ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પહેલા લિજ્જતથી બિસ્કીટ ખાધાં અને પછી ખબર પડી કે....

હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે તે સાંભળીને તમે પણ હસવા લાગશો. જી હા એક મહિલા કીડીઓથી ભરેલું બિસ્કીટ ખાઈ ગઈ છે. તમે જીરુ અને મસાલા વાળા બિસ્કીટ જોયા જ હશે. તો બિસ્કીટ ઉપર કીડીઓ હતી અને મહિલા તે કીડીઓને જીરૂં અને મસાલો સમજી બેઠી અને એક પછી એક બિસ્કીટખાઈ ગઈ. એક મહિલાએ પણ આવી ફ્લેવરવાળી કૂકીઝ ખાધી ત્યારે તેને ખબર પડી કે આ ફ્લેવર જીરું કે ચોકલેટનો નથી પરંતુ મહિલાએ કીડીઓ વાળા બિસ્કીટ àª
12:39 PM Apr 12, 2022 IST | Vipul Pandya
હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે તે સાંભળીને તમે પણ હસવા લાગશો. જી હા એક મહિલા કીડીઓથી ભરેલું બિસ્કીટ ખાઈ ગઈ છે. તમે જીરુ અને મસાલા વાળા બિસ્કીટ જોયા જ હશે. તો બિસ્કીટ ઉપર કીડીઓ હતી અને મહિલા તે કીડીઓને જીરૂં અને મસાલો સમજી બેઠી અને એક પછી એક બિસ્કીટખાઈ ગઈ. એક મહિલાએ પણ આવી ફ્લેવરવાળી કૂકીઝ ખાધી ત્યારે તેને ખબર પડી કે આ ફ્લેવર જીરું કે ચોકલેટનો નથી પરંતુ મહિલાએ કીડીઓ વાળા બિસ્કીટ àª

હાલમાં
એક એવી ઘટના સામે આવી છે કે તે સાંભળીને તમે પણ હસવા લાગશો. જી હા એક મહિલા
કીડીઓથી ભરેલું બિસ્કીટ ખાઈ ગઈ છે. તમે જીરુ અને મસાલા વાળા બિસ્કીટ જોયા જ હશે.
તો બિસ્કીટ ઉપર કીડીઓ હતી અને મહિલા તે કીડીઓને જીરૂં અને મસાલો સમજી બેઠી અને એક
પછી એક બિસ્કીટખાઈ ગઈ. એ
ક મહિલાએ પણ આવી ફ્લેવરવાળી કૂકીઝ ખાધી ત્યારે તેને ખબર પડી કે આ
ફ્લેવર જીરું કે ચોકલેટનો નથી
પરંતુ મહિલાએ કીડીઓ વાળા
બિસ્કીટ ખાઈ ગઈ છે.

મહિલાનું નામ છે બ્રેના કે
જેણે અજાણતા કીડીઓવાળા બિસ્કિટ ખાઈ ગઈ છે. આ વાતની જાણકારી તેણીએ ટિકટોક પર એક
વીડિયો દ્વારા આપી હતી. આ વાત સાંભળીને કેટલાક લોકો પોતાનું હસવું રોકી શક્યા ન
હતા. તો કેટલાક લોકો આ ઘટના પર સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. બ્રેનાએ પેકેટમાંથી
બિસ્કીટ કાઢીને ખાધું તો તેના પર કાળા રંગની વસ્તુ દેખાઈ. બ્રેનાએ વિચાર્યું કે
તે જીરું અથવા ચોકો ચિપ્સ હશે. તેણે એક પછી એક
2 બિસ્કીટ ખાધા, પછી તેને સમજાયું કે કાળી
વસ્તુ ખરેખર કીડી હતી
જે બિસ્કીટમાં ફસાઈ ગઈ હતી. તેણે બિસ્કીટનું પેકેટ
પણ બતાવ્યું જેમાં કીડીઓ હતી. બ્રેનાએ તેના બીજા વિડિયોમાં એમ પણ કહ્યું કે મોંમાં
ગયા પછી મને લાગ્યું કે હું સિક્કા ચાવી રહી છું.

ટિકટોક પર @brennaj77 નામના એકાઉન્ટથી બનેલા આ વીડિયોને 2 કરોડથી વધુ લોકોએ જોયો છે. આ ઘટના પર બ્રેનાએ પોતે
લખ્યું છે કે કદાચ તેને નવા ચશ્માની જરૂર છે. કેટલાક લોકોએ વીડિયો પર કમેન્ટ કરી
અને કેટલીક રમુજી વાતો કહી
, પરંતુ બ્રેના માટે આ ચોંકાવનારી ઘટના હતી. કેટલાક
યુઝર્સે તેમની તબિયત વિશે પૂછ્યું તો એક યુઝરે એમ પણ કહ્યું કે તે પણ
10 વર્ષ પહેલા આવું જ કરી
ચૂક્યો છે.

Tags :
antsBiscuitschocochipGujaratFirst
Next Article