 પોઈન્ટ
ઉછળીને 58
,142 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી
ઇન્ડેક્સ 510નાં ઉછાળા સાથે 17
,352 પર બંધ રહ્યો હતો. આપને જણાવી દઈએ કે, 1
ફેબ્રુઆરી 2021 પછી સેન્સેક્સનો આ કોઈ એક દિવસમાં સૌથી મોટો ફાયદો છે.

Tags :
Advertisement

.

×