વર્ચ્યુઅલ જોબ ઈન્ટરવ્યૂમાં નોકરી અપાવશે આ Tips
જ્યારે તમે તમારા ઘર કે પોતાના લોકેશન પરથી લેપટોપ, કમ્પ્યૂટર અથવા ફોનના માધ્યમથી ઑનલાઈન ઈન્ટરવ્યૂ આપો તે તેને વર્ચ્યુઅલ જોબ ઈન્ટર્વ્યૂ કહેવામાં આવે છે.વ્યવસ્થિત કમ્યુનિકેશન તમને સફળતા અપાવી શકે છે. તેથી વર્ચ્યુઅલ ઈન્ટરવ્યૂમાં પોતાના પોઈન્ટ્સને લઈને અગાઉથી જ તૈયારીઓ કરી લેવી જોઈએ.ઈન્ટરવ્યૂ માટે ફોનની પસંદગી કરવા કરતાં લેપટોપ કે કમ્પ્યૂટરની પસંદગી કરવી. જેથી કોલ ડ્રોપ થવાà
02:19 PM Sep 05, 2022 IST
|
Vipul Pandya
- જ્યારે તમે તમારા ઘર કે પોતાના લોકેશન પરથી લેપટોપ, કમ્પ્યૂટર અથવા ફોનના માધ્યમથી ઑનલાઈન ઈન્ટરવ્યૂ આપો તે તેને વર્ચ્યુઅલ જોબ ઈન્ટર્વ્યૂ કહેવામાં આવે છે.
- વ્યવસ્થિત કમ્યુનિકેશન તમને સફળતા અપાવી શકે છે. તેથી વર્ચ્યુઅલ ઈન્ટરવ્યૂમાં પોતાના પોઈન્ટ્સને લઈને અગાઉથી જ તૈયારીઓ કરી લેવી જોઈએ.
- ઈન્ટરવ્યૂ માટે ફોનની પસંદગી કરવા કરતાં લેપટોપ કે કમ્પ્યૂટરની પસંદગી કરવી. જેથી કોલ ડ્રોપ થવાનું રિસ્ક ના રહે. વીડિયો કોલ દરમિયાન ફોનને લાંબો સમય પકડી રાખવાથી હાથ વારંવાર હલી શેક છે.
- ઈન્ટરવ્યૂ કયા ફોર્મેટમાં અને કયા સોફ્ટવેરના માધ્યમથી લેવાશે, તે વિશે અગાઉથી જ જાણકારી લઈ લો.
- ઈન્ટરવ્યૂ શરૂ થતાં પહેલા જ એ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી, તેની પ્રેક્ટિસ કરી લો.
- ઈન્ટરવ્યૂ ભલે વર્ચ્યુઅલ હોય, પરંતુ તમારા ડ્રેસિંગ અને લુક્સનું પૂરતું ધ્યાન રાખો. હંમેશા ફોર્મલ ડ્રેસની પસંદગી કરો.
- ભૂલથી પણ એવું ના વિચારો કે, વર્ચ્યુઅલ ઈન્ટરવ્યૂમાં તમારા બૉડી લેન્ગ્વેજ નોટીસ નહીં થાય.
- ઈન્ટરવ્યૂ દરમિયાન આઈ કૉન્ટેક્ટથી વાત કરવી ખૂબ જ જરૂરી છે. તે તમારો કૉન્ફિડન્સ લેવલ દર્શાવે છે.
Next Article