બન્નીની વિચરતી જાતિની મહિલાઓ બની આત્મનિર્ભર, તમને ખબર છે ખારેકવર્ક શું છે?
એશિયા (Asia)ના સૌથી મોટા પ્રાકૃતિક ઘાસના મેદાન (field)એવા કચ્છ (Kutch)ના બન્ની વિસ્તારની માલધારી મહિલાઓ સદીઓથી પરંપરાગત પશુપાલન તથા ઘરની ચાર દિવાલ વચ્ચે ગૃહિણી તરીકે જીવન વ્યાપન કરી રહી છે. આ વિસ્તારમાં રોજીરોટીના સાધન તરીકે પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પરંતુ હાલ કેન્દ્ર અને રાજય સરકાર મહિલાઓની ઉન્નતિ તથા તેમને પગભર કરવા વિવિધ યોજનાઓ અમલી કરી છે. ત્યારે તેનો ફાયદો કચ્છના આ સરહદી માલધારી વિસ
11:19 AM Sep 21, 2022 IST
|
Vipul Pandya
એશિયા (Asia)ના સૌથી મોટા પ્રાકૃતિક ઘાસના મેદાન (field)એવા કચ્છ (Kutch)ના બન્ની વિસ્તારની માલધારી મહિલાઓ સદીઓથી પરંપરાગત પશુપાલન તથા ઘરની ચાર દિવાલ વચ્ચે ગૃહિણી તરીકે જીવન વ્યાપન કરી રહી છે. આ વિસ્તારમાં રોજીરોટીના સાધન તરીકે પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પરંતુ હાલ કેન્દ્ર અને રાજય સરકાર મહિલાઓની ઉન્નતિ તથા તેમને પગભર કરવા વિવિધ યોજનાઓ અમલી કરી છે. ત્યારે તેનો ફાયદો કચ્છના આ સરહદી માલધારી વિસ્તારની મહિલાઓ સુધી પણ પહોંચ્યો છે. એક ક્રાંતિકારી (Revolutionary)સફળ બદલાવ સરકાર (Government)ના પ્રયત્નથી જોવા મળ્યો છે.
મહિલાઓ પરંપરાગત વ્યવસાય શરૂ કર્યો
અહીંની વિચરતી પ્રજાતિની મહિલાઓ પરંપરાગત વ્યવસાય સાથે ઘરની બહાર નીકળીને પોતાની કલા-કારીગરીના જોરે પોતાનો બિઝનેસ (Business) શરૂ કરીને આત્મવિશ્વાસ સાથે વિવિધ શહેરોમાં જઇને વેચાણ કરતી થઇ છે. જે પરંપરાગત કલા ( Art) અત્યાર સુધી માલધારીઓના ઘર સુધી સિમિત હતી તે લોકો સુધી તો પહોંચી છે સાથે જ અહીંની મહિલાઓ (Women) તથા તેના સમગ્ર પરિવારને રોજગારીનું નવું સાધન પ્રાપ્ત થયું છે.
સ્થાનિક લોકો પશુપાલન પર નિર્ભર
ઉલ્લેખનીય છે કે, બન્ની ગ્રાસલેન્ડ કચ્છના રણમાં આવેલું છે, વિવિધ માલધારી જનજાતિથી સમૃદ્ધ બન્નીની ભૂમિ હજારો વર્ષો સુધી સિંધુ અને અન્ય નદી (Indus River)ઓ દ્વારા જમા કરેલા કાંપથી બનેલી છે. પરંતુ ૧૮૧૯ના કચ્છ (kutch)ના ભુકંપ બાદ સિંધુ નદી(Indus River)એ વહેણ બદલતા આ સમગ્ર વિસ્તાર પ્રભાવી ઢંગથી શુષ્ક બની ગયો છે. પશુપાલન પર નિર્ભર આ વિસ્તારની બન્ની ભેંસ લાખેણી છે. આ વિસ્તાર જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે. સાથે પ્રવાસી અને નિવાસી પક્ષીઓની ૧૫૦થી વધુ પ્રજાતિઓને વિસ્તાર આકર્ષિત કરે છે.
વિવિધ ભરતકામ માટે પણ અહીંનો પ્રદેશ જાણીતો
સૌથી મહત્વની વાત એ છે કે, વિવિધ ભરતકામ માટે પણ અહીંનો પ્રદેશ જાણીતો છે. અહીંની મહિલાઓની આંગળીના ટેરવે ગજબનો કસબ છુપાયેલો છે. મહિલાઓના પરંપરાગત પહેરવેશમાં તે ઉડીને આંખે વળગે છે. પરંતુ અત્યારસુધી આ કળા ઘરની ચાર દિવાલથી બહાર નીકળી ન હતી. પરંતુ સરકારના પ્રોત્સાહન, આર્થિક અને માર્કેટીંગ સહાયના કારણે હાલ શહેરી, ગ્રામીણ મહિલાઓની જેમ અહીંની માલધારી મહિલાઓ ઘરની ચાર દિવાલ બહાર નીકળીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આમ, અહીંની મહિલા આંત્રપ્રિન્યોર બની ગઇ છે.
