ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક પણ દવા વગર ધાધર અને ચામડીના રોગને આ રીતે કાયમી માટે મટાડો

સામાન્ય રીતે આપણે ગરમીથી છુટકારો મેળવવા વરસાદની રાહ જોતા હોઈએ છીએ. પરંતુ જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે તેની સાથે કેટલીક સમસ્યાઓ શરૂ થાય છે. જેમ કે વધુ પડતા વાળ ખરવા, ગૂંચવણ, ચીકણી ત્વચા, ફોલ્લીઓ, ફંગલ ઇન્ફેક્શન વગેરે.તેમાં પણ આજકાલ વ્યસ્ત જીવનશૈલી તેમ જ પ્રદૂષણને કારણે વ્યક્તિને કોઈને કોઈ ત્વચા સંબંધિત રોગ થતો હોય છે. ત્વચા સંબંધિત રોગમાં સૌથી વધારે સમસ્યા ધાધર, ખરજવું અને ખંજવા
10:35 AM Jul 14, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે આપણે ગરમીથી છુટકારો મેળવવા વરસાદની રાહ જોતા હોઈએ છીએ. પરંતુ જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે તેની સાથે કેટલીક સમસ્યાઓ શરૂ થાય છે. જેમ કે વધુ પડતા વાળ ખરવા, ગૂંચવણ, ચીકણી ત્વચા, ફોલ્લીઓ, ફંગલ ઇન્ફેક્શન વગેરે.તેમાં પણ આજકાલ વ્યસ્ત જીવનશૈલી તેમ જ પ્રદૂષણને કારણે વ્યક્તિને કોઈને કોઈ ત્વચા સંબંધિત રોગ થતો હોય છે. ત્વચા સંબંધિત રોગમાં સૌથી વધારે સમસ્યા ધાધર, ખરજવું અને ખંજવા
સામાન્ય રીતે આપણે ગરમીથી છુટકારો મેળવવા વરસાદની રાહ જોતા હોઈએ છીએ. પરંતુ જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે તેની સાથે કેટલીક સમસ્યાઓ શરૂ થાય છે. જેમ કે વધુ પડતા વાળ ખરવા, ગૂંચવણ, ચીકણી ત્વચા, ફોલ્લીઓ, ફંગલ ઇન્ફેક્શન વગેરે.

તેમાં પણ આજકાલ વ્યસ્ત જીવનશૈલી તેમ જ પ્રદૂષણને કારણે વ્યક્તિને કોઈને કોઈ ત્વચા સંબંધિત રોગ થતો હોય છે. ત્વચા સંબંધિત રોગમાં સૌથી વધારે સમસ્યા ધાધર, ખરજવું અને ખંજવાળની સમસ્યાઓ વધારે જોવા મળતી હોય છે. 

જો કોઈપણ વ્યક્તિને આવી એક બીમારી થઈ જાય તો તેનાથી ઘણી બધી મુશ્કેલી થતી હોય છે.આવી સમસ્યામાં વ્યક્તિ ખૂબ જ વધારે બેદરકારી રાખતા હોય છે. જેમાં શરીરમાં સૌપ્રથમ ધાધર થાય છે. બાદમાં તે ભાગ ખૂબ જ વધારે કાળો ડાઘ પડી જાય છે.

  • સામાન્ય રીતે આ સમસ્યા ખાસ કરીને કેમિકલ વાળા વસ્તુઓનો ઉપયોગ કરવાથી થાય છે. જેમ કે ચુનો, સાબુ, ડિટર્જન્ટ વગેરે વધારે પડતો ઉપયોગ કરવાથી આ પ્રકારની સમસ્યા થઈ શકે છે. મહિલાઓને માસિકની સમસ્યા કબજિયાત થવાના કારણે પણ આ સમસ્યામાં વધારો જોવા મળી શકે છે.
  • ચામડીને લગતા રોગો હોય તે લોકોએ કપડાં પહેરવાની બાબતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. એકબીજાના કપડાં પહેરવાથી પણ આ પ્રકારનો ચેપ લાગી શકે છે. ખૂબ જ વધારે પ્રમાણમાં ખંજવાળ આવવાની સાથે ચામડી કાળી પડી જાય છે. ચામડી શુષ્ક બની જાય છે.

     આવી રીતે  ઉપાયો કરવાથી મળશે  રાહત  :
  • નિયમિત ધોરણે દરરોજ ઉપયોગમાં લેવાતો શેમ્પૂ અને પાવડર નો ઉપયોગ કરવો નહીં. વધારે કેમિકલવાળા વસ્તુઓનો ઉપયોગ બંધ કરવો. સ્નાન કર્યા પછી આખા શરીર ઉપર નારીયલ તેલ લગાડવું. તેનાથી ચામડીમાં શુષ્કતા આવશે નહીં.
  • દરરોજ પાણીથી સ્નાન કર્યા પછી શરીરને પૂરતા પ્રમાણમાં લૂછી નાખવું. કાપડ ના કપડા વડે ટુવાલ વડે સુતરાઉ કાપડ વડે લૂછી નાખવું. ત્યારબાદ જે લોકોને ખરજવું હોય તે લોકોએ દરિયાના પાણીમાં સ્નાન કરવું અતિશય ફાયદાકારક માનવામાં આવે છે.
  • સંચળ ને ગાજરમાં પીસી અને તેનું મિશ્રણ કરી અને ખરજવા પર લગાડવાથી પણ ખરજવામાં રાહત મળે છે. તે ઉપરાંત કાચા બટાટાને પીસી અને તેનો રસ કાઢી અને તેને ધાધર કે ખંજવાળ આવતી હોય તે જગ્યા ઉપર લગાવવાથી પણ આ ખંજવાળની સમસ્યા તેમજ રાસમ ખંજવાળમાં રાહત મળે છે.
Tags :
curedandruffGujaratFirstskindisease
Next Article