ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી સ્વીકારી, સાંજે 5 વાગે સુનાવણી કરશે

રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના આદેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. શિવસેનાની અરજી સુપ્રીમે સ્વીકારી લીધી છે અને સાંજે 5 વાગે સુનાવણી કરાશે તેમ કોર્ટ દ્વારા જણાવાયુ છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને લઈને શિંદે જૂથ આજે સાંજે 5 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ માટે ગુવાહાટીથી રવાના થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, એક નાથ શિંદે સહિત તમામ બળવાખોર ધારાસભ્યો આજે બà
06:11 AM Jun 29, 2022 IST | Vipul Pandya
રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના આદેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. શિવસેનાની અરજી સુપ્રીમે સ્વીકારી લીધી છે અને સાંજે 5 વાગે સુનાવણી કરાશે તેમ કોર્ટ દ્વારા જણાવાયુ છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને લઈને શિંદે જૂથ આજે સાંજે 5 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ માટે ગુવાહાટીથી રવાના થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, એક નાથ શિંદે સહિત તમામ બળવાખોર ધારાસભ્યો આજે બà
રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના આદેશ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. શિવસેનાની અરજી સુપ્રીમે સ્વીકારી લીધી છે અને સાંજે 5 વાગે સુનાવણી કરાશે તેમ કોર્ટ દ્વારા જણાવાયુ છે. 
બીજી તરફ, મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને લઈને શિંદે જૂથ આજે સાંજે 5 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ માટે ગુવાહાટીથી રવાના થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, એક નાથ શિંદે સહિત તમામ બળવાખોર ધારાસભ્યો આજે બપોરે 3 વાગ્યે ગુવાહાટીથી ગોવા જવા રવાના થશે. આ પછી, આવતીકાલે સવારે તેઓ સીધા જ ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પહોંચશે.
ફ્લોર ટેસ્ટની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી મંજુર કરી છે. શિવસેનાની તરફથી અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે મામલો સમજે છે અને પોતાનું કર્તવ્ય પુરુ કરશે. 
બીજી તરફ શિંદે જૂથના વકીલ નિરજ કિશન કૌલે અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સત્ર બોલાવવું અને ફ્લોર ટેસ્ટ ગૃહનો વિષય છે. કોર્ટ તેમાં દખલ કરી શકે નહી. સિંઘવી કોર્ટને ગુમરાહ કરી રહ્યા છે પણ કોર્ટે તેમની દલીલો માની ન હતી. 
શિંદેના વકીલ કૌલે કહ્યું કે આજે સાંજે આ મામલાની સુનાવણી કરાય તે જરુરી નથી. તેના પર કોર્ટે કહ્યું કે અમે આજે જ આ મામલાની સુનાવણી કરીશું. સુપ્રીમ કોર્ટે સિંઘવીએ કહ્યું કે આજે સાંજે 5 વાગે મામલાની સુનાવણી થશે. 3 વાગ્યા સુધી અરજીની કોપી તમામ પક્ષોને આપી દેવાય 
બીજી તરફ આ પહેલાં શરદ પવારના ઘેર મહત્વની બેઠક મળી હતી જેમાં ઉદ્ધવ સરકાર બચાવવા પર મંથન થયું હતું. બેઠકમાં કોંગ્રેસના નેતા અને મંત્રીઓ પણ હાજર હતા. 
Tags :
GujaratFirstpleaShivSenasupremecourt
Next Article