ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઓપરેશન ગંગાને સફળ બનાવતી 'સુપર 30'ની ટીમ, બુડાપેસ્ટની એક હોટલમાં કંટ્રોલ રૂમ બનાવ્યો

ભારતીય દૂતાવાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' હેઠળ હંગેરીના બુડાપેસ્ટમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. 'ઓપરેશન ગંગા'ને સફળ બનાવવા માટે એક ટીમ રાત દિવસ કામ કરી રહી છે., યુવા ભારતીય ફોરેન સર્વિસ (IFS) અધિકારીઓ હાલમાં આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યાં છે. ભારતીય દૂતાવાસ દ્વારા બુડાપેસ્ટમાં એક નાનકડી હોટલના રૂમમાં કંટ્રોલ રૂમ બનાવવમાં આવ્યો છે. તેમાં ટેકનિકલ સ્
01:48 PM Mar 06, 2022 IST | Vipul Pandya
ભારતીય દૂતાવાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' હેઠળ હંગેરીના બુડાપેસ્ટમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. 'ઓપરેશન ગંગા'ને સફળ બનાવવા માટે એક ટીમ રાત દિવસ કામ કરી રહી છે., યુવા ભારતીય ફોરેન સર્વિસ (IFS) અધિકારીઓ હાલમાં આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યાં છે. ભારતીય દૂતાવાસ દ્વારા બુડાપેસ્ટમાં એક નાનકડી હોટલના રૂમમાં કંટ્રોલ રૂમ બનાવવમાં આવ્યો છે. તેમાં ટેકનિકલ સ્
ભારતીય દૂતાવાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' હેઠળ હંગેરીના બુડાપેસ્ટમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. 'ઓપરેશન ગંગા'ને સફળ બનાવવા માટે એક ટીમ રાત દિવસ કામ કરી રહી છે., યુવા ભારતીય ફોરેન સર્વિસ (IFS) અધિકારીઓ હાલમાં આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યાં છે. ભારતીય દૂતાવાસ દ્વારા બુડાપેસ્ટમાં એક નાનકડી હોટલના રૂમમાં કંટ્રોલ રૂમ બનાવવમાં આવ્યો છે. તેમાં ટેકનિકલ સ્ટાફની ટીમ તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો સાથે કામ કરતા યુવા ભારતીય જોવાં મળી રહ્યાં છે. 

પરિવહન, આવાસ, ખોરાક અને ફ્લાઇટ્સ આ ચાર ટીમ ખડે પગે તહેનાત
જેમાં  વિદેશ સેવા (IFS) અધિકારીઓ પણ જોડાયેલાં છે. પૂર્વ રાજદૂત કુમાર તુહિન સહિત લગભગ 30 લોકોની કોર ટીમ બનાવવામાં આવી છે, જેમને વિશેષ ફરજ પરના અધિકારી તરીકે  નિમણૂક કરલવામાં આવ્યા હતા,  આ ટીમ સમગ્ર કવાયતની દેખરેખ રાખવા માટે બનાવવામાં આવી છે. સાથે જ છ સભ્યો કમાન્ડ સેન્ટરમાં મુખ્ય ટીમનો ભાગ છે અને 10-15ની ટીમ સાથે સંકલન કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે જે સ્વયંસેવક ટીમોનું નેતૃત્વ કરે છે. આ વિશેષ ટીમ ચાર મુખ્ય વર્ટિકલ્સમાં વિભાજિત કરવામાં આવી હતી જેમાં પરિવહન, આવાસ, ખોરાક અને ફ્લાઇટ્સ આ ચાર ટીમ ખડે પગે તહેનાત છે.

એક સહિયારા પ્રયાસની જરૂર
ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ રાજીવ બોદવડે, જેઓ  બુડાપેસ્ટમાં વિશેષ ફરજ પર છે., તેમણે મિડિયા સાથે વાત કરતા કહ્યું, 'જ્યારે અમે આ મિશનની  શરૂઆત કરી ત્યારે તે માત્ર થોડાં જ વિદ્યાર્થીઓ હતાં, પરંતુ ધીમે ધીમે તેમની સંખ્યા વધવા લાગી અને તેથી એક સંગઠિત માળખું બનાવ્યું . "અમારી પાસે 150થી વધુ સ્વયંસેવકો પણ હતા, પરંતુ  આ મિશનને પાર પાડવા માટે એક સહિયારા પ્રયાસની જરૂર હતી." યુક્રેનમાં ચાલી રહેલા આ ભારતીય મિશન  વિશે વાત કરતાં રાજીવે કહ્યું, ,અમે એક કમાન્ડ સેન્ટર બનાવ્યું છે.  જે યુક્રેન સરહદ પરની અમારી ટીમ અમને જણાવશે કે કેટલા લોકો સરહદ પાર કરી ચૂક્યાં છે. ઓળંગી ગયા અને કેટલા લોકો હજુ આવશે, જેના આધારે. પરંતુ અમે કમાન્ડ સેન્ટરમાં વિદ્યાર્થીઓની ગણતરીઓ કરીએ છીએ.'
 
