ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઘણાં સ્ટાર કિડ્સનો ગોડફાધર આ રીતે 50મો બર્થ-ડે સેલિબ્રેટ કરશે, જાણો કોણ આવશે પાર્ટીમાં

ફિલ્મમેકર કરણ જોહર 25 મે એટલે કે આવતી કાલે પોતાનો 50મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ ખાસ દિવસે કરણે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે. સમાચાર છે કે દીપિકા પાદુકોણ પાર્ટીમાં હાજર રહી શકે,સાથે જ અને બાકીના ગેસ્ટનું લિસ્ટ પણ બહાર આવ્યું છે. બોલિવૂડના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર 25 મેના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કરી રહેલા કરણ જોહરે પણ પોતાના
01:24 PM May 24, 2022 IST | Vipul Pandya
ફિલ્મમેકર કરણ જોહર 25 મે એટલે કે આવતી કાલે પોતાનો 50મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ ખાસ દિવસે કરણે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે. સમાચાર છે કે દીપિકા પાદુકોણ પાર્ટીમાં હાજર રહી શકે,સાથે જ અને બાકીના ગેસ્ટનું લિસ્ટ પણ બહાર આવ્યું છે. બોલિવૂડના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર 25 મેના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કરી રહેલા કરણ જોહરે પણ પોતાના
ફિલ્મમેકર કરણ જોહર 25 મે એટલે કે આવતી કાલે પોતાનો 50મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ ખાસ દિવસે કરણે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે. સમાચાર છે કે દીપિકા પાદુકોણ પાર્ટીમાં હાજર રહી શકે,સાથે જ અને બાકીના ગેસ્ટનું લિસ્ટ પણ બહાર આવ્યું છે. બોલિવૂડના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર 25 મેના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કરી રહેલા કરણ જોહરે પણ પોતાના જીવનની અડધી સદી પૂરી કરી લીધી છે. કરણ જોહરનો આ જન્મદિવસ ખૂબ જ ખાસ બનવાનો છે કારણકે કરણ જોહરના જન્મદિવસની ઉજવણીમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ હાજરી આપશે. અહેવાલો અનુસાર અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ આ પાર્ટી માટે કાન્સથી પરત ફરી રહી છે. આ પાર્ટીમાં દીપિકા સિવાય બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ સામેલ થશે. તો ચાલો તમને કરણ જોહરની પાર્ટીના ગેસ્ટ લિસ્ટ વિશે જણાવીએ.
પાર્ટીની તૈયારીઓ શરૂ 
કરણ જોહરના જન્મદિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ફિલ્મમેકરે પાર્ટી માટે ખાસ શેફથી લઈને પ્રોડક્શન ડિઝાઈનર અમૃતા મહેલ સુધીના ઘણા લોકોને બોલાવ્યાં છે. પાર્ટીની તૈયારી યશ રાજ સ્ટુડિયોથી શરૂ થઈ ગઈ છે અને કરણે પાર્ટીની થીમ પણ નક્કી કરી છે.

પાર્ટી થીમ અને ડ્રેસ કોડ નક્કી 
કરણ જોહરે પાર્ટીની થીમ રેડ રાખી છે. સાથે જ ડિઝાઇન કરેલા સેટને લાલ ગુલાબથી શણગારવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણની આ પાર્ટી ખૂબ જ ગ્રાન્ડ હશે, આવી પાર્ટી બોલિવૂડમાં અત્યાર સુધી યોજાઇ નથી. સાથે જ આ પાર્ટી માટે બ્લેક ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
આ સ્ટાર્સ પાર્ટીના ખાસ મહેમાન
અભિનેત્રી દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી કરણ જોહરના જન્મદિવસની ઉજવણી માટે પરત ફરી રહી છે. આ સિવાય રાની મુખર્જી, કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કાજોલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, મનીષ મલ્હોત્રા, શાહરૂખ ખાન જેવા ઘણાં સ્ટાર્સ પાર્ટીમાં સામેલ થઈ શકે છે. કરણ જોહરના ખાસ મિત્રોની યાદીમાં આ તમામ સ્ટાર્સ સામેલ છે. તો ત્યાં સલમાન ખાન, કેટરીના કૈફ અને વિકી કૌશલ પણ પાર્ટીમાં હાજરી આપી શકે છે. જો કે, હજુ સુધી આ સ્ટાર્સના પાર્ટીમાં આવવાના કોઈ કન્ફર્મ સમાચાર સામે આવ્યા નથી.
Tags :
bollywoodpartyenterntentmentnewsGujaratFirstKaranJoharkaranjohar50thbirthday
Next Article