ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે ઝાડી-ઝાંખરાથી, છેલ્લા 30 વર્ષથી નથી થઈ રિનોવેશનની કામગીરી

અમરેલીના સાવરકુંડલા નગરપાલિકામાં રહીશો માટે દાયકાઓ સ્વિમિંગ પુલનું નિર્માણ કરાયુ હતું. આ સ્વિમિંગ પુલ30 વર્ષથી રિનોવેશનના કારણે અને તંત્રની મહેરબાની થકી આજ સુધી ઉપયોગમાં આવ્યું નથી અને રહી ગયું છે શોભાના ગાંઠિયા સમાન.સાવરકુંડલા નગરપાલિકાએ તો ભારે કરી! સાવરકુંડલા નગરપાલિકાની જોરદાર કામગીરી30 વર્ષે પણ સ્વિમિંગ પુલનું રિનોવેશન બાકી બાળકોને સ્વિમિંગ શીખવવા જવું પડે બહારનગરપ
02:43 PM Jun 08, 2022 IST | Vipul Pandya
અમરેલીના સાવરકુંડલા નગરપાલિકામાં રહીશો માટે દાયકાઓ સ્વિમિંગ પુલનું નિર્માણ કરાયુ હતું. આ સ્વિમિંગ પુલ30 વર્ષથી રિનોવેશનના કારણે અને તંત્રની મહેરબાની થકી આજ સુધી ઉપયોગમાં આવ્યું નથી અને રહી ગયું છે શોભાના ગાંઠિયા સમાન.સાવરકુંડલા નગરપાલિકાએ તો ભારે કરી! સાવરકુંડલા નગરપાલિકાની જોરદાર કામગીરી30 વર્ષે પણ સ્વિમિંગ પુલનું રિનોવેશન બાકી બાળકોને સ્વિમિંગ શીખવવા જવું પડે બહારનગરપ
અમરેલીના સાવરકુંડલા નગરપાલિકામાં રહીશો માટે દાયકાઓ સ્વિમિંગ પુલનું નિર્માણ કરાયુ હતું. આ સ્વિમિંગ પુલ
30 વર્ષથી રિનોવેશનના કારણે અને તંત્રની મહેરબાની થકી આજ સુધી ઉપયોગમાં આવ્યું નથી અને રહી ગયું છે શોભાના ગાંઠિયા સમાન.
  • સાવરકુંડલા નગરપાલિકાએ તો ભારે કરી! 
  • સાવરકુંડલા નગરપાલિકાની જોરદાર કામગીરી
  • 30 વર્ષે પણ સ્વિમિંગ પુલનું રિનોવેશન બાકી 
  • બાળકોને સ્વિમિંગ શીખવવા જવું પડે બહાર
  • નગરપાલિકા તંત્રએ દાખવી ઘોર બેદરકારી  
અમરેલીના સાવરકુંડલામાં દાયકાઓ પહેલા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે નગરજનો માટે સ્વિમિંગ પુલ તૈયાર કરાયુ હતું. સ્વિમિંગ પુલ બન્યા બાદ છેલ્લા 30 વર્ષથી રિનોવેશનની કામગીરી કરાઈ નથી. આજે રિનોવેશનના અભાવે સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. સ્વિમિંગ પુલમાં આજે ઝાડી-ઝાંખરા જોવા મળી રહ્યા છે.
સ્વિમિંગ પુલ ખંડેર હાલતમાં છે. સાવરકુંડલામાં કોઈએ બાળકોને સ્વિમિંગ શીખવવું હોય તો અન્ય શહેરોમાં મોકલવા પડે છે. આટલા વર્ષો બાદ પણ સ્વિમિંગ પુલના રિનોવેશનનું સત્તાધિશોને સૂઝ્યું નથી.
સ્થાનિકોની નારાજગી અને વિપક્ષના વિરોધ બાદ નગરપાલિકાના સત્તાધિશો આગામી 3 મહિનામાં સ્વિમિંગ પુલ શરૂ કરવાની બાંહેધરી આપી રહ્યા છે. તો અન્ય વિકાસના કાર્યોની પણ ખાતરી આપવામાં આવી છે.
કોઈ કાર્ય માટે 30 વર્ષ જેટલો સમય લાગે તે મોટી લાપરવાહી છે. તેવામાં  30 વર્ષ સુધી રાહ જોયા બાદ હજુ વધુ રાહ ન જોવી પડે તેવી આશ સ્થાનિકો રાખી રહ્યા છે.
Tags :
AmreliGujaratFirstswimmingpoolઅમરેલી
Next Article