Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખેડૂતે કર્યું એવું કામ કે ભર ઉનાળે પણ પાણીની તંગી ન સર્જાઈ, સલામ છે ખેડૂતને

બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન પાણીના તળ ઉંડા જતા ખેડુતોને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે. અને મોટા ભાગના ખેડુતો સરકાર પાસે પાણીની માંગ કરી પાણી માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે સરકાર પાસે સહાય માંગવાને બદલે આત્મનિર્ભર બની ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી બારેમાસ ખેતી થઈ શકે તે હેતુસર પોતાના ખેતરમાં જ મોટી પાકી ખેત તલાવડી બનાવી છà«
ખેડૂતે કર્યું એવું કામ કે ભર ઉનાળે પણ પાણીની તંગી ન
સર્જાઈ  સલામ છે ખેડૂતને
Advertisement

બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન પાણીના તળ ઉંડા જતા ખેડુતોને
સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે.
અને મોટા ભાગના ખેડુતો સરકાર
પાસે પાણીની માંગ કરી પાણી માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક
ખેડૂતે સરકાર પાસે સહાય માંગવાને બદલે આત્મનિર્ભર બની ચોમાસામાં વેડફાતા પાણીનો
સંગ્રહ કરી બારેમાસ ખેતી થઈ શકે તે હેતુસર પોતાના ખેતરમાં જ મોટી પાકી ખેત તલાવડી
બનાવી છે અને આ ખેત તલાવડી ચોમાસાના પાણીથી ભરાઈ જતાં તેમાંથી ખેડૂતે પોતાના
ખેતરના
10 વિધાના પાકમાં શિયાળુ અને ઉનાળુ
પાકને પાણી આપ્યું છે અને હજુ ચોમાસાના વાવેતરમાં પણ આ ખેત તલાવડીનું પાણી આપીને
સારી ખેતી કરી રહયા છે.
 

 

Advertisement

બનાસકાંઠા
જિલ્લામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીના તળ ખુબજ
  ઉંડા જતા
ખેડુતોને લાચાર બની સરકાર પાસે વારંવાર પાણીની માંગ કરવાનો વારો આવે છે પરંતુ તેવા
જ સમયે સરકાર દ્વારા સિંચાઈનું પાણી પૂરું ન પડાતા છેવટે ખેડુતોને રાતા પાણીએ
રોવાનો વારો આવી રહ્યો છે.ત્યારે
 
બનાસકાંઠા જિલ્લાના ડીસા
તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટ નામના યુવાન ખેડુતે સરકાર પાસે લાચાર બનીને
સહાય માંગવાને બદલે
  સ્વનિર્ભર બનવાનનો નિર્ધાર કરી ચોમાસામાં વેડફાતા
પાણીનો સંગ્રહ કરવા પોતાના સાડા દસ વીઘા ખેતરની જમીન માંથી પોણા વીઘા જમીનમાં
15 લાખ રૂપિયાનો
ખર્ચ કરી ફક્ત
4 મહિનાના ટૂંકા ગાળામાં પાકી ખેત તલાવડી બનાવી છે જે ખેત
તલાવડીની લંબાઈ
110 ફૂટ અને તેની પહોળાઈ 110 ફૂટ અને તેની
ઊંડાઈ
34 ફૂટ છે ,જે ખેત તલાવડી પ્રથમ ચોમાસામાં જ
વહી જતા વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતા અણદાભાઈએ તેમાંથી શિયાળુ સીઝનના પાકોના
વાવેતરને પાણી આપ્યું અને હાલ ચાલી રહેલા ઉનાળુ પાકના વાવેતરને પણ આપ્યું છે.

Advertisement


 જોકે
હજુ ખેત તલાવડીમાં
24 ફૂટ જેટલું પાણી હોવાથી આવનાર ચોમાસુ સીઝનમાં પણ
અણદાભાઈ આ ખેત તલાવડી માંથી પોતાના પાકોને પાણી આપશે
,અણદાભાઈ
પટેલનું કહેવું છે કે પહેલા પાણીના અભાવે તેવો પોતાની જમીનમાં પૂરતું વાવેતર કરતા
નહતા પરંતુ હવે આ ખેત તલાવડીના કારણે તેવો પૂરતી જમીનમાં વાવેતર કરી રહ્યા છે
તેમને સિંચાઈના પાણીની કોઈ જ તકલીફ ન હોવાથી તેમની ખેતીની આવક પણ ડબલ થઈ ગઈ છે અને
વરસાદી પાણી તેમની ખેત તલાવડીમાં ભરાતું હોવાથી તેમની જમીનનું ધોવાણ પણ થતું નથી
અને તેમને પાણી માટે પણ વલખાં મારવા
  પડતાં નથી.

મહત્ત્વની વાત
એ છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલા મુખ્ય
3 ડેમોમાં પણ પાણીની અછત સર્જાતા
ડેમોમાંથી ખેડુતોને સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરી દેતા ખેડુતોને ઉનાળુ સિઝન
લેવી કપરી બનશે અને ખેડુતોના પડતા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે.જેને લઇ ઠેર ઠેર
ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરી રહ્યાં છે પરંતુ તેવામાં પોતાના ખેતરમાં જ
સ્વખર્ચે ખેત તલાવડી બનાવવી આત્મનિર્ભર બનનાર અણદાભાઈ સમગ્ર જીલ્લામાં પ્રેરણારૂપ
બની ગયા છે.

 

Tags :
Advertisement

.

×