ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'દાદા' ના આ નિર્ણયો...જે ફરી એક વાર તેમને મુખ્યમંત્રીની ખુરશી તરફ દોરી ગયા

ગુજરાતના નવા મુખ્યમંત્રી (Chief Minister) તરીકેશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નામની પસંદગી કરવામાં આવી છે. મૃદુ અને મક્કમ ગણાતાશ્રી ભૂપેન્દ્ર પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવે છે અને તેમણે છેલ્લા 1 વર્ષમાં કરેલા કાર્યોને ધ્યાનમાં રાખીને ભાજપ હાઇકમાન્ડે તેમને ફરી એક વાર ગુજરાતનું સુકાન સોંપ્યું છે. ગુજરાતની જનતામાં અને ભાજપના કાર્યકરોમાં તેઓ 'દાદા'ના હુલામણા નામથી ઓળખાય છે. ભૂપેન્દ્ર-નરેન્દ્રના
08:07 AM Dec 10, 2022 IST | Vipul Pandya
ગુજરાતના નવા મુખ્યમંત્રી (Chief Minister) તરીકેશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નામની પસંદગી કરવામાં આવી છે. મૃદુ અને મક્કમ ગણાતાશ્રી ભૂપેન્દ્ર પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવે છે અને તેમણે છેલ્લા 1 વર્ષમાં કરેલા કાર્યોને ધ્યાનમાં રાખીને ભાજપ હાઇકમાન્ડે તેમને ફરી એક વાર ગુજરાતનું સુકાન સોંપ્યું છે. ગુજરાતની જનતામાં અને ભાજપના કાર્યકરોમાં તેઓ 'દાદા'ના હુલામણા નામથી ઓળખાય છે. ભૂપેન્દ્ર-નરેન્દ્રના
ગુજરાતના નવા મુખ્યમંત્રી (Chief Minister) તરીકેશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નામની પસંદગી કરવામાં આવી છે. મૃદુ અને મક્કમ ગણાતાશ્રી ભૂપેન્દ્ર પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવે છે અને તેમણે છેલ્લા 1 વર્ષમાં કરેલા કાર્યોને ધ્યાનમાં રાખીને ભાજપ હાઇકમાન્ડે તેમને ફરી એક વાર ગુજરાતનું સુકાન સોંપ્યું છે. ગુજરાતની જનતામાં અને ભાજપના કાર્યકરોમાં તેઓ 'દાદા'ના હુલામણા નામથી ઓળખાય છે. 

ભૂપેન્દ્ર-નરેન્દ્રના નામનો ચૂંટણીમાં ઉપયોગ
ઘાટલોડીયા વિધાનસભામાં ઐતિહાસીક લીડથી જીતેલા શ્રી ભૂપેન્દ્ર પટેલ ગત 2021માં ગુજરાતના 17માં મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના નામના અનેક વખાણ કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે આ વખતે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડશે. ચૂંટણી પ્રચારમાં પણ ભૂપેન્દ્ર અને નરેન્દ્રના નામનો ઉપયોગ કરાયો હતો. કેન્દ્રીય હાઇકમાન્ડે  ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

તેમના નિર્ણયો અસરકારક 
શ્રી ભૂપેન્દ્ર પટેલની છેલ્લા 1 વર્ષમાં  મૃદુ અને મક્કમ નેતા તરીકેની છાપ કાયમ થઈ છે. તેઓ ઘાટલોડીયા બેઠકથી  ઐતિહાસિક 1.92 લાખ મતથી જીત્યા હતા. શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં 3-4 મોટા નિર્ણય લેવાયા હતા જે  અસરકારક નિર્ણયો સાબિત થયા હતા. 

 નાર્કો રિવોર્ડ પોલિસી દેશમાં પ્રથમવાર લાગુ કરી
શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે  નાર્કો રિવોર્ડ પોલિસી દેશમાં પ્રથમવાર લાગુ કરી હતી. આ ઉપરાંત તેમના શાસનમાં  આઈટી પોલિસી હેઠળ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. તેમણે  રમત ગમત પોલિસીની જાહેરાત કરી હતી તથા  નેશનલ ગેમ્સનું સફળ આયોજન પણ કર્યું હતું. 
રાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટો કરી 
શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે  આઈટી પોલીસીની જાહેરાત કરી હતી તથા મોટાપાયે કરોડોનું વિદેશી રોકાણ પણ  આવ્યું હતું. તેમના શાસનમાં  ખેલ મહાકુંભ, નેશનલ ગેમ્સ, ડિફેન્સ એક્સ્પો અને  સહકાર સંમેલન જેવી રાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટો થઈ હતી. 
નિર્વિવાદ રાજકારણી તરીકેની ઓળખ
ભૂપેન્દ્ર પટેલ સરકારે  નવી શિક્ષણ નીતિનું ગુજરાતમાં સૌથી પહેલા અમલીકરણ કર્યું હતું. તેઓ પાટીદાર નેતા છે પણ દરેક સમાજમાં તેમની સ્વીકાર્યતા છે. નિર્વિવાદ રાજકારણી તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ છે.તેઓ મંત્રી,અધિકારીઓના સમન્વય સાથે ચાલનારા નેતા ગણાય છે.

ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા
 ભૂપેન્દ્રભાઈ કામ લેવામાં હંમેશા અગ્રેસર રહે છે અને તેઓ  ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. પોલીસ અને સરકારી કર્મચારીઓના આંદોલનનો તેમણે સુખદ ઉકેલ આણ્યો હતો. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--ગુજરાતમાં બનશે ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર
Tags :
BhupendraPatelChiefMinisterGujaratFirst
Next Article