Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

રાજ્યમાં સોના-ચાંદી જ્વેલરી શોરૂમમાં તોલમાપ વિભાગના દરોડા, કુલ 370 એકમો પર તપાસ હાથ ધરાઈ

Gujarat Jewellery Showroom Raids : ગુજરાતમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે તોલમાપ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરી સોના-ચાંદીના જ્વેલરી શોરૂમ્સ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના 25 જિલ્લાઓમાં ફેલાયેલા કુલ 370 એકમો પર એકસાથે દરોડા પાડીને વજન કાંટાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાં અનેક ચોંકાવનારી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે.
Advertisement
  • ગુજરાતમાં સોના-ચાંદી જ્વેલરી શોરૂમમાં તોલમાપ વિભાગના દરોડા
  • રાજ્યભરમાં કુલ 370 એકમો પર તપાસ હાથ ધરાઈ
  • તમામ એકમોમાં વજન કાંટાની કડક તપાસ કરાઈ
  • નિયત વજન કરતાં ઓછું વજન આપતા હોવાનું આવ્યું સામે
  • તોલમાપ વિભાગે રાજ્યના 25 જિલ્લાઓમાં દરોડા પાડ્યા

Gujarat Jewellery Showroom Raids : ગુજરાતમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે તોલમાપ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરી સોના-ચાંદીના જ્વેલરી શોરૂમ્સ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના 25 જિલ્લાઓમાં ફેલાયેલા કુલ 370 એકમો પર એકસાથે દરોડા પાડીને વજન કાંટાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાં અનેક ચોંકાવનારી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે.

તમામ એકમોમાં વજન કાંટાની કડક તપાસ કરાઈ

આ તપાસ દરમિયાન 273 એકમો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા, જેમાં નિયત માપ કરતા ઓછું વજન આપવું, મુદ્રાંકન (Stamping) વગરના સાધનોનો ઉપયોગ કરવો અને અનિવાર્ય ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવા જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. તોલમાપ વિભાગે આ નિયમભંગ બદલ કુલ 6.79 લાખ રૂપિયાનો સ્થળ પર જ દંડ વસૂલ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ કરી 22 વેપારીઓ સામે કાયદેસરના કેસ નોંધવામાં આવ્યા છે. પારદર્શિતા જાળવવા અને કિંમતી ઘરેણાંની ખરીદીમાં ગ્રાહકો છેતરાય નહીં તે હેતુથી વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આવી સખ્ત કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો :  Gold-Silver Rate Update: સોના-ચાંદીના ભાવમાં અચાનક આવ્યું 'તોફાન', કિંમતમાં રોકેટ ગતિનો વધારો

Advertisement

Tags :
Advertisement

.

×