ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પશ્ચિમ કચ્છ પોલીસે હેલમેટ પહેરવા લોકોને પ્રોત્સાહન આપવા પહેલા ખુદ પોતાના માટે જ બનાવ્યો આ નિયમ

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  સમગ્ર કચ્છ જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે પ્રજા તો જાગૃત થાય પરંતુ પોલીસ પણ જાગૃત થાય તે હેતુથી આવનારા દિવસોમાં પોલીસ દ્વારા હેલ્મેટ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. હાલમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તમામ...
03:44 PM May 21, 2023 IST | Vishal Dave
અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  સમગ્ર કચ્છ જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે પ્રજા તો જાગૃત થાય પરંતુ પોલીસ પણ જાગૃત થાય તે હેતુથી આવનારા દિવસોમાં પોલીસ દ્વારા હેલ્મેટ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. હાલમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તમામ...

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

સમગ્ર કચ્છ જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે પ્રજા તો જાગૃત થાય પરંતુ પોલીસ પણ જાગૃત થાય તે હેતુથી આવનારા દિવસોમાં પોલીસ દ્વારા હેલ્મેટ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

હાલમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તમામ પોલીસ મથકો તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ,એસપી કચેરી ,આઈજી કચેરી ,સહિતના સ્થળોએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ જ્યારે-જ્યારે કચેરીની અંદર આવે ત્યારે વાહન પર હેલ્મેટ પહેરીને આવે તે માટેની અપીલ રેન્જ આઈ. જી.જે.આર. મોથલિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા કરવામાં આવી છે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે પોલીસની આ પહેલને આવકાર આપવામાં આવ્યો છે.

ડીવાયએસપી,પાર્થ ચોવટીયાએ જણાવ્યું હતું કે પ્રથમ પોલીસ કર્મચારીઓ હેલ્મેટ માટે જાગૃત થાય તે બાદ પ્રજાજનો પણ જાગૃત થાય તેમણે કહ્યું કે લોકોને પોતાના રક્ષણ માટે હેલ્મેટ પહેરવા અપીલ છે

Tags :
compulsoryencouraging peoplehelmetsWest Kutch police
Next Article