વિદ્યાર્થીઓને કામચલાઉ નિવાસ સ્થાન પણ પૂરા પાડવામાં આવ્યાં 
રાજીવ બોડવડેએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, '150 થી વધુ સ્વયંસેવકો પણ આ કામમાં દિવસ રાત અમારી  મદદ કરી રહ્યા છે. પ્રથમ ટીમ પરિવહનની દેખરેખ રાખે છે કારણ કે લોકો રેલવે, રસ્તા જે મળે તે માધ્યમોનો ઉપયોગ કરીને અહીં સુધી પહોંચી રહ્યાં છે. આપત્કાલીન પરિસ્થિતિમાં કેટલાક લોકો ચાલતા સરહદ પાર કરીને પણ અહીં આવી રહ્યાં છે. તેથી અમે તેમને ભારત સુધી પહોંચાડવા ફ્લાઇટની વ્યવસ્થા કરીએ છીએ સાથે જ અહીં તેમને કામચલાઉ નિવાસ સ્થાન પણ પૂરા પાડવામાં આવ્યાં છે. આવાસ ઉપલબ્ધ કરવા માટે 40થી વધુ જગ્યાઓ બનાવી છે જ્યાં અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને રહેવાંની વ્યવસ્થા કરી શકીએ'.. 

વિદ્યાર્થીઓ અહીંથી સુરક્ષિત નીકળે નહીં ત્યાં સુધી અમારું કામ સમાપ્ત થતું નથી
 "આવી વિકટ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે પૂરતી ભોજનની વ્યવસ્થા કરવી એ પણ એક મોટો પડકાર હતો. છેલ્લાં 10 દિવસોમાં  અમે 2,000 થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. હાલના સંજોગો જોતાં અમારે ખૂબ જ ઝડપથી કામ કરવું પડશે. અમારે આ વિપરિત સંજોગોમાં જગ્યાઓ બદલવી પણ પડી છે અને તે અમારી ફૂડ ટીમ માટે એક મોટી જવાબદારી હતી જ્યાં સુધી વિદ્યાર્થીઓ અહીંથી સુરક્ષિત નીકળે નહીં ત્યાં સુધી અમારું કામ સમાપ્ત થતું નથી, એરપોર્ટ પર સ્થિત ચોથી ટીમની જવાબદારી છે. એરપોર્ટ પરની અમારી ટીમ અમને જણાવે છે કે એરપોર્ટ પર કેટલી ફ્લાઈટ્સ છે અને કેટલા લોકોને અને કયા સમયે મોકલી શકાય છે.' રાજીવની જેમ ભારતના સૌથી મોટા રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરવા માટે ભારતીય દૂતાવાસ દ્વારા પડોશી દેશોના અન્ય કેટલાક અધિકારીઓને વિશેષ ફરજ પર લાવવામાં આવ્યા છે. અત્યારસુધીમાં ઓપરેશન ગંગા હેઠળ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ સેફ્ટી અને સિક્યોરિટી સાથે સ્વદેશ પરત ફરી ચૂક્યાં છે. એરફોર્સે 11 ફ્લાઇટ્સ કરી છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં 13 હજાર 700 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 

આજે લગભગ 889 ભારતીયો ઘરે પરત ફરશે
શનિવારે 15 ફ્લાઈટ દ્વારા ત્રણ હજાર નાગરિકો દેશમાં પરત ફર્યા હતા . આજે  કેન્દ્રીય મંત્રીએ આપેલા  નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે  વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે, આજે લગભગ 889 ભારતીયો ઘરે પરત ફરશે. કેન્દ્રીય મંત્રી ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે બહાર કાઢવા માટે એરફોર્સની પણ મદદ લેવામાં આવી છે વાયુસેનાએ અત્યાર સુધીમાં 11 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે.ગઇ કાલે વાયુસેનાએ તેના એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં તેણે વિદ્યાર્થીઓ માટે 11 ફ્લાઇટ્સ મોકલી છે. તેમાંથી 2,226 મુસાફરોને ભારત લાવવામાં આવ્યા છે. સાથે જ 26 ટન રાહત સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
પિસોચીનમાં હવે એક પણ ભારતીય નથી
યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે પિસોચિન શહેરમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. શનિવારે અહીંના દૂતાવાસ દ્વારા બસો મોકલવામાં આવી હતી. ભારત સરકાર હવે સુમીમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.  ભારત સરકારે ભારતીય વિદ્યાર્થીઓને રશિયા  બોર્ડરથી બહાર કાઢવા માટે રશિયન સત્તાવાળાઓ સાથે પણ વાટાઘાટો કરી હતી. આ પછી રશિયા દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 130 રશિયન બસો તૈનાત કરવામાં આવી છે. 


ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, ભારતીય દૂતાવાસની અપીલ  
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારતીય દૂતાવાસે બાકીના વિદ્યાર્થીઓને હંગેરીની રાજધાની બુડાપેસ્ટ પહોંચવા વિનંતી કરી છે. અગાઉ, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે યુક્રેનમાં ભારતીયોને તેમના મોબાઈલ નંબર અને સ્થાન સાથે "તાત્કાલિક ધોરણે" સંપર્ક કરવા જણાવ્યું હતું.  આજે .હંગેરીમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને મહત્વની જાહેરાત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય દૂતાવાસે આજે ઓપરેશન ગંગા ઉડાનનો અંતિમ તબક્કો શરૂ કર્યો છે.  તેમના પોતાના આવાસમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને  હંગેરી, રાકોઝી, બુડાપેસ્ટ પહોંચવા વિનંતી કરી છે.બાકીના વિદ્યાર્થીઓ સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચી જશે 
Tags :
GujaratFirstsetupacontrolroominahotelinBudapest.The'Super30'teamwhichmadeOperationGangaasuccess
Next Article