ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડભોઇ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના કનેકશનો કાપી નખાતા નગરના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો

ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો નગર પાલિકના વહીવટ પ્રત્યે બેધ્યાન હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. વારંવાર નવા નવા વિવાદો ઉભા થતાં જ રહે છે. તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ડભોઇ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના ૨૩ ઝોન માંથી 6 ઝોનના કનેકશનમાં વિજ પ્રવાહ બંધ કરી કનેકશનો કાપી નાખ્યા હતા. જેના કારણે નગરના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઇ જવા પામ્યો હતો. ડભોઇ નગરપાલિકાનો ગેરવહીવટને લઈàª
05:56 PM Feb 14, 2023 IST | Vipul Pandya
ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો નગર પાલિકના વહીવટ પ્રત્યે બેધ્યાન હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. વારંવાર નવા નવા વિવાદો ઉભા થતાં જ રહે છે. તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ડભોઇ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના ૨૩ ઝોન માંથી 6 ઝોનના કનેકશનમાં વિજ પ્રવાહ બંધ કરી કનેકશનો કાપી નાખ્યા હતા. જેના કારણે નગરના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઇ જવા પામ્યો હતો. ડભોઇ નગરપાલિકાનો ગેરવહીવટને લઈàª
ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો નગર પાલિકના વહીવટ પ્રત્યે બેધ્યાન હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. વારંવાર નવા નવા વિવાદો ઉભા થતાં જ રહે છે. તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ડભોઇ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના ૨૩ ઝોન માંથી 6 ઝોનના કનેકશનમાં વિજ પ્રવાહ બંધ કરી કનેકશનો કાપી નાખ્યા હતા. જેના કારણે નગરના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઇ જવા પામ્યો હતો. 
ડભોઇ નગરપાલિકાનો ગેરવહીવટને લઈને નગરમાં છવાયો અંધારપટ
નગરજનોને શાસકોના વાંકે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. નગર પાલિકાનું તંત્ર મધ્ય ગુજરાત વીજ કંપનીની બાકી પડતી રકમો સમયસર ભરતું નથી જેના પરિણામે વીજ કંપની દ્વારા આવું કડકાઈ ભર્યું પગલું લેવામાં આવ્યું છે. જેના કારણે હાલનો નગર પાલિકાનો વહીવટ ચર્ચાના ચકડોળે ચડયો છે. આ અંગે જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરતા સમગ્ર વિગત જાણવા મળી હતી.

પાલિકાએ 25 લાખ રૂપિયા ભરવાનાં બાકી      
જાણવા મળતી હકીકત મુજબ મધ્ય ગુજરાત વિજ કંપનીના 25 લાખ રૂપિયાની રકમ બાકી પડે છે. આ અંગે વીજ કંપનીના વહીવટી તંત્રએ અગાઉ આ રકમ ભરવા અંગે નગરપાલિકા તંત્રને નોટિસ આપી હતી. પરંતુ આ બાકી પડતી રકમ ન ભરતા વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટના કનેકશનો કાપી નાખવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સ્ટ્રીટ લાઈટોના બિલની રકમ રૂપિયા પચીસ લાખ ઉપરાંતની બાકી છે. નગરપાલિકાનું તંત્ર દિવસે દિવસે ખાડે જઈ રહ્યું છે. 
11 માસ પહેલાં પણ સ્ટ્રીટ લાઇટના કનેકશનો કપાયા હતાં
નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો અગાઉ ૩-૩-૨૦૨૨ ના રોજ પણ કપાઈ હતી. આના ઉપરથી જોઈ શકાય છે કે ૧૧ મહિનામાં જ ફરી વખત ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા સ્ટ્રીટ લાઈટો કાપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આમ તો મધ્ય ગુજરાત વિજ કંપનીની કુલ રકમ જોવા જઈએ તો 25 લાખ રૂપિયાની ઉપરાંતની બાકી છે. 
વેળાસર આ સમસ્યાનો ઉકેલ લાવવાની ચીફ ઓફિસરની હૈયાધારણા
પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, પાલિકાએ વીજ કંપનીના સટ્રીટ લાઈટના બીલની બાકી પડતી રકમ અંગે હાલ રૂપિયા પાંચ લાખ જેટલી રકમ ભરી દેવામાં આવી છે અને બાકી પડતી રકમો પણ સત્વરે ભરાઈ જાય તેવા પ્રયત્નો હાલ ચાલુ છે. તેમજ સમગ્ર બાબતનો વેળાસર ઉકેલ લાવવામાં આવશે.       

જો બાકી પડતી રકમો નહીં ભરાય તો વધુ ઝોનના કનેકશનો કરાવવાની શકયતાઓ
આમ હાલ તો નગર પાલિકાના શાસકો પોતાના વહીવટ અંગે ઢાંકપિછોડો કરતા હોય તેવું જણાઈ આવે છે. ડભોઇ નગરમાં ભાજપનું શાસન નગરપાલિકામાં આવતા જ નગરજનોને એવું હતું કે હવે તો નગરપાલિકાનો વહીવટ રેગ્યુલર અને સારો ચાલશે પરંતુ તેના બદલે કંઈક ઊંધું થઈ રહેલ છે. ડભોઇના નગરજનો અગાઉના નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોને હાલમાં યાદ કરે છે કે આના કરતાં તો પહેલાનાં બોર્ડ સારાં હતાં. જો નગરપાલિકા તંત્ર દ્વારા સમયસર બાકી પડતી રકમો ભરવામાં નહીં આવે તો હજુ પણ ડભોઇ નગરની વધુ ઝોનની સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કપાશે તેવું પણ જાણવા મળેલ છે.
આપણ  વાંચો-  રાજકોટ પ્રાણીઉદ્યાનના સિંહ પરિવારમાં Good News, સિંહણે સિંહ બાળને જન્મ આપ્યો, જુઓ તસવીરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DabhoidarknessGujaratFirstmaybeMunicipalityStreetlight
Next Article