ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વંથલીના બંધડા ગામે મંદિરમાં ત્રાટકયા તરસ્કરો, 3 લાખની કિંમતના નાગદેવતાના ચાંદીનાં થાલાની ચોરી

-મંદિરમાં ત્રાટક્યા તસ્કરો -રૂપિયા 3લાખની કિંમતના નાગદેવતાના થાલાની ચોરી -પુજારીએ સવારે 4 વાગ્યે મંદિર ખોલ્યુ, ત્યારે ચોરીની જાણ થઇ વંથલીના બંધડા ગામે આવેલા પ્રસિદ્ધ અને અતિ પૌરાણિક એવા બંધનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી  મંદિરના તાળા તોડી  નાગદેવતાના  અંદાજે 3 લાખની કિંમતના ચાંદીના થાલાની ચોરી કરી લીધી.. જેને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે મંદિરના પૂજારી દિલીપàª
07:46 AM Jan 16, 2023 IST | Vipul Pandya
-મંદિરમાં ત્રાટક્યા તસ્કરો -રૂપિયા 3લાખની કિંમતના નાગદેવતાના થાલાની ચોરી -પુજારીએ સવારે 4 વાગ્યે મંદિર ખોલ્યુ, ત્યારે ચોરીની જાણ થઇ વંથલીના બંધડા ગામે આવેલા પ્રસિદ્ધ અને અતિ પૌરાણિક એવા બંધનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી  મંદિરના તાળા તોડી  નાગદેવતાના  અંદાજે 3 લાખની કિંમતના ચાંદીના થાલાની ચોરી કરી લીધી.. જેને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે મંદિરના પૂજારી દિલીપàª
-મંદિરમાં ત્રાટક્યા તસ્કરો 
-રૂપિયા 3લાખની કિંમતના નાગદેવતાના થાલાની ચોરી 
-પુજારીએ સવારે 4 વાગ્યે મંદિર ખોલ્યુ, ત્યારે ચોરીની જાણ થઇ 
વંથલીના બંધડા ગામે આવેલા પ્રસિદ્ધ અને અતિ પૌરાણિક એવા બંધનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી  મંદિરના તાળા તોડી  નાગદેવતાના  અંદાજે 3 લાખની કિંમતના ચાંદીના થાલાની ચોરી કરી લીધી.. જેને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. 
આ અંગે મંદિરના પૂજારી દિલીપગીરી બાપુએ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.. તેમણે કહ્યું કે તેઓ વહેલી સવારે 4 વાગે મંદિર જતા જાળીનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અંદર જોતા નાગદેવતાના ચાંદીના થાલા કે જેની કિંમત અંદાજે 3 લાખ જેટલી થાય છે તે નજરે ન પડતા ચોરી થયા હોવાની જાણ થઇ હતી.અને તેમણે આ અંગે ગ્રામજનોને જાણ કરી હતી.  ત્યારબાદ વંથલી પોલીસને જાણ કરતા dysp  બી.સી.ઠક્કર ,psi એમ.કે.મકવાણા તેમજ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. 
પોલીસે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સી.સી.કેમેરા તપાસી ગુનેગારો સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.  બંધડા ખાતે આવેલા બંધનાથ મહાદેવનું મંદિર વંથલી તેમજ આજુબાજુના ગામોના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર હોય આ બનાવથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે તેમજ આ કૃત્ય કરનારા આરોપીઓને તાત્કાલિક પકડી ગુનેગારોને આકરી સજા આપવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. 
આ પણ વાંચોઃ  નખત્રાણાનો નામચીન વ્યાજખોર પોલીસના પાંજરે પુરાયો, સત્તર જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BandravillageGujaratFirstraidedserpentdeitysilverplatestealingtempleThievesVanthali
Next Article