ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 53400ની પાર

ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબારની શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત તેજીનું વલણ છે અને આઈટી, બેન્કિંગ શેરોના કારણે બજાર ઉપર ચઢવામાં સફળ રહ્યું છે.આજે BSE સેન્સેક્સ 53,170.70ના સ્તર પર અને NSE નિફ્ટી 15,818.20ના સ્તર પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 53400 ને પાર કરી ગયો છે અને નિફ્ટી 15900 ની નજીક આવી ગયો છે.આજે, શેરબજારના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 283.74 પોઇન્ટ અથવા 0.53 ટકાના વધ
05:06 AM Jul 06, 2022 IST | Vipul Pandya

ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબારની શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત તેજીનું વલણ છે અને આઈટી, બેન્કિંગ શેરોના કારણે બજાર ઉપર ચઢવામાં સફળ રહ્યું છે.
આજે BSE સેન્સેક્સ 53,170.70ના સ્તર પર અને NSE નિફ્ટી 15,818.20ના સ્તર પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 53400 ને પાર કરી ગયો છે અને નિફ્ટી 15900 ની નજીક આવી ગયો છે.
આજે, શેરબજારના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 283.74 પોઇન્ટ અથવા 0.53 ટકાના વધારા સાથે 53,418.09 પર ટ્રેડ કરી રહ્યો છે અને એનએસઇનો નિફ્ટી 59.30 પોઇન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 15,870.15 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50માંથી 40 શેરો તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 10 શેરોમાં લાલ નિશાન જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટી 301 પોઈન્ટના ઉછાળા સાથે 0.89 ટકાના દરે 34,116.90 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના વધતા શેરો પર નજર કરીએ તો એશિયન પેઈન્ટ્સ 2.83 ટકા અને આઈશર મોટર્સ 2.73 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સમાં 2.45 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. હીરો મોટોકોર્પ 1.57 ટકા અને બીપીસીએલ 1.56 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે.
આજના ઘટતા શેરો વિશે વાત કરીએ તો, ONGC 4.63 ટકા, હિન્દાલ્કો 4.17 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.95 ટકા અને કોલ ઈન્ડિયા 1.86 ટકાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. NTPC 1.14 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
Tags :
GujaratFirstNiftySensexStockmarket
Next Article