Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રીતે ઘરે બનાવો ફરાળી ભજીયા, નોંધી લો રેસીપી

આજે બનાવવાનની છે ફરાળી નવી વાનગી. તો તમે ફરાળમાં ગળપણ ખાઈને કંટાળ્યા હોય તો આ જોઈને રેસીપી બનાવી શકો છો અને ખૂબ જ ઓછા તેલમાં ફટાફટથી બની જાય તેવી રેસીપી છે. તો ચાલો ફરાળી નવી વાનગી રેસીપી નીચે મુજબ છે.હવે મોરૈયો અને સાબુદાણાને મિક્સર જારમાં કાઢી લેવાના છે. તો કોકરો લોટ તૈયાર કરી અને એક કાચનો બાઉલ લેવો અને તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરી દેવો, હવે તે લોટને છાશમાં પલાળવાનો છે, તો થોડી થોડી
આ રીતે ઘરે બનાવો ફરાળી  ભજીયા  નોંધી લો રેસીપી
Advertisement

આજે બનાવવાનની છે ફરાળી નવી વાનગી. તો તમે ફરાળમાં ગળપણ ખાઈને કંટાળ્યા હોય તો આ જોઈને રેસીપી બનાવી શકો છો અને ખૂબ જ ઓછા તેલમાં ફટાફટથી બની જાય તેવી રેસીપી છે. તો ચાલો ફરાળી નવી વાનગી રેસીપી નીચે મુજબ છે.


હવે મોરૈયો અને સાબુદાણાને મિક્સર જારમાં કાઢી લેવાના છે. તો કોકરો લોટ તૈયાર કરી અને એક કાચનો બાઉલ લેવો અને તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરી દેવો, હવે તે લોટને છાશમાં પલાળવાનો છે, તો થોડી થોડી કરીને છાશ નાખી મિક્સ કરતા જવું અને સરસ રીતે પલળી જાય એટલે ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનું છે.

Advertisement

Advertisement

 સૌ  પ્રથમ સામગ્રી તૈયાર કરી દેવી, તો તેના માટે એક મોટું ઝીણું કાપેલું ટામેટું, બે નંગ ઝીણા કાપેલા લીલા મરચાં, ૧ ટુકડો આદુનો લઈ તેને ખમણી લેવો અને પાંચ થી છ મીઠા લીમડાના પાનને કાપી લેવાના છે, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર અને સિંગદાણાને અધકચરા ક્રશ કરી લેવાના છે અને એક બટાટાને છાલ ઉતારી લેવાનું છે.

હવે બેટર રેસ્ટ થયા પછી તેમાં ખમણીની મદદથી બટેટાને ખમણી લેવું અને ઝીણી ખમણીની મદદથી છીણ કરવાનું છે, તો બટેટાને ખમણીને તૈયાર કરી લેવાનું અને તેમાં કાપેલું ઝીણું ટમેટુ, ખાંડેલા સીંગદાણા, આદુ-મરચા, લીમડાના પાન, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને કાપેલા લીલા ધાણા ઉમેરી દેવા અને એક ચમચી મીઠું ઉમેરી ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવું અને ફરી થોડી છાશ ઉમેરી દેવી અને મિક્સ કરી લેવાનું છે, આ બેટર કન્સીસટન્સીવાળું બેટર 10 થી 15 મિનિટ ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દેવું.

હવે 15 મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી સરસ રીતે મિક્સ કરી લેવું અને ગેસ પર એક પેન મૂકી પેનમાં બે ચમચી તેલ ગરમ કરવા મુકવું અને તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી તેલ ઉમેરવું, હવે તેમાં ત્રણ થી ચાર લીમડાના પાન ઉમેરી અને તેમાં તૈયાર કરેલું બેટર બે કડચી ઉમેરી દેવું અને ચમચીની મદદથી સરસ રીતે પેનમાં સ્પ્રેડ કરી લેવું.

Tags :
Advertisement

.

×