ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉદ્ધવ કેમ્પની શિવસેનાનું આ નામ અને પ્રતીક હોઇ શકે, જાણો

શિવસેના (Shiv Sena)ના નામ અને પ્રતીકને લઈને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે (Eknath Shinde) કેમ્પ વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) શિવસેનાનું નામ અને તેનું પ્રતીક 'તીર-કમાન' જપ્ત કરી લીધું છે. જો કે આ ઘટનાક્રમ બાદ  શિવસેનાના ઉદ્ધવ ઠાકરે કેમ્પે મુંબઈના અંધેરી પૂર્વમાં આગામી પેટાચૂંટણી માટે પક્ષના ત્રણ નામ અને પ્રતીકની યાદી આપી છે. ઉદ્ધવ કેમ્પે પક્ષના આ નામ આપ્યાંસૂત્રોએ જણ
07:34 AM Oct 09, 2022 IST | Vipul Pandya
શિવસેના (Shiv Sena)ના નામ અને પ્રતીકને લઈને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે (Eknath Shinde) કેમ્પ વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) શિવસેનાનું નામ અને તેનું પ્રતીક 'તીર-કમાન' જપ્ત કરી લીધું છે. જો કે આ ઘટનાક્રમ બાદ  શિવસેનાના ઉદ્ધવ ઠાકરે કેમ્પે મુંબઈના અંધેરી પૂર્વમાં આગામી પેટાચૂંટણી માટે પક્ષના ત્રણ નામ અને પ્રતીકની યાદી આપી છે. ઉદ્ધવ કેમ્પે પક્ષના આ નામ આપ્યાંસૂત્રોએ જણ
શિવસેના (Shiv Sena)ના નામ અને પ્રતીકને લઈને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે (Eknath Shinde) કેમ્પ વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) શિવસેનાનું નામ અને તેનું પ્રતીક 'તીર-કમાન' જપ્ત કરી લીધું છે. જો કે આ ઘટનાક્રમ બાદ  શિવસેનાના ઉદ્ધવ ઠાકરે કેમ્પે મુંબઈના અંધેરી પૂર્વમાં આગામી પેટાચૂંટણી માટે પક્ષના ત્રણ નામ અને પ્રતીકની યાદી આપી છે. 
ઉદ્ધવ કેમ્પે પક્ષના આ નામ આપ્યાં
સૂત્રોએ જણાવ્યું કે ઉદ્ધવ કેમ્પે પક્ષનું નામ  'શિવસેના બાળાસાહેબ ઠાકરે' નામ માટે પ્રથમ પસંદગી કરી છે, જ્યારે 'શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે' બીજી પસંદગી છે. આ નામોમાં ઉદ્ધવ કેમ્પ વતી બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નવા પક્ષનું પ્રતીક આ હોઇ શકે
ઉદ્ધવ કેમ્પની શિવસેનાનું પ્રતીક ત્રિશૂલ, મશાલ અથવા સુરજ હોઇ શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પક્ષના નામ અને ચિહ્ન પર બંને જૂથોના દાવાઓની પૃષ્ઠભૂમિમાં, ચૂંટણી પંચે એક વચગાળાનો આદેશ જારી કરીને બંનેને સોમવાર સુધીમાં પોતપોતાના પક્ષો માટે ત્રણ નવા નામ અને પ્રતીક સૂચવવા જણાવ્યું છે. કમિશન તેમને બે જૂથો દ્વારા સૂચવેલા નામો અને ચૂંટણી ચિહ્નોમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નજીક આવવાની સ્થિતિમાં શિંદે જૂથની વિનંતી પર પંચે વચગાળાનો આદેશ જારી કર્યો છે.
શિવસેના પર બંને જૂથનો દાવો
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સરકાર સામે બળવો કર્યો હતો. આ પછી શિંદેએ ભાજપ સાથે હાથ મિલાવ્યા અને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી. નવી સરકારમાં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારપછી એક તરફ શિંદે કેમ્પ શિવસેનાનો દાવો કરી રહી છે તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે કેમ્પ પણ તેના પર દાવો કરી રહી છે.
હવે બંને જૂથના નવા નામ અને પ્રતીક હશે
ચૂંટણી પંચના વચગાળાના આદેશ મુજબ હવે બંને છાવણીઓએ નવા નામ પસંદ કરવાના રહેશે. તેમને અલગ-અલગ ચૂંટણી ચિન્હો આપવામાં આવશે. અગાઉ, કમિશને બંને જૂથોને તેમના સંબંધિત દાવાઓના સમર્થનમાં 8 ઓગસ્ટ સુધીમાં તમામ દસ્તાવેજો અને કાયદાકીય અને સંગઠન સમર્થનના પુરાવા સબમિટ કરવા કહ્યું હતું. જોકે, બાદમાં ઠાકરે જૂથની વિનંતી પર આ સમયગાળો વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવ્યો હતો. જૂનમાં શિવસેનાના વિભાજન પછી, બંને જૂથોએ, પોતાને 'વાસ્તવિક શિવસેના' હોવાનો દાવો કરીને, ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે તેઓ તેમને પક્ષનું નામ અને પ્રતીક ફાળવે.
આ પણ વાંચો--56 વર્ષમાં શિવસેનાના ઘણી વાર ચૂંટણી ચિન્હ બદલાયા, જાણો રસપ્રદ ઇતિહાસ
Tags :
EknathShindeelectioncommissionGujaratFirstShivSenaUddhavThackeray
Next Article