ગુજરાતમાંથી વિવિધ કલા-કારીગરો પોતાની કળાનું પ્રદર્શન-વેચાણ કર્યું
તાજેતરમાં ભુજ હાટમાં જયારે આખા ગુજરાતમાંથી વિવિધ કલા-કારીગરો પોતાની કળાનું પ્રદર્શન-વેચાણ કરવા પધાર્યા હતા. ત્યારે કચ્છના છેવાડાના બન્નીના ગોરેવાલીની ૪૦ વર્ષીય ઉમલાબેન (Umlaben) કેસા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરં૫રાગત પહેરવેશ તથા પોતાની સંસ્કૃતિ (Culture)ને જાળવી રાખીને તેઓ એક બિઝનેસવુમ( Business woman)નની જેમ પોતાની પ્રોડક્ટ (Product)નું વેચાણ કરી રહ્યા હતા. સાથે જ લાઇવ ભરતકામ દર્શાવીને ગ્રાહકોને તે પોતાની કળા, હથોટીથી વાકેફ કરી રહ્યા હતા.
સરકાર દ્વારા સખી મંડળની સ્થાપના મહિલાઓને રોજગારી મળી
તેઓએ જણાવ્યું હતું કે, અત્યારસુધી રોજગારીના સાધનો સીમિત હતા જેનાથી પરિવારને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. અમારી પાસે કલાકારીગરી તો હતી પરંતુ મહિલાઓ ઘરમાં જ રહીને કામ સંભાળતી હોવાથી કોઇ દિવસ બહાર નીકળીને કંઇ નવું કરવાનો વિચાર આવ્યો ન હતો. ઓછા શિક્ષણ, આત્મવિશ્વાસના અભાવ વચ્ચે અમને સરકારે પગભર થવા પ્રોત્સાહિત કરતા સમગ્ર પરીવાર મારી પડખે ઉભીને હાલ મારી મદદ કરી રહ્યો છે. સરકાર દ્વારા સખી મંડળની સ્થાપના કરાવીને વિવિધ યોજનાઓના લાભ સાથે પ્રોડકટના વેચાણ માટે પ્રદર્શન- મેળામાં નિ:શુલ્ક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું હોવાથી અમારા જેવી અશિક્ષિત મહિલાઓને પણ ખુલ્લુ આકાશ પ્રાપ્ત થયું છે. નવા વિચાર સાથે નવી દિશા મળી છે, હાલ અમે પણ શિક્ષિત મહિલાઓની જેમ કમાણી કરીને અમારા પરિવાર, બાળકોને મદદરૂપ બની રહી છીએ. જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અમે આભારી છીએ.
હાલ સખી મંડળમાં ગોરેવાલીની ૧૫ બહેનો જોડાયેલી છે
તેઓ ઉમેરે છે કે, છેલ્લા એક વર્ષથી ચામુંડા સખી મંડળની સ્થાપના કરીને અમે અહીંના પરંપરાગત ભરતકામથી વિવિધ પ્રોડકટ બનાવીને વેંચાણમેળાના માધ્યમથી તથા વેપારીઓને વેચાણ કરી રહ્યા છીએ. ભરતકામમાં જોઇએ તો, પાકો, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેક વગેરેનો ઉપયોગ કરીને પેચ, બોર્ડર, બ્લાઉઝ, કઝરી, વોલપીસ, સાડી બોર્ડર, સ્ટોલ વગેરે બનાવીએ છીએ. હાલ સખી મંડળમાં ગોરેવાલીની ૧૫ બહેનો જોડાયેલી છે. જેઓને ઘર બેઠા કામ મળી રહેતા તેઓ પરીવાર પણ સંભાળી શકે છે તથા રોજગારી પણ રળી રહી છે.
ભરતકામની કળાને ઉજાગર કરી શહેરીજનોને ઘેલું લગાડ્યું
છેલ્લા એક વર્ષમાં મેં મુંબઇ, દિલ્લી, કલકત્તા, હૈદરાબાદ, બેંગ્લોર, વડોદરા, અમદાવાદ વગેરે જગ્યાએ પ્રદર્શન - મેળામાં ભાગ લઇને વેચાણ કર્યું છે. જેના કારણે અમને બજારની જાણકારી સાથે કઇ રીતે વધુ બિઝનેસ વિકસાવી શકાય તેમજ પ્રોડક્ટમાં શું ફેરફાર જરૂરી છે તેની ખૂબ જ માહિતી મળી છે. સાથે જ બિઝનેસના પાયાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. અમારા જેવી છેવાડાના વિસ્તારની મહિલાઓ જે વર્ષોથી ચાર દિવાલથી બહાર નીકળી જ ન હતી તેઓને સરકારે બિઝનેસ વુમન બનાવી દિધી છે જે બદલ સરકારશ્રીનો હું દિલથી આભાર માનીશ.
Next Article