ભારતને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવનારું છે આ બજેટ – MLA બળવંતસિંહ રાજપૂત
- કેન્દ્રીય બજેટને લઈ સિદ્ધપુરના ધારાસભ્યની પ્રતિક્રિયા
- બળવંતસિંહ રાજપૂતે વિકાસ અને પ્રજાલક્ષી બજેટ ગણાવ્યું
- ધારાસભ્યએ ઉદ્યોગોને વેગવંતા બનાવતું બજેટ ગણાવ્યું
- "વર્ષ 2030 સુધીમાં ભારતને ત્રીજી મહાસત્તા બનવા માટેનું બજેટ"
- "બજેટથી ભારતનું અર્થતંત્ર મજબૂત બનશે, દેશનો વિકાસ થશે"
Budget 2026 : તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે અત્યંત હકારાત્મક પ્રતિસાદ આપતા તેને સર્વગ્રાહી વિકાસ અને પ્રજાલક્ષી અભિગમ ધરાવતું ગણાવ્યું છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે આ બજેટ દેશના ઉદ્યોગોને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રોત્સાહક સાબિત થશે અને ઉદ્યોગ જગતને વેગવંતુ બનાવી આર્થિક ક્ષેત્રે નવા દ્વાર ખોલશે.
ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બજેટમાં લેવાયેલા નિર્ણયો વર્ષ 2030 સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે. એકંદરે, આ બજેટ ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવીને દેશને સર્વાંગી પ્રગતિના પંથે આગળ ધપાવનારું છે તેમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.
આ પણ વાંચો : બજેટ 2026ને કેન્દ્રીય મંત્રી CR Patil એ આવકાર્યું, જાણો શું કહ્યું


