Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કમાણીના મામલે ધોની જેવું કોઇ નહીં, હવે કડકનાથ મરઘા કરાવશે માહીને કડક કમાણી

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્ર સિંહ ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લઇ લીધો છે. તેમ છતા પણ તેઓ કમાણીના મામલામાં આજે પણ ટોપ ક્રિકેટરોમાં છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે, માહી કડકનાથ મુરઘાઓ મારફતે નવું કામ શરૂ કરવા જઇ રહ્યો છે. જ્યા હવે ધોનીનું આ કામ પૂર્ણ થતું દેખાઇ રહ્યું છે, જેના વિશે આજે અમે તમને એક મોટું અપડેટ જણાવવા જઈ રહ્યા છીએ.ધોની મા
કમાણીના મામલે ધોની જેવું કોઇ નહીં  હવે કડકનાથ મરઘા કરાવશે માહીને કડક કમાણી
Advertisement
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્ર સિંહ ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લઇ લીધો છે. તેમ છતા પણ તેઓ કમાણીના મામલામાં આજે પણ ટોપ ક્રિકેટરોમાં છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે, માહી કડકનાથ મુરઘાઓ મારફતે નવું કામ શરૂ કરવા જઇ રહ્યો છે. જ્યા હવે ધોનીનું આ કામ પૂર્ણ થતું દેખાઇ રહ્યું છે, જેના વિશે આજે અમે તમને એક મોટું અપડેટ જણાવવા જઈ રહ્યા છીએ.
ધોની માત્ર ક્રિકેટથી જ નથી કરતો કમાણી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોનીએ ઓર્ગેનિક ફાર્મિંગ અને પોલ્ટ્રી ફાર્મિંગ શરૂ કર્યું છે. ધોની પાસે રતુના સાંબોમાં ફાર્મ હાઉસ છે, જ્યાં તે તરબૂચ, સ્ટ્રોબેરી અને પપૈયાની ખેતી કરે છે. ધોની હવે આ જ ફાર્મ હાઉસમાં કડકનાથ મુરઘાનો ઉછેર કરી રહ્યો છે. આ માટે તે મધ્યપ્રદેશના ઝાબુઆથી કડકનાથ મરઘા લાવ્યો છે. ઓર્ડર મળ્યા બાદ મધ્યપ્રદેશની કો-ઓપરેટિવ ફર્મએ ધોનીના ફાર્મ હાઉસ માટે 2000 કડકનાથ મરઘાઓના બચ્ચા મોકલ્યા છે. આ ઓર્ડર કોરોના અને બર્ડ ફ્લૂના કારણે હોલ્ડ પર હતો, પરંતુ હવે આ બચ્ચાઓની ડિલિવરી કરવામાં આવી છે. આ બચ્ચાઓને ઝાબુઆ જિલ્લા મેજિસ્ટ્રેટ સોમેશ મિશ્રાએ શુક્રવારે ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકામાં સ્થિત રૂંડીપાડા ગામના રહેવાસી વિનોદ મેડાના કુક્કુટ ફોર્મમાંથી એક વાહનમાં રાંચી મોકલ્યા હતા. છત્તીસગઢ સાથેની કાનૂની લડાઈ બાદ 2018માં પ્રખ્યાત કડકનાથ જાતિના મરઘાના માંસને જીઆઈ ટેગ (ભૌગોલિક સંકેત ટેગ) મળ્યો હતો. માહી માર રહા હે…..આ શબ્દો તમે મેદાન પર ઘણી વાર સાંભળ્યા હશે, જ્યારે મેદાનની બહાર માહી બિઝનેસની રેસમાં પણ સૌથી આગળ છે. જ્યાં ક્રિકેટની સાથે ધોનીની કમાણી અલગ-અલગ બિઝનેસમાંથી પણ થાય છે, જેના માટે માહી ખૂબ ફેમસ છે. આ સાથે ધોનીનું રાંચીમાં એક અલગ ફાર્મ હાઉસ પણ છે, જ્યાં માહીએ તેના મિત્રોની મદદથી ફળો અને શાકભાજીનો બિઝનેસ શરૂ કર્યો છે. 
જાણો શા માટે કડકનાથ મરઘા છે ખાસ
કડકનાથના બચ્ચાઓનું કન્સાઈનમેન્ટ ઝાબુઆથી અગાઉ મોકલવામાં આવ્યું હોત પરંતુ આ દરમિયાન બર્ડ ફ્લૂના ફેલાવાની સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ ખૂબ વધી ગયું હતું. જેથી ઓર્ડર મોકલવામાં વિલંબ થયો હતો. કડકનાથ રાંચીના બજારમાં ₹800 થી ₹1200 વચ્ચે વેચાય છે. ધોનીના આઉટલેટમાં પણ કડકનાથ છેલ્લે ₹1000 કિલોમાં વેચવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે, એકદમ કાળો દેખાતો કડકનાથ માંસની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના માંસમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જ્યારે પ્રોટીનનું પ્રમાણ 22 થી 30% ની વચ્ચે હોય છે. 
આ મરઘા તૈયાર થવામાં વધુ સમય લાગતો નથી
આ મરઘાની ખાસિયત એ છે કે તેને તૈયાર થવામાં વધુ સમય નથી લાગતો અને તેની માંગ પણ સૌથી વધુ છે. આટલું જ નહીં તેનો રેટ પણ અન્ય મરઘા કરતા ઘણો વધારે છે. કડકનાથ મરઘા ઉછેરવામાં બહુ તકલીફ પડતી નથી. તેને કંઈપણ ખવડાવી શકાય છે. જેમાં ઘાસ, બ્રેડ, ચોખા, ઘઉં, અનાજ, નાની માછલી વગેરેનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે, તેને તૈયાર કરવામાં 90 થી 100 દિવસનો સમય લાગે છે. એટલે કે, જો તમે આ વ્યવસાયને યોગ્ય રીતે શરૂ કરો છો, તો તમે માત્ર 100 દિવસમાં કરોડપતિ બની શકો છો. એક મરઘો 800 રૂપિયામાં વેચાય છે. કડકનાથ મરઘાનો રેટ સામાન્ય મરઘા કરતા ઘણો વધારે છે. જો તમે બજારમાં કડકનાથ મરઘો લો છો, તો તમારે તેના માટે 700 થી 800 રૂપિયા ચૂકવવા પડશે. તે પછી જ તમે આ મરઘો મેળવી શકશો. આ મરઘાના ઈંડાની માંગ અને કિંમત બંને વધુ છે.
ઉલ્લેખનીય છે કે, આ IPLમાં ભલે ચેન્નાઈની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે અને ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે, પરંતુ ધોની સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. જ્યારે ધોની પહેલાની જેમ ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે, તો ઘણા પ્રસંગોએ જાડેજાની જગ્યાએ ધોની ટીમની કપ્તાની કરતો જોવા મળ્યો છે.  
Tags :
Advertisement

.

×