ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યુક્રેન સામેનું યુદ્ધ હવે વધુ ખતરનાક થશે, પુતિન ગુસ્સામાં છે અને સાથે નિરાશ પણ છે

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દિવસે દિવસે વધુ આક્રમક થઈ રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ખતરનાક બની શકે છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓને દ્વારા યુદ્ધને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકી ગુપ્તચર અધિકારીઓનું માનવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે દિવસમાં યુક્રેનને કબજે કરવાનà«
10:16 AM Mar 14, 2022 IST | Vipul Pandya
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દિવસે દિવસે વધુ આક્રમક થઈ રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ખતરનાક બની શકે છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓને દ્વારા યુદ્ધને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકી ગુપ્તચર અધિકારીઓનું માનવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે દિવસમાં યુક્રેનને કબજે કરવાનà«

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ
ચાલી રહ્યું છે. રશિયા દિવસે દિવસે વધુ આક્રમક થઈ રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે
વધુ ખતરનાક બની શકે છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓને દ્વારા
યુદ્ધને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકી ગુપ્તચર અધિકારીઓનું માનવું છે
કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે દિવસમાં યુક્રેનને કબજે કરવાની યોજના
બનાવી હતી. પુટિને તેની તમામ શક્તિનો પ્રયાસ કર્યો છે
. પરંતુ યુદ્ધ બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખેંચાઈ ગયું છે. આવી
સ્થિતિમાં
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે
હવે આ યુદ્ધ વધુ ખતરનાક તબક્કે આવી શકે છે.


અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સનું માનવું
છે કે પુતિન યુક્રેનને તોડવા માટે આ યુદ્ધને વધુ ઉગ્ર બનાવી શકે છે. તેઓ કહે છે કે
રશિયા પાસે મોટી સેના છે અને તે કેટલાંક અઠવાડિયા સુધી યુક્રેન પર બોમ્બમારો કરી
શકે છે. તેઓ માને છે કે પુતિન તેમની સૈન્યની નિષ્ફળતાથી ગુસ્સે અને નિરાશ છે
. તેથી તે યુક્રેનમાં વધુ હિંસા અને વિનાશ સર્જવાની તૈયારી કરી રહ્યા
છે.
વિલિયમ બર્ન્સ રશિયામાં અમેરિકાના રાજદૂત રહી
ચુક્યા છે અને પુતિનને પણ ઘણી વખત મળ્યા છે. પુતિનની માનસિક સ્થિતિ વિશે પૂછવામાં
આવતા તેમણે કહ્યું કે મને લાગે છે કે પુતિન નિરાશ અને ગુસ્સે છે. તેમનું કહેવું છે
કે આ ગુસ્સો અને નિરાશા વધી શકે છે અને તે નાગરિકોની જાનહાનિને ધ્યાનમાં લીધા વિના
યુક્રેનિયન સેનાને કચડી નાખવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવી શકે છે.


બર્ન્સ કહે છે કે અત્યારે આ યુદ્ધને
સમાપ્ત કરવાનો કોઈ સીધો રસ્તો નથી. તેમણે કહ્યું કે તે બિલકુલ અકલ્પનીય છે કે
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અચાનક રશિયાના ક્રિમીયાના જોડાણને
માન્યતા આપશે અથવા પૂર્વી યુક્રેનના બે ભાગો (ડોનેત્સ્ક અને લુહાન્સ્ક) ની
સ્વતંત્રતા સ્વીકારશે. તેઓ કહે છે કે જો રશિયા કિવ પર કબજો કરે અને ઝેલેન્સકીને
હટાવે તો પણ પુતિનને
40 મિલિયન નાગરિકોના બળવાનો સામનો કરવો
પડશે. તેમણે કહ્યું કે પુતિન પાસે યુક્રેનિયન બળવાખોરીને ડામવા માટે કોઈ કાયમી
રાજકીય ઉકેલ પણ નથી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક
એવરિલ હેન્સનું કહેવું છે કે પુતિન તેને એક એવા યુદ્ધ તરીકે જોઈ રહ્યા છે જેમાં
તેઓ હારી શકે તેમ નથી.


Tags :
GujaratFirstPutinrussiarussiaukrainewarukraine
Next